Home /News /tech /

JIOની રેકોર્ડ બ્રેક 4G ડાઉનલોર્ડ સ્પીડ, એરટેલ-વોડાફોન પણ પડ્યા વિચારમાં

JIOની રેકોર્ડ બ્રેક 4G ડાઉનલોર્ડ સ્પીડ, એરટેલ-વોડાફોન પણ પડ્યા વિચારમાં

રિલાયન્સ જિયોએ વધુ એક રેકોર્ડ પોતાના નામે નોંધાવી નાંખ્યો છે. રિલાયન્સ જિયોએ 4G ડાઉનલોર્ડની સ્પીડ બાબતે બાજી મારી છે. જિયોની 4G ડાઉનલોર્ડની સ્પીડે એરટેલ અને વોડાફોનને પણ પાછળ છોડી દીધા છે. આમ તો સતત 10 મહિનાથી જિયો માર્કેટનો રાજા બનીને બેસી છે.

રિલાયન્સ જિયોએ 4GB ડાઉનલોડ સ્પીડ બાબતે ઓક્ટોબર મહિનામાં પણ ટોચનો સ્થાન મેળવ્યો છે. આ સતત 10મો મહિનો છે જ્યારે કંપનીએ સૌથી ફાસ્ટ ડાઉનલોડ સ્પીડ આપી છે. ભારતીય દૂરસંચાર નિયામક પ્રાધિકરણ (ટ્રાઈ)ના લેટેસ્ટ આંકડાઓ અનુસાર, ઓક્ટોબરમાં જિયોની 4G ડાઉનલોડ સ્પીડ 21.8 એમબીપીએસ રહી હતી. આ સતત બીજો એવો મહિનો છે,જેમાં જિયોએ 21 એમબીપીએસથી વધારેની સ્પીડ આપી છે. જિયો આવું કરનારી પહેલી ભારતીય કંપની બની ગઈ છે.

વોડાફોન ઈન્ડિયા ઓક્ટોબરમાં 9.9 એમબીપીએસની 4G ડાઉનલોડ સ્પીડ સાથે બીજા નબરે, ભારતી એરટેલ 9.3 એમબીપીએસ સાથે ત્રીજા અને આઈડિયા 8.1 એમબીપીએસની 4G ડાઉનલોડ સ્પીડ સાથે ચોથા નંબર પર રહી. ઉલ્લેખનિય છે કે, ઓક્ટોબરમાં આઈડિયા ત્રીજા નંબર પર હતી અને એરટેલ ચોથા નંબર પર હતી. આંકડાઓ પર ધ્યાન આપીએ તો એરટેલે 4G ડાઉનલોડ સ્પીડમાં સારો એવો સુધારો કર્યો છે. પાછલા મહિનાની 7.5 Mbpsની સ્પીડની સરખામણીમાં 9.3 એમબીપીએસની એવરેજ સ્પીડ નોંધાવામાં આવી હતી.

નવા વર્ષે 4G સ્પીડ બાબતે બીએસએનએલના આંકડાઓને પણ જોવામાં આવશે, કેમ કે કંપની જાન્યુઆરીમાં 4G નેટવર્ક શરૂ કરવાની છે. ઓક્ટોબર અને નવેમ્બર મહિનામાં 4G અપલોડ સ્પીડ બાબતે કોઈ જ ફેરફાર થયા નથી. 4G અપલોડ સ્પીડની બાબતે હાલ પણ આઈડિયા 7.1 Mbps સાથે ટોપ પરલ છે.
First published:

Tags: Airtel, Bsnl, આઇડિયા, રિલાયન્સ જીયો

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन