રિલાયન્સ JIOએ ફરી કરી મોટી જાહેરાત, હવે આ કસ્ટમરોને આપી મોટી રાહત

News18 Gujarati
Updated: October 11, 2019, 12:36 PM IST
રિલાયન્સ JIOએ ફરી કરી મોટી જાહેરાત, હવે આ કસ્ટમરોને આપી મોટી રાહત
રિલાયન્સ જિયોએ પોતાની પહેલી જાહેરાત પર સ્પષ્ટતા કરતાં અનેક કસ્ટમરોને રાહત આપી છે

રિલાયન્સ જિયોએ પોતાની પહેલી જાહેરાત પર સ્પષ્ટતા કરતાં અનેક કસ્ટમરોને રાહત આપી છે

  • Share this:
નવી દિલ્હી : રિલાયન્સ જિયો (Reliance Jio)એ ફરી એકવાર પોતાના કસ્ટમર્સ માટે મોટી જાહેરાત કરી છે. રિલાયન્સ જિયો તરફથી કહેવામાં આવ્યું છે કે, તેમના જે કસ્ટમરોએ 9 ઑક્ટોબર કે તે પહેલા નંબર પર કોઈ રિચાર્જ કરાવ્યું છે, તો તે કસ્ટમરોને તે રિચાર્જ પ્લાન ખતમ થાય ત્યાં સુધી નૉન જિયો યૂઝર્સ (Non Jio Users)ને પણ મફતમાં કૉલિંગ (Free calling) કરી શકશે. જોકે, જ્યારે આ પ્લાન ખતમ થઈ જશે તો કસ્ટમરોને નૉન જિયો કસ્ટમરોને કૉલિંગ કરતી વખતે રૂપિયા ચૂકવવા પડશે. રિલાયન્સ જિયો તરફથી ટ્વિટ કરીને આ જાણકારી આપવામાં આવી છે.

નોંધનીય છે કે, 9 ઑક્ટોબરે રલિાયન્સ જિયોએ જાહેરાત કરી હતી કે હવે જિયો યૂઝર્સને બીજા નેટવર્ક પર કૉલ કરવા માટે પૈસા આપવા પડશે. મૂળે, ઇન્ટરકનેક્ટ યૂસેઝ ચાર્જ (IUC)ના નિયમ હેઠળ એક નેટવર્કથી બીજા નેટવર્ક પર ફોન કરનારાઓને 6 પૈસા પ્રતિ મિનિટના હિસાબથી ચૂકવણી કરવી પડશે. અત્યાર સુધી જિયો પોતાના તરફથી તેને ચૂકવી રહ્યું હતું.

જોકે, જિયોએ પોતાના યૂઝર્સને ભરોસો આપ્યો છે કે તેઓ ચાર્જ ત્યાં સુધી ચાલુ રાખશે જ્યાં સુધી આઈયૂસી (IUC)નો ચાર્જ ઘટીને શૂન્ય ન થઈ જાય.મફત ડેટાની જાહેરાત

જોકે, આ ચાર્જથી ગ્રાહકો પર કોઈ પણ પ્રકારની અસર નહીં પડે તેવી આશા છે, કારણ કે રિલાયન્સે જે ટૉપઅપ (Reliance TopUp) તેના માટે જાહેર કર્યો છે, તેમાં કિંમતના હિસાબથી ગ્રાહકોને મફત ડેટા આપવામાં આવી રહ્યો છે. નોંધનીય છે કે, જિયોએ તેના માટે 10, 20, 50 અને 100 રૂપિયાના ટૉપઅપ જાહેર કર્યા છે.

આ ટૉપઅપનો ઉપયોગ કરીને યૂઝર્સ બીજા નેટવર્કના ગ્રાહકો સાથે વાત કરી શકશે. તેમ છતાંય જિયોએ એ વાતનું ધ્યાન રાખ્યું છે કે, ગ્રાહકો પર વધુ અસર ન પડે, જેના માટે જિયોએ મફત ડેટા ઉપલબ્ધ કરાવવાનો નિર્ણય લીધો છે. આ ટૉપઅપમાં 10 રૂપિયામાં 1 જીબી, 20 રૂપિયામાં 2 જીબી, 50 રૂપિયામાં 50 જીબી અને 100 રૂપિયામાં 10 જીબી ડેટા મળશે.

આ પણ વાંચો,

શું છે IUC જેના કારણે Jioના ગ્રાહકો પર ચાર્જ લાગશે!, જાણો શું છે મામલો?
Vodafone-Ideaનો મહત્વનો નિર્ણય, યૂઝર્સ પાસેથી IUC ચાર્જ નહીં લે
First published: October 11, 2019, 8:50 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading