Jioનો ધમાકેદાર પ્લાન આજથી શરૂ, આટલા રિચાર્જ પર આખું વર્ષ મેળવો અનલિમિટેડ સર્વિસનો ફાયદો

News18 Gujarati
Updated: December 24, 2019, 9:43 AM IST
Jioનો ધમાકેદાર પ્લાન આજથી શરૂ, આટલા રિચાર્જ પર આખું વર્ષ મેળવો અનલિમિટેડ સર્વિસનો ફાયદો
Jioની '2020 Happy New Year'ઑફર, મફત JioPhone અને 1 વર્ષની અનલિમિટેડ સર્વિસ સહિત મળશે આ સુવિધાઓ

Jioની '2020 Happy New Year'ઑફર, મફત JioPhone અને 1 વર્ષની અનલિમિટેડ સર્વિસ સહિત મળશે આ સુવિધાઓ

  • Share this:
નવી દિલ્હી : આપના નવા વર્ષને વધુ ખાસ બનાવવા માટે રિલાયન્સ જિયો (Reliance Jio)એ શાનદાર ઑફર લૉન્ચ કરી છે. ટેલિકૉમ સેક્ટર (Telecom Sector)ની આ દિગ્ગજ કંપનીએ આ ઑફરનું નામ '2020 Happy New Year' રાખ્યું છે. જિયોની આ ઑફર સ્માર્ટફોન યૂઝર્સની સાથો-સાથ જિયોફોન (JioPhone) યૂઝર્સ માટે પણ હશે. જિયોની આ ઑફર દિવાળી ઑફરના લગભગ ત્રણ મહિના બાદ લૉન્ચ કરવામાં આવી છે. જો તમે પણ રિલાયન્સ જિયોના યૂઝર છો તો તેનો લાભ 24 ડિસેમ્બર 2020થી લઈ શકો છો.

મળશે 1 વર્ષની અનલિમિટેડ સર્વિસ

રિલાયન્સ જિયોની આ નવી ઑફર હેઠળ 2,020 રૂપિયા ખર્ચ કરતાં આપને એક વર્ષ માટે અનલિમિટેડ સર્વિસ મળશે. હાલમાં જ જિયોએ 98 રૂપિયા અને 149 રૂપિયાના પ્રીપેડ પ્લાન્સને લૉન્ચ કર્યા હતા.



સ્માર્ટફોન પર મળશે આ સુવિધાઓ

રિલાયન્સ જિયો '2020 Happy New Year' ઑફર સ્માર્ટફોન અને જિયોફોન ગ્રાહકો માટે પણ હશે. સ્માર્ટફોન યૂઝર્સ માટે, જિયો અનલિમિટેડ વૉઇઝ, 1.5 જીબી ડેટા રોજ, SMS અને જિયો પ્લસનું એક્સેસ ઉપલબ્ધ કરાવી રહ્યું છે. જિયોની આ નવી સ્કીમની વેલિડિટી 365 દિવસો માટે હશે.જિયોફોન પર મળશે આ સુવિધાઓ

રિલાયન્સ જિયોએ કહ્યું કે ગ્રાહક 2,020 રુપિયા ખર્ચ કરી નવો જિયોફોન અને 12 મહિનાની સર્વિસ ફ્રીમાં મેળવી શકે છે.


149 રૂપિયાના પ્લાનમાં શું મળશે?

રિલાયન્સ જિયોના 149 રૂપિયાવાળા પ્લાનમાં ગ્રાહકોને 1 જીબી ડેટા રોજ મળી રહ્યો છે. આ પ્લાનમાં ફ્રી જિયો ટૂ જિયો કૉલિંગ અને જિયોથી અન્ય નેટવર્ક પ 300 મિનિટ પણ મળી રહી છે. તેની સાથે જ ગ્રાહકોને આ પ્લાન હેઠળ રોજ 100 SMS પણ મળશે. 149 રૂપિયાના આ પ્લાનની વેલિડિટી 24 દિવસની હશે.

ડિસ્ક્લેમર : ન્યૂઝ18 ગુજરાતી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની કંપની નેટવર્ક18 મીડિયા એન્ડ ઇન્વેસ્ટમેન્ટ લિમિટેડનો હિસ્સો છે. નેટવર્ક18 મીડિયા એન્ડ ઇન્વેસ્ટમેન્ટ લિમિટેડનું સ્વામિત્વ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની પાસે જ છે.

આ પણ વાંચો, આ વર્ષે Google પર સૌથી વધુ સર્ચ થયું અભિનંદનનું નામ, જાણો બીજું શું થયું સર્ચ
First published: December 24, 2019, 8:27 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading