Home /News /tech /

ICICI બેંક સાથે મળીને JIO પોતાના ગ્રાહકોને આપી રહી છે આ ખાસ ઓફર

ICICI બેંક સાથે મળીને JIO પોતાના ગ્રાહકોને આપી રહી છે આ ખાસ ઓફર

જો જિયો ગ્રાહકો આ ઓફરમાં રસ રાખે છે તો તેમને માયજિયો એપ દ્વાર આવેદન કરવાનું રહેશે.

જો જિયો ગ્રાહકો આ ઓફરમાં રસ રાખે છે તો તેમને માયજિયો એપ દ્વાર આવેદન કરવાનું રહેશે.

    આઈસીઆઈસીઆઈ બેંક સાથે મળીને રિલાયન્સ જિયો પોતાના ગ્રાહકોને 2 મહિના માટે ફ્રિ પોસ્ટપેડ સર્વિસ આપી રહ્યું છે. આ ઓફર તે ગ્રાહકો માટે છે જેમના પાસે આઈસીઆઈસીઆઈ બેંકનું ક્રેડિટ કાર્ડ છે.

    જો જિયો ગ્રાહકો આ ઓફરમાં રસ રાખે છે તો તેમને માયજિયો એપ દ્વાર આવેદન કરવાનું રહેશે. આ ઓફર હેઠળ જિયો પોસ્ટપેડના સબ્સક્રાઈબર સાત પોસ્ટપેડ બિલ પર ડિસ્કાઉન્ટ મેળવશે અને તેમને કેશબેક પણ મળશે.

    જિયો પોસ્ટપેડના સબ્સક્રાઈબર્સને 6 મહિના માટે પે કરવાનું રહેશે, જ્યાર પછી બેંક આવેલા બિલો પર ડિસ્કાઉન્ટ આપશે. જો યૂઝર 12 મહિના માટે પે કરે છે તો જિયો અને આઈસીઆઈસીઆઈ બેંક ક્રેડિટ કાર્ડ એકાઉન્ટમાં કેશબેક આપશે. જિયોના ગ્રાહકોને પોસ્ટપેડ ઓફરનો લાભ ઉઠાવવા માટે ઓટો પેના ઓપ્શન માટે સાઈન એપ કરવાનું રહેશે.

    આ ઓફર્સ માટે યૂઝર્સને માઈ જિયો એપમાં જઈને જિયો પે ઓપ્શન પર ક્લિક કરવાનું રહેશે. ત્યાર પછી એપ યૂઝર પાસે પેમેન્ટની જાણકારી માંગશે. જિયો પોસ્ટપેડ યૂઝરને જિયો ઓટો પે પર જઈને ક્રેડિટ કાર્ડને સિલેક્ટ કરવાનું રહેશે.

    આ આખી પ્રક્રિયા પછી એપ કનફર્મેશન આપશે. જણાવી દઈએ કે, પ્લાન 199 રૂપિયાથી શરૂ થાય છે જેમાં અનલિમિટેડ કોલિંગ, 25 જીબી 4જી ડેટા અને 100 એસએમએસની સુવિધા પ્રતિદિવસ મળે છે.
    Published by:Mujahid Tunvar
    First published:

    Tags: રિલાયન્સ જીયો

    આગામી સમાચાર