Jio ફોન ધારકો માટે ખાસ પ્લાન, એક રિચાર્જમાં છ મહિના સુધી બધુ ફ્રી

News18 Gujarati
Updated: January 24, 2019, 2:35 PM IST
Jio ફોન ધારકો માટે ખાસ પ્લાન, એક રિચાર્જમાં છ મહિના સુધી બધુ ફ્રી
જિયોનો નવો પ્લાન

રૂ.594ના પ્લાનમાં જિયો ફોન ગ્રાહક દૈનિક ફ્રી કોલિંગ અને જિયો એપ્લીકેશન બન્ને 168 દિવસ માટે એટલે કે લગભગ છ મહિના માટે વાપરી શકશે.

  • Share this:
મુંબઈ : મુકેશ અંબાણીની માલિકીની રિલાયન્સ જિયોએ જિયો ફોન ગ્રાહકો માટે લાંબી અવધિના રૂ.594 અને રૂ. 247ના ખાસ પ્લાન ગુરુવારે લોન્ચ કર્યા હતા.

રૂ.594ના પ્લાનમાં જિયો ફોન ગ્રાહક દૈનિક ફ્રી કોલિંગ અને જિયો એપ્લીકેશન બન્ને 168 દિવસ માટે એટલે કે લગભગ છ મહિના માટે વાપરી શકશે. આ ઉપરાંત ગ્રાહકો 500 MB સુધી દૈનિક ડેટા મળશે. જો ગ્રાહક તેના કરતા વધારે ડેટા ઉપયોગમાં લેશે તો સ્પીડ ઘટી 64 kbps થઇ જશે. આ પ્લાનમાં 28 દિવસ સુધી 300 SMS પણ મફત આપવામાં આવશે, એમ કંપનીએ જણાવ્યું હતું.

આ સિવાય, રૂ.297ના પ્લાનમાં જિયો ફોન અનલિમિટેડ લોકલ અને નેશનલ કોલ, કોઇપણ શરતો વગર વાપરી શકશે. આ પ્લાનમાં દર મહીને 300 SMS અને રોજનો 500 MB ડેટા પણ મળે છે. જો ગ્રાહક રોજની 500 MBની મર્યાદા કરતા વધારે ડેટા વપરાશ કરે તો ડેટાની સ્પીડ ઘટીને 64 kbps કરવામાં આવશે. આ પ્લાનની મુદ્દત 84 દિવસ એટલે કે લગભગ ત્રણ મહિના છે.

આ પણ વાંચો : ગુજરાત રિલાયન્સની જન્મ અને કર્મભૂમિ, 'ડિજિટલ ગુજરાત' માટે Jio પ્રતિબદ્ધ : મુકેશ અંબાણી 

જિયો ફોન 2.4 ઇંચના ડિસ્પ્લે સાથે T9 કીબોર્ડ સાથે આવે છે. આ ફોનમાં 2 મેગા પિક્સેલનો કેમેરા છે અને ફ્રન્ટમાં 0.3 મેગાપિક્સેલનો VGA કેમરા છે. આ ફોન KaIOS ઉપર ચાલે છે. જિયો ફોન 4G VoLTE સાથે એફએમ રેડિયો, બ્લુટુથ, Wi-Fi, GPS અને NFC જેવી ચીજોને સપોર્ટ કરે છે.

જિયો ફોનમાં 2000 mAhની બેટરી છે, 512 MBની રેમ અને 4GBની સ્ટોરેજ કેપેસીટી છે. ફોનમાં MyJio, JioMusic, JioTV અને અન્ય જિયો એપ્સ પહેલેથી જ આપવામાં આવે છે.
First published: January 24, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...