Reliance Jioનો વધુ એક ધમાકો, લૉન્ચ કર્યું ‘જિયોફાઇબર પોસ્ટપેડ’

Reliance Jioનો વધુ એક ધમાકો, લૉન્ચ કર્યું ‘જિયોફાઇબર પોસ્ટપેડ’
ખાસ વાત છે કે જિયોફાઇબર પોસ્ટપેડના ગ્રાહકો પાસેથી કોઈ સિક્યુરિટી ડિપોઝિટ નથી લેવામાં આવતી, જાણો અનેક ફાયદાઓ વિશે

ખાસ વાત છે કે જિયોફાઇબર પોસ્ટપેડના ગ્રાહકો પાસેથી કોઈ સિક્યુરિટી ડિપોઝિટ નથી લેવામાં આવતી, જાણો અનેક ફાયદાઓ વિશે

  • Share this:
    નવી દિલ્હી. દેશની દિગ્ગજ ટેલીકોમ કંપની રિલાયન્સ જિયો (Reliance Jio) સમય-સમય પર પોતાના યૂઝર્સને સરપ્રાઇઝ આપતી રહે છે. હવે કંપનીએ બ્રોડબ્રેન્ડ સર્વિસ જિયોફાઇબર પોસ્ટપેઇડ (JioFiber Postpaid) લૉન્ચ કરી છે. ખાસ વાત છે કે જિયોફાઇબર પોસ્ટપેડના ગ્રાહકો પાસેથી કોઈ સિક્યુરિટી ડિપોઝિટ નથી લેવામાં આવતી. હાલ કંપની ઇન્ટોલેશન ચાર્જ પણ નથી લઈ રહી. આ ઉપરાંત બિલ પેમેન્ટ માટે ઓટો પે (Auto Pay)ની પણ સુવિધા છે જેથી તમે ડ્યૂ ડેટ મિસ ન કરો.

    JioFiber પોસ્ટપેડના ફાયદા



    >> જીરો એન્ટ્રી કોસ્ટ (ઇન્ટરનેટ બોક્સ માટે કોઈ સિક્યુરિટી ડિપોઝિટ ન હોવી અને કોઈ ઇન્સ્ટોલેશન ચાર્જ નહીં હોવાના કારણે ગ્રાહકોને 1500 રૂપિયાનો ફાયદો થશે.)

    આ પણ વાંચો, 25 પૈસાનો આ સિક્કો આપને કરાવી શકે છે લાખોની કમાણી! જાણો કેવી રીતે ઓનલાઇન વેચશો

    ટેરિફ

    >> ઇન્ડસ્ટ્રીમાં સૌથી ઓછા 399 રૂપિયા પ્રતિ મહિનાથી પ્લાન શરૂ
    >> 6 અને 12 મહિનાના પ્લાનના ઓપ્શન
    >> સિમેટ્રિક પ્લાન (ડાઉનલોડ સ્પીડ = અપલોડ સ્પીડ)

    સેટ ટોપ બોક્સ

    >> 4K સેટ ટોપ બોક્સ માટે કોઈ વધારાનો ચાર્જ નથી (1000 રૂપિયાની સિક્યુરિટી ડિપોઝિટ રિફંડેબલ હશે)
    >> 15 પેઇડ ઓટીટી એપ્સ 999 રૂપિયા અને તેના ઉપરના પ્લાનમાં (તમામ અગ્રણી ઓટીટી એપ્સ)

    આ પણ વાંચો, Reliance Jioના પાંચ નવા રિચાર્જ પ્લાન, હવે મળશે ડેઇલી ડેટા લિમિટથી છુટકારો

    જિયોફાઇબર પોસ્ટપેઇડનું કનેક્શન કેવી રીતે મળશે?

    કોઈ પણ વ્યક્તિ Jio.com/fiber પર લીડ ડ્રોપ કરીને સર્વિસ પ્રાપ્ત કરી શકે છે. જેવું તમારા એરિયામાં JioFiberની સર્વિસ ઉપલબ્ધ થઈ જશે, કંપનીના એક્ઝિક્યૂટિવ તમારા સુધી પહોંચશે અને આપના ઘરને આ સર્વિસ સાથે જોડશે. સબ્સક્રિપ્શન માટે જિયોફાઇબર પોસ્ટપેડની સર્વિસ 17 જૂનથી ઉપલબ્ધ હશે.

    (ડિસ્ક્લેમર- નેટવર્ક18 અને ટીવી 18 કંપનીઓ ચેનલ/વેબસાઇટનું સંચાલન કરે છે, જેનું નિયંત્રણ ઇન્ડિપેંડેટ મીડિયા ટ્રસ્ટ કરે છે. જેમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ એકમાત્ર લાભાર્થી છે.)
    Published by:Mrunal Bhojak
    First published:Invalid date

    ટૉપ ન્યૂઝ