Home /News /tech /

Jio ગ્રાહકોને મોટી ભેટ! આ પોપ્યુલર પ્લાન્સ સાથે મફત 20% કેશબેક

Jio ગ્રાહકોને મોટી ભેટ! આ પોપ્યુલર પ્લાન્સ સાથે મફત 20% કેશબેક

રિલાયન્સ જિયો બેસ્ટ ડેટા પ્લાન ઓફર

તમને જણાવી દઈએ કે, આ દરમિયાન રિલાયન્સ જિયો (Reliance Jio) તેના ગ્રાહકોને વધુ એક ખાસ ઓફર (Reliance Jio offer) આપી રહી છે. Reliance Jio 2,999 રૂપિયાના પ્રીપેડ રિચાર્જ પર 20% કેશબેક સાથે 2.5GB પ્રતિ દિવસ ડેટા પણ ઓફર કરી રહી છે

    રિલાયન્સ જિયો (Reliance Jio) તેના ગ્રાહકો માટે એક કરતા વધુ પ્લાન અને ઓફર આપે છે. Jio ગ્રાહકોને દરેક પ્લાનમાં કેટલીક ખાસ સુવિધાઓ મળતી રહે છે, અને આ જ કારણ છે કે આજકાલ વધુને વધુ લોકો Jio કનેક્શન (jio connection) ધરાવે છે. જો તમે પણ Jio ગ્રાહક છો, તો તમને જણાવી દઈએ કે, આ દરમિયાન રિલાયન્સ જિયો તેના ગ્રાહકોને વધુ એક ખાસ ઓફર આપી રહી છે. Reliance Jio 2,999 રૂપિયાના પ્રીપેડ રિચાર્જ પર 20% કેશબેક સાથે 2.5GB પ્રતિ દિવસ ડેટા પણ ઓફર કરી રહી છે. આ વાર્ષિક પ્રીપેડ ઓફર અમર્યાદિત ફ્રી કોલિંગ અને દરરોજ 100 SMS ઓફર કરે છે. આ સિવાય JioMart પર 20% ડિસ્કાઉન્ટ પણ મળશે.

    2,999 રૂપિયાના આ પ્રીપેડ રિચાર્જ પર તમને 912.5GB ડેટા મળશે અને તેની વેલિડિટી 365 દિવસની રહેશે. JioMart Wallet પર ઉપલબ્ધ 20 ટકા કેશબેકનો ઉપયોગ તમારા આગળના રિચાર્જ તેમજ JioMart અને રિલાયન્સ સ્ટોર પર કરવામાં આવેલી ખરીદી માટે થઈ શકે છે.

    આ રિચાર્જની સાથે જ યુઝર્સને 4 Jio એપ્સનું સબસ્ક્રિપ્શન પણ મળશે, જેમાં JioTV, JioCinema, JioSecurity અને JioCloud સામેલ છે.

    રિલાયન્સ જિયોના કેટલાક અન્ય પેક પણ છે જે JioMart Maha કેશબેક ઓફર હેઠળ ઉપલબ્ધ છે. તેની બીજી સૌથી મોટી ઓફર રૂ. 719 પ્લાન સાથે છે, જેની વેલિડિટી 84 દિવસ છે. આ અંતર્ગત દરરોજ 2GB ડેટા પણ મળે છે. આ સાથે, Jio Bouquet માં સમાવિષ્ટ અન્ય તમામ સુવિધાઓ પણ તેમાં ઉપલબ્ધ છે.

    84 દિવસની વેલિડિટીવાળા પ્લાનમાં પણ ઑફર

    તેવી જ રીતે 666 રૂપિયાના પેકમાં તમને દરરોજ 1.5GB ડેટા મળશે. તેની વેલિડિટી 84 દિવસની છે અને તેમાં 20 ટકા કેશબેક ઓફર પણ ઉપલબ્ધ છે, જ્યારે 299 રૂપિયાના પેકની વેલિડિટી 28 દિવસની છે જેમાં 2GB ડેટા સાથે Jio Bouquetમાં સમાવિષ્ટ તમામ સુવિધાઓ દરરોજ ઉપલબ્ધ છે.

    આ પણ વાંચોOffer! 1000 રૂપિયા સસ્તો મળી રહ્યો 6000mAh બેટરીવાળો Realme બજેટ સ્માર્ટફોન, ટ્રિપલ કેમેરા

    (Disclaimer :- ન્યૂઝ18 ગુજરાતી એ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની કંપની નેટવર્ક18 મીડિયા એન્ડ ઇન્વેસ્ટમેન્ટ લિમિટેડનો એક ભાગ છે. નેટવર્ક18 મીડિયા એન્ડ ઇન્વેસ્ટમેન્ટ લિમિટેડ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની માલિકીની છે.)
    Published by:kiran mehta
    First published:

    Tags: Jio data plan, Jio News, Jio offer, JioMart, Reliance Jio 3 best plan, Reliance jio users

    આગામી સમાચાર