Jioની HAPPY NEW YEAR OFFER, 399ના રિચાર્જ પર મેળવો 100% કેશબેક

નવા વર્ષને ધ્યાનમાં રાખી જિયોએ પોતાના યૂઝર્સ માટે શાનદાર ઓફર લોન્ચ કરી છે

News18 Gujarati
Updated: December 28, 2018, 5:45 PM IST
Jioની HAPPY NEW YEAR OFFER, 399ના રિચાર્જ પર મેળવો 100% કેશબેક
નવા વર્ષને ધ્યાનમાં રાખી જિયોએ પોતાના યૂઝર્સ માટે શાનદાર ઓફર લોન્ચ કરી છે
News18 Gujarati
Updated: December 28, 2018, 5:45 PM IST
ન્યૂઝ18 ગુજરાતી: જો તમે જિયો યૂઝર્સ છો તો આ સમાચાર આપના માટે કોઈ ખુશખબરથી ઓછા નથી. કંપનીએ નવા વર્ષને ધ્યાનમાં રાખીને પોતાના યૂઝર્સ માટે ધમાકેદાર ઓફરની જાહેરાત કરી છે, જેમાં આપને 399 રૂપિયના રિચાર્જ પર 100 ટકા કેશબેક મળશે, આવો જાણીએ કેવી રીતે?

મૂળે, જિયોએ આ ઓફર માટે પોતાની ફેશન રિટેલ વેબસાઇટ AJIOની સાથે ભાગીદારી કરી છે. જો તમે AJIOથી શોપિંગ કરો છો તો આપને 399 રૂપિયાનું વધારાનું ડિસ્કાઉન્ટ મળશે. જોકે, તેના માટે ઓછામાં ઓછી 1000 રૂપિયા સુધીની ખરીદી કરવી પડશે. ઉલ્લેખનીય છે કે, ઓફરનો લાભ 28 ડિસેમ્બરથી 31 જાન્યુઆરી સુધી જ લઈ શકાશે.

જો તમે જિયો ઓફરનો લાભ ઉઠાવવા માંગો છો તો આપને સૌથી પહેલા My Jio એપરમાં જવું પડશે. ત્યારબાદ આપને આપના નંબર પર 399 રૂપિયાનું રિચાર્જ કરાવવું પડશે. ત્યારબાદ આપને 399 રૂપિયાની એક કૂપન મળશે. જણાવી દઈએ કે કૂપન આપને My Jio એપના My Coupon સેક્શનમાં દેખાશે, જેનો ઉપયોગ AJIOથી શોપિંગ કરતી વખતે કરી શકશો.

આ પણ વાંચો, ભૂલથી બદલાઈ ગયું ઈન્‍સ્ટાગ્રામનું આ ફીચર, લોકાએ આવી રીતે ઠાલવ્યો ગુસ્સો

AJIO રિલાયન્સની ફેશન રિટેલ વેબસાઇટ છે, જેને કંપનીએ વર્ષ 2016માં લોન્ચ કરી હતી. કંપની દ્વારા રજૂ કરવામાં આવેલી આ ઓફરની ખાસ વાત એ છે કે જો AJIOથી કોઈ પણ 1000 રૂપિયોનો સામાન ખરીદે છે તો આપને તેના માટે માત્ર 601 રૂપિયા જ આપવા પડશે. આ રીતે આપ જેટલા રૂપિયાનું રિચાર્જ કરાવ્યું હશે, આપને તેટલા રૂપિયા પરત મળી ગયા તો થયું ને 100% કેશબેક.

(ડિસ્ક્લેમર: ન્યૂઝ18 ગુજરાતી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની કંપની નેટવર્ક18 મીડિયા એન્ડ ઇન્વેસ્ટમેન્ટ લિમિટેડનો હિસ્સો છે. નેટવર્ક18 મીડિયા એન્ડ ઇન્વેસ્ટમેન્ટ લિમિટેડની માલિકી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની પાસે જ છે.)
First published: December 28, 2018
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...