ઇન્ટરનેશનલ યૂઝર્સ માટે Jio લાવ્યું સારા સમાચાર, આવી સર્વિસ આપનારું દેશમાં પ્રથમ

 • Share this:
  રિલાયન્સ જીઓએ મંગળવારે VOLTE ઇન્ટરનેશનલ રોમિંગ સર્વિસ શરૂ કરવાની જાહેરાત કરી છે, સૌથી પહેલા આ સુવિધા ભારત અને જાપાન વચ્ચે શરૂ થશે. સાથે જ જીયો આ સુવિધા આપનારું પ્રથમ 4જી નેટવર્ક બની ગયું છે. ઇનબાઉન્ડ સર્વિસનો અર્થ છે કે આ નવી સર્વિસનો ફાયદો જાપાનથી ભારત આવનારા ટૂરિસ્ટને જ મળશે. જિયોની મદદથી ટૂરિસ્ટને એચ ડી વોઇસ અને હાઇ સ્પીડ ડેટાની સુવિધા મળશે.

  આ પણ વાંચો ગુજરાતના આ ગામમાં દીકરી જન્મે તો પરિવારનું થાય છે ચાંદીના સિક્કાથી સન્માન

  આ સુવિધા માટે જીયોએ જાપાનના મોબાઇલ નેટવર્ક પ્રોવાઇડર કેડીડીઆઇની સાથે હાથ મિલાવ્યો છે, રિલાયન્સ જીઓના માર્ક યાર્કોસ્કાઇએ કહ્યું કે રિલાયન્સ જીયો પોતાના યુઝર્સને ડેટા અને વોઇસની સૌથી સારી સુવિધા આપવા માટે પ્રતિબધ્ધ છે, અમે ભારત આવતા કેડીડીઆઇ કસ્ટમર્સને જીયો નેટવર્કમાં સ્વાગત કરીએ છીએ.

  આ નવી સુવિધાને કારણે ઇન્ટરનેશનલ ટૂરિસ્ટોને ભારતમાં જીયોના વર્લ્ડ ક્લાસ નેટવર્કનો ફાયદો મળશે, ટ્રાઇના માયસ્પીડના જણાવ્યા પ્રમાણે રિલાયન્સ જીયો સતત 20 મહિનાથી દેશનું સૌથી ઝડપી નેટવર્ક બનેલું છે. સપ્ટેમ્બર 2018માં જીયોની મહત્તમ ડાઉનલોડ સ્પીડ 20.6 એમબીપીએસ રેકોર્ડ કરવામાં આવી હતી.
  Published by:Sanjay Vaghela
  First published: