Reliance Jio Rs 119 Prepaid Plan: રિલાયન્સ જિયો (Reliance Jio Rs 119 Prepaid Plan)ના આ પ્લાનની કિંમત 119 રૂપિયા છે. આ પ્લાનમાં ગ્રાહકોને ફ્રી SMSનો વિકલ્પ પણ મળે છે.
મુંબઇ. Jio Plan: Reliance Jio તરફથી ઓછી કિંમતનો પ્રીપેડ પ્લાન રજૂ કરવામાં આવ્યો છે. રિલાયન્સ જિયો ગ્રાહકોને ખુશ કરવા માટે ખૂબ જ શાનદાર પ્લાન લાવી છે, જે સસ્તો હોવાની સાથે સાથે તમારા માટે કામનો સાબિત થઈ શકે છે. જિયોના આ પ્લાનમાં દરરોજ 1.5GB ડેટા તેમજ અન્ય ફાયદા પણ મળે છે. રિલાયન્સ જિયો (Reliance Jio Rs 119 Prepaid Plan)ના આ પ્લાનની કિંમત 119 રૂપિયા છે. આ પ્લાનમાં ગ્રાહકોને ફ્રી SMSનો વિકલ્પ પણ મળે છે. જિયોના આ શાનદાર પ્લાન વિશે વધુ માહિતી મેળવીએ.
Jio 119 રૂપિયા પ્રીપેડ પ્લાન
રિલાયન્સ જિયોના 119 રૂપિયાના પ્લાનની વેલિડિટી 14 દિવસ છે. આ પ્લાનમાં દરરોજ 1.5GB ઇન્ટરનેટ ડેટા મળે છે. એટલે કે 14 દિવસમાં યૂઝર્સને કુલ 21GB ડેટા મળશે. સાથે જ કોઈ પણ નેટવર્ક પર અનલિમિડેટ ફ્રી કૉલિંગ સુવિધા પણ મળશે. આ પ્લાનમાં દરરોજ 300 ફ્રી SMS પણ મળશે. સાથે જ જિયો એપ્સ જેવી કે JioTV, JioCinema, JioSecurity અને JioCloudનું સબ્સક્રિપ્શન પણ મળે છે. આ પ્લાન તમારા માટે ખૂબ જ કામનો સાબિત થઈ શકે છે. જિયોની જેમ અન્ય કંપનીઓના સસ્તા પ્લાન વિશે જોઈએ તો એરટેલ અને વોડાફોનના પ્લાન સામેલ છે. જે નીચે પ્રમાણે છે.
એરટેલ 179 રૂપિયાનો પ્લાન
એરટેલનો સૌથી સસ્તો પ્રીપેડ પ્લાન 179 રૂપિયાનો છે. આ પ્લાનમાં યૂઝર્સને 28 દિવસની વેલિડિટી મળે છે. આ પ્લાનમાં યૂઝર્સને કુલ 2GB ડેટા, અનલિમિડેટ કૉલિંગ અને 300 SMS મળે છે. આ પ્લાનમાં Prime Video ફ્રી ટ્રાયલ, ફ્રી હેલોટ્યૂન્સ અને વિંક મ્યુઝિકની મેમ્બરશિપ સામેલ છે.
વોડાફોન-આઈડિયા 179 રૂપિયાનો પ્લાન
વોડાફોન આઈડિયાનો સૌથી સસ્તો SMS પ્લાન 179 રૂપિયાનો છે. આ પ્લાનમાં યૂઝર્સને 28 દિવસની વેલિડિટી મળે છે. પ્લાનમાં કુલ 2GB ડેટા અને અનલિમિડેટ કૉલિંગ તેમજ કુલ 300 SMS મળે છે. પ્લાનમાં તમને Vi Movies & TV બેઝિક સબ્સક્રિપ્શન મળે છે.
ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ એરટેલ ભારતી, વોડાફાનો આઈડિયા અને રિલાયન્સ જિયો તરફથી પ્રીપેડ ગ્રાહકો માટે રિચાર્જ પ્લાનની કિંમતમાં વધારો જાહેર કરવામાં આવ્યો છે. વધારા બાદ ત્રણેય કંપનીઓના વર્તમાન રિચાર્જ પ્લાનમાં 20%થી લઈને 30% સુધીનો વધારો નોંધાયો છે. જે બાદમાં કંપનીઓ ગ્રાહકોને વિવિધ ઑફર્સ આપી રહી છે. બીજી તરફ પ્રીપેડ બાદ હવે અમુક કંપનીઓ પોતાના પોસ્ટપેડ ગ્રાહકોને પણ ઝટકો આપવાની તૈયારીમાં હોવાનું સૂત્રોનું માનવું છે.
Published by:Vinod Zankhaliya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર