Jioની ઑફર: બીજા નેટવર્ક પર કૉલ કરવા માટે મળશે 30 મિનિટ ફ્રી ટૉકટાઇમ

News18 Gujarati
Updated: October 13, 2019, 9:37 AM IST
Jioની ઑફર: બીજા નેટવર્ક પર કૉલ કરવા માટે મળશે 30 મિનિટ ફ્રી ટૉકટાઇમ
પેકનું રિચાર્જ કરનારા ગ્રાહકોને મેસેજ દ્વારા જાણ કરવામાં આવી છે.

રિલાયન્સ જિયોની આ મર્યાદિત સમયગાળાની ઑફર તાજેતરના નિર્ણયના 48 કલાકથી ઓછા સમય બાદ રજૂ કરવામાં આવી છે.

  • Share this:
રિલાયન્સ જિયો ઇન્ફોકોમ (Reliance Jio Infocomm) તેના ગ્રાહકો માટે સારા સમાચાર લાવ્યું છે. કંપનીએ ગ્રાહકોને 30 મિનિટનો મફત ટૉક ટાઇમ આપવાનું શરૂ કર્યું છે. પ્રાપ્ત માહિતી અનુસાર, ગ્રાહકોને પ્રથમ વખત તેમના ફોન રિચાર્જ કરવા પર 30 મિનિટનો મફત ટૉક ટાઇમ મળશે. આ વન-ટાઇમ ઑફર પ્લાનની જાહેરાત બાદથી પહેલા સાત દિવસો માટે ઉપલબ્ધ થશે.

જિયોની આ મર્યાદિત સમયગાળાની ઑફર તાજેતરના નિર્ણય પછી 48 કલાકથી ઓછા સમયમાં રજૂ કરવામાં આવી છે. તેમના પેકનું રિચાર્જ કરનારા ગ્રાહકોને મેસેજ દ્વારા જાણ કરવામાં આવી છે. રિલાયન્સ જિયોએ 9 ઑક્ટોબરના રોજ ચાર્જની જાહેરાત કરી હતી, જેમાં જણાવાયું છે કે જિયો ગ્રાહકોને અન્ય નેટવર્ક પર કરવામાં આવતા કોલ્સ માટે પ્રતિ મિનિટ 6 પૈસા ચૂકવવા પડશે. તેનું કારણ સમજાવતાં જિયોએ કહ્યું કે, ટ્રાઇ આઈયુસી (IUC) હેઠળ પ્રતિ મિનિટ 6 પૈસા લે છે, ત્યારબાદ કંપની હવે તે ગ્રાહકો પાસેથી લેશે.

આ પણ વાંચો: Vodafoneનો 69 રુપિયાનો પ્લાન, 28 દિવસની વેલિડિટી સાથે મળશે 4જી ડેટા

આ વીડિયોમાંથી સમજો કે શું છે IUC?

આ જિયોના નવા ટોપ-અપ પ્લાનઆ જાહેરાત સાથે જિયોએ અન્ય નેટવર્ક પર કૉલ કરવા માટે નવો પ્લાન પણ બહાર પાડ્યો છે. આ માટે જિયોએ 10 રૂપિયાથી લઈને 100 રૂપિયા સુધીનો પ્લાન બહાર પાડ્યો છે. 10 રૂપિયાના પ્લાનમાં યૂઝર્સને બીજા નેટવર્ક પર 124 મિનિટ કૉલિંગ મળશે જ્યારે 20 રુપિયામાં 249 મિનિટ કૉલિંગની સુવિધા મળશે.



તો 50 રૂપિયામાં 656 મિનિટ અને 100 રૂપિયાના પ્લાનમાં 1362 મિનિટ કૉલિંગ સુવિધા મળશે. જો કે આની ભરપાઈ કરવા માટે કંપની ડેટા યૂઝર્સને તેની કિંમતની બરાબર આપશે. 10 રૂપિયાના ટોપઅપ પર, 1 જીબી, 20 રૂપિયામાં 2 જીબી, 50 રૂપિયામાં 5 જીબી અને 100 રૂપિયામાં 10 જીબી ડેટા મળશે.

આ પણ વાંચો: આ ફોનના કૅમેરાને શાહરુખે કહ્યું 'Wow', સિતારાઓએ શેર કરી સેલ્ફી

 
First published: October 13, 2019, 9:35 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading