Super App લાવવાની તૈયારીમાં Reliance Jio, મળશે 100થી વધુ સુવિધાઓ

આ એપમાં યૂઝર્સને એક જ સ્થળે ઈ-કોમર્સ, ઓનલાઇન બુકિંગ અને પેમેન્ટ્સની સુવિધાઓ મળશે

આ એપમાં યૂઝર્સને એક જ સ્થળે ઈ-કોમર્સ, ઓનલાઇન બુકિંગ અને પેમેન્ટ્સની સુવિધાઓ મળશે

  • Share this:
    રિલાયન્સ જિયો એક એવું પ્લેટફોર્મ લાવવાની તૈયારીમાં છે જેમાં એક સાથે આપને 100થી વધુ સુવિધાઓ મળશે. કંપની એક સુપર એપ પર કામ કરી રહી છે. જેમાં યૂઝર્સને એક જ સ્થળે ઈ-કોમર્સ, ઓનલાઇન બુકિંગ અને પેમેન્ટ્સની સુવિધાઓ મળશે. આ એપ આવવાથી અમેઝોન અને વોલમાર્ટ-ફ્લિપકાર્ટ પર પ્રભાવ પડી શકે છે.

    ઇન્ડસ્ટ્રી ઇન્ટેલિજન્સ ગ્રુપ (IIG)ના હેડ પ્રભુ રામે જણાવ્યું કે, જિયો ડિવાઇસીઝની દરેક સ્થળે ઉપસ્થિતિથી રિલાયનસ પાવરફુલ પોઝિશનમાં છે. પોતાના યૂઝર્સના એક વ્યાપક ઇકોસિસ્ટમને એક મલ્ટી-લેયર્ડ ફેબ્રિકથી કનેક્ટ કરે છે અને એક વન સ્ટોપ એપ દ્વારા અનેક સર્વિસ ઓફર કરવાની સાથે ઓનલાઇન-ટૂ-ઓફલાઇન કનેક્ટ હોઈ શકે છે. તેઓએ કહ્યું કે, ભારત એક મોબાઇલ-ફર્સ્ટ નેશન છે અને તમામ સગવડો ઉપલબ્ધ કરનારી એક સેલ્ફ-કન્ટેન્ડ ગ્રાહકોને ખૂબ પસંદ પડશે.

    આ પણ વાંચો, WhatsApp યૂઝર્સ માટે ખરાબ સમાચાર, હવે નહીં મળે આ ખાસ ફિચર

    રામે આગળ કહ્યું કે જ્યાં પેટીએમ, ફ્લિપકાર્ટ, સ્નેપડીલ અને અન્ય કંપનીઓ પોતાને ભારતના વીચેટ (WeChat) બનવામાં નિષ્ફળ રહ્યા, બીજી તરફ જિયો કોન્વર્સેશનલ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) લેયર, એક વર્નાકુલર વોઇસ ટેક લેયર, એક લોજિસ્ટિક્સ લેયર અને AI આધારિત એજ્યુકેશન લેયર એવું કરવામાં સફળ થઈ શકે છે.

    84 અબજ સુધી પહોંચી જશે ઈ-કોમર્સ માર્કેટ

    ડેલોયટ ઈન્ડિયા અને રીટેલ એસોસિએશન ઓફ ઈન્ડિયાના સંયુક્ત રિપોર્ટ મુજબ ભારતમાં ઈ-કોમર્સ માર્કેટ સતત વધી રહ્યું છે અને એવું માનવામાં આવી રહ્યું છે કે 2021 સુધી તે 84 અબજ ડોલર સુધી પહોંચી જશે. આ પહેલા 2017માં આ 24 અબજ ડોલરના સ્તરે હતું.

    આ પણ વાંચો, આવી દેખાય છે OnePlus 7 Proમાંથી ક્લિક થયેલી તસવીરો, ટ્રિપલ કેમેરાનો રિવ્યૂ
    Published by:Mrunal Bhojak
    First published: