Jio યૂઝર્સ આ પ્લાનમાં કરાવો એકવાર રિચાર્જ, 3 મહિના માટે બધુ જ ફ્રી

જિયો ગ્રાહકો આ પ્લાનમાં ત્રણ મહિના માટે મફત સેવાઓનો લાભ લઈ શકે છે.

જિયો ગ્રાહકો આ પ્લાનમાં ત્રણ મહિના માટે મફત સેવાઓનો લાભ લઈ શકે છે.

  • Share this:
    રિલાયન્સ જિયોના આગમનથી અનેક સેવાઓ મફતમાં ઉપલબ્ધ છે. મફત કોલિંગ અને સસ્તા ડેટા પ્લાન પણ જિયો આગળ છે. કંપનીના અનેક પ્લાન તો એવા છે તે જેમા એકવાર રિચાર્જ કરાવીને ગ્રાહક લગભગ એક વર્ષ માટે ફ્રી કોલિંગની સુવિધા મેળવી શકે છે. જિયોએ લોંગ ટર્મ પેક કેટગેરી રાખી છે. આ પ્લાનમાં ગ્રાહકોને 360 દિવસની વેલિડિટી મળે છે. જિયોના આ પ્લાનમાં ગ્રાહકોને 449 રુપિયાનું રિચાર્જ કરાવી ત્રણ મહિના સુધી ફ્રી સર્વિસિઝનો લાભ મળે છે. જાણીએ આ ઓફર વિશે.

    ગ્રાહકો આ સુવિધાઓનો લઇ શકે છે લાભ

    આ પ્લાનમાં ગ્રાહકોને 449 રિચાર્જ કરવાની જરૂર પડશે, જેની માન્યતા 91 દિવસ (3 મહિના) છે. આ પ્લાનમાં ગ્રાહકને દરરોજ 1.5 જીબી ડેટા મળે છે, એટલે 136.5 ડેટા મળશે. પ્લાનમાં અનલિમિટેડ (100 પ્રતિ દિવસ) એસએમએસનો ફાયદો પણ આપવામાં આવશે. આ ઉપરાંત સર્વિસની વાત કરીએ તો ગ્રાહક 449 રૂપિયાના રિચાર્જ પર અનલિમિટેડ કૉલ્સનો લાભ લઈ શકે છે.

    આ પણ વાંચો: આ પ્લાનમાં દિવસભર કરો લોકલ- STD કોલ, મેળવો 75GB 4G ડેટા



    'સુપર એપ' ની તૈયારીમાં રિલાયન્સ જિયો

    રિલાયન્સ જિયો એક પ્લેટફોર્મ લોન્ચ કરવાની તૈયારીમાં છે. જેમા તમને 100 થી વધુ ફિચર્સ મળશે. તાજેતરમાં માહિતી અનુસાર કંપની 'સુપર એપ્લિકેશન' પર કામ કરી રહી છે. આમાં, યૂઝર્સને એક જ જગ્યાએ ઈ-કૉમર્સ, ઑનલાઇન બુકિંગ અને ચુકવણી સુવિધાઓ મળશે. આ એપ્લિકેશન આવવાથી એમેઝોન અને વોલ-માર્ટ-ફ્લિપકાર્ટ પર અસર થઇ શકે છે.

    ઇન્ડસ્ટ્રી ઇન્ટેલિજન્સ ગ્રુપ (IIG)ના વડા પ્રભુ રામે કહ્યું હતું કે, જિયો ડિવાઇસિઝની દરેક જગ્યાએ હાજરીથી રિલાયન્સ શક્તિશાળી સ્થિતિ ધરાવે છે.' તેમણે કહ્યું કે ભારત એક મોબાઇલ-ફર્સ્ટ નેશન છે અને તમામ સવિધાઓ ઉપલબ્ધ કરાવનાર એક સેલ્ફ કન્ટેન્ડ એપ ગ્રાહકોને ખૂબ પસંદ આવશે.
    Published by:Bhoomi Koyani
    First published: