રિલાયન્સ જિયોફોન-2ની જાહેરાત, રૂ. 500 આપીનો જૂનો ફોન બદલી શકાશે

News18 Gujarati
Updated: July 5, 2018, 12:20 PM IST
રિલાયન્સ જિયોફોન-2ની જાહેરાત, રૂ. 500 આપીનો જૂનો ફોન બદલી શકાશે
પ્રતિકાત્મક તસવીર

રિલાયન્સની 41મી એજીએમ ચાલી રહી છે. જેમાં જિયો ગ્રાહકો માટે મોટી જાહેરાત થઇ છે.

  • Share this:
આજે મુંબઈ ખાતે રિલાયન્સની 41મી એજીએમ મળી છે. જેમાં જિયો ગ્રાહકો માટે મોટી જાહેરાત થઇ હતી. રિલાયન્સ જિયો ફોનના ગ્રાહકોને ટૂંક સમયમાં જિયોનો નવો ફોન જિયોફોન-2 મળશે. જિયોફોન-2 માટે ગ્રાહકો રૂ.500 આપીને જૂના ફોનના બદલામાં નવો ફોન મેળવી શકશે.

આ ઉપરાંત એજીએમમાં એ પણ જાહેરાત થઇ હતી કે, જિયો ફોન પોતાના ગ્રાહકોને ટૂંક સમયમાં દુનિયાની સૌથી મોટી એપ યુટ્યુબ, ફેસબુક અને વોટ્સએપની ભેટ આપશે.  નવા ફોનને વોઇસ કમાન્ડથી કંટ્રોલ કરી શકાશે. દુનિયાની સૌથી પ્રચલિત એપ્લિકેશન ફેસબુક, વોટ્સએફ અને યુટ્યુબને વોઈસ કમાન્ડથી કંટ્રોલ કરી શકાશે.

કેવો હશે જિયોફોન-2


  • મોટું કી પેડ

  • 4જી સપોર્ટ
  • 2.4 ઇંચનું ડિસ્પ્લે

  • 2000 MAHની બેટરી

  • 2 મેગાપિક્સલનો રિયર કેમેરા

  • 2 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરા

  • 512 એમબી રેમ

  • 4 GB સ્ટોરેજ

  • 128 GB સુધી સ્ટોરેજને વધારી શકાશે


ક્યારે અને કેવી રીતે મળશે ફોન

એજીએમમાં કરેલી જાહેરાત પ્રમાણે આગામી 15 ઓગસ્ટ 2018થી આ ફોન મળવાનો શરૂ થઈ જશે. જિયો ફોન મોનસુન હંગામા ઓફર અંતર્ગત આ ફોનને જૂના રિલાયન્સ જિયો ફોનને એક્સેચન્જ કરવાની સાથે રૂ. 500માં ખરીદી શકાશે. 15 ઓગસ્ટથી આ ફોન રૂ.2,999ની કિંમત સાથે મળશે.
First published: July 5, 2018, 12:12 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading