ક્રિપ્ટોકરન્સી : બિટકોઈનની જેમ 'JioCoin' લાવવાની તૈયારીમાં JIO

News18 Gujarati
Updated: January 12, 2018, 4:40 PM IST
ક્રિપ્ટોકરન્સી : બિટકોઈનની જેમ 'JioCoin' લાવવાની તૈયારીમાં JIO

  • Share this:
ટેલિકોમ્યૂનિકેશનમાં ધમાલ મચાવ્યા બાદ હવે જિયો પોતાની ક્રિપ્ટોકન્સી લાવવાની તૈયારી કરી રહ્યું છે. જિયો બિટકોઈન જેવી જ Jio Coin લાવવાની તૈયારી કરી રહ્યું છે. મુકેશ અંબાણીના પુત્ર જિયો કોઈન બનાવનાર ટીમને લીડ કરશે. તેઓ બ્લોકચેન ટેકનોલોજી પર કામ કરશે. લાઈવ મિંટની રિપોર્ટ અનુસાર જિયો કોઈન બનાવનાર ટીમમાં 50 યુવા પ્રોફેશનલ હશે. આ બાબત સાથે જોડાયેલા એક વ્યક્તિએ જણાવ્યું કે, 50 લોકોની એક ટીમ બનાવવામાં આવશે. આ ટીમના લોકોની ઉંમર 25 વર્ષની આસપાસ હશે. આ ટીમ બ્લોકચેનથી જોડાયેલ અલગ-અલગ પ્રોડક્ટ્સ પર કામ કરશે. આ ટીમનું નેતૃત્વ મુકેશ અંબાણીના પુત્ર આકાશ અંબાણી કરશે.

બ્લોકચેન એક ડિજિટલ લેજર છે, જે ડેટાને સ્ટોર કરે છે, જેમાં નાણાકીય વ્યવહાર સામેલ છે, પરંતુ તે લિમિટેડ છે. બ્લોકચેન કોપી કર્યા વગર જાણકારી ડિસેન્ટ્રલાઈઝ્ડ કરે છે. આ જાણકારી ડેટાબેસના માધ્યમથી બ્લોકચેન પર શેર કરી શકાય છે, જેને રિયલ ટાઈમ પર એક્સેસ કરી શકાય છે. આ ડેટાબેસને ફિજિકલ સર્વર પર સ્ટોર કરી શકાતું નથી, પરંતુ આને ક્લાઉડ પર સ્ટોર કરી શકાય છે. ક્લાઉડ પર અનલિમિટેડ ડેટાને સરળતાથી સ્ટોર કરી શકાય છે.

ટેકનોલોજીની સૌથી પોપ્યુલર એપ્લિકેશન ક્રિપ્ટોકરન્સી રહી છે. હવે રિલાયન્સ જિયો પણ પોતાનું એક વર્જન JIOCOIN બનાવવાની યોજના બનાવી રહ્યાં છે. જેમાં એક (એપ્લિકેશન)ક્રિપ્ટોકરન્સી છે. આનો ઉપયોગ સપ્લાઈ ચેન મેનેજમેન્ટ માટે પણ કરવામાં આવી શકે છે. તે ઉપરાંત લોયલ્ટી પોઈન્ટ પણ બધી જ રીતે JioCoin પર આધારિત રહી શકે છે. લાખો લોકોએ ક્રિપ્ટોકરન્સીમાં પૈસાનું રોકાણ કરવાનું શરૂ કર્યું હતું. હવે આ સેક્ટરમાં રિલાયન્સ જિયો પણ રોકાણ કરવાની યોજના બનાવી રહ્યું છે.

ઉલ્લેખનિય છે કે, આભાસી મુદ્રાને લઈને સરકાર અને આરબીઆઈ પાછલા દિવસોમાં ઘણી બધી વખત ચેતવણી આપી ચૂક્યા છે. ચેતવણીમાં કહેવામાં આવ્યું હતું કે, બિટકોઈન જેવી ક્રિપ્ટોકરન્સીને માન્યતા આપવામાં આવી નથી અને તેમાં રોકાણ કરવું સુરક્ષિત નથી. નાણામંત્રી અરૂણ જેટલીએ કેટલાક દિવસ પહેલા કહ્યું હતું કે, કાયદાકિય રીતે આ મુદ્રાને માન્યતા મળેલી નથી. સરકાર તરફથી લોકોને કોઈપણ રીતની ભરપાઈ કરવામાં આવશે નહી.
First published: January 12, 2018, 4:40 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading