એન્ડ્રોઇડ માટે આવ્યું મેડ ઇન ઇન્ડિયા JioBrowser, માઇક્રોસોફ્ટ એજ-ગૂગલ ક્રોમના એલિટ ગ્રુપમાં જોડાયું

એન્ડ્રોઇડ માટે આવ્યું મેડ ઇન ઇન્ડિયા JioBrowser, માઇક્રોસોફ્ટ એજ-ગૂગલ ક્રોમના એલિટ ગ્રુપમાં જોડાયું
JioBrowser

અત્યાર સુધી ખાલી ગૂગલ ક્રોમ અને માઇક્રોસોફ્ટ એજ તથા ઓપેરા દ્વારા જ ઉપયોગ થતી ટેકનોલોજી હવે જીયો બ્રાઉઝરમાં પણ.

 • Share this:
  રિલાયન્સ જીયો (Reliance Jio)એ એન્ડ્રોઇડ ફોન્સ માટે JioBrowser Webનું બીટા વર્ઝન રોલઆઉટ કરી લીધું છે. જીયો બ્રાઉઝરનું બીટા વર્ઝન હવે ગૂગલ પ્લે સ્ટોર પર હાજર છે. આ માટે જીયો બ્રાઉઝરે મલ્ટી પ્રોસેસ ક્રોમિયમ બ્લિંક એન્જિનનો ઉપયોગ કર્યો છે. જે અત્યાર સુધી ખાલી ગૂગલ ક્રોમ અને માઇક્રોસોફ્ટ એજ તથા ઓપેરા દ્વારા જ ઉપયોગ કરવામાં આવતો હતો.

  આ તે બધુ તે સમય બની રહ્યું છે જ્યારે ભારતીય સરકાર 'આત્મનિર્ભર ભારત'ના વિચારને આચારમાં મૂકવા અને મેડ ઇન ઇન્ડિયા તરફ જવા પર ભાર મૂકી રહી રહી છે. રિલાયંસ જીયોનું કહેવું છે કે JioBrowser ભારતીય યુર્ઝસ માટે UCBrowser જેવા ચાઇનીઝ એપની ઉણપને દૂર કરશે.  જીયો બ્રાઉઝરની ખાસિયતની વાત કરીએ તો તેમાં સિક્યોર PIN સાથે પ્રાઇવેટ બ્રાઉઝિંગ મોડ પણ હાજર છે. જેમાં યુઝર્સ પ્રાઇવેટ મોડમાં જઇને યુઝર્સ કંટેટને બુકમાર્ક પણ કરી શકે છે. આ સિવાય ફાઇલ્સ માટે Advance download manager પણ છે. જે તમે એપનો ઉપયોગ કરીને ડાઉનલોડ પણ કરી શકો છો.

  વધુ વાંચો : પત્નીનું પેટ ફાડી નાંખનાર વ્યક્તિના સાળાની અપીલ- મારા જીજાને આપો ફાંસી

  વધુમાં તેમાં Quick Linksનો પણ ઓપ્શન છે. જેમાં યુઝર્સ તે વેબસાઇટને સરળતાથી એક્સેસ કરી શકશે જેનો તે વારંવાર ઉપયોગ કરતા હોય. સારી વાત એ છે કે તમે તેને કસ્ટમાઇઝ પણ કરી શકો છો. JioBrowser, વેબ બ્રાઉઝર બેઝ ગેમિંગ અને હાઇ રેઝોલ્યૂશન વીડિયોના સ્ટ્રીમિંગ માટે પણ ઓપ્ટિમાઇઝ્ડ છે.

  (ડિસ્કેમર- ન્યૂઝ18 ગુજરાતી, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીની કંપની નેટવર્ક 18 મીડિયા એન્ડ ઇન્વેસ્ટમેન્ટ લિમિટેડનો ભાગ છે. નેટવર્ક 18 મીડિયા એન્ડ ઇન્વેસ્ટમેન્ટ લિમિટેડનું સ્વામિત્વ રિલાયન્સ ઇન્ડસ્ટ્રી પાસે જ છે. )
  Published by:Chaitali Shukla
  First published:September 22, 2020, 17:11 pm

  ટૉપ ન્યૂઝ