Jio યૂઝર્સને મોટો ઝટકો, આ ખાસ અને સૌથી જરુરી ઑફર થઇ બંધ

News18 Gujarati
Updated: November 27, 2019, 4:35 PM IST
Jio યૂઝર્સને મોટો ઝટકો, આ ખાસ અને સૌથી જરુરી ઑફર થઇ બંધ
હવે ગ્રાહકોએ કનેક્શનની સાથે બ્રોન્ઝ, સિલ્વર, ગોલ્ડ, ડાયમંડ, પ્લેટિનમ અને ટાઇટેનિયમનો એક પ્લાન લવો પડશે.

હવે ગ્રાહકોએ કનેક્શનની સાથે બ્રોન્ઝ, સિલ્વર, ગોલ્ડ, ડાયમંડ, પ્લેટિનમ અને ટાઇટેનિયમનો એક પ્લાન લવો પડશે.

  • Share this:
ટેલિકોમ કંપની રિલાયન્સ જિયોના ગ્રાહકોને ફરીથી એક આંચકો મળ્યો છે. જિયોએ જિયો ફાઇબરની પ્રિવ્યૂ ઑફર બંધ કરી દીધી છે. આ સાથે કંપની હવે પેઇડ પ્લાનમાં સિફ્ટ કરી રહી છે. આ ઉપરાંત કંપનીએ કેટલાક પસંદ કરેલા યૂઝર્સોને મફતમાં લાઇવ સેટ-ટોપ-બૉક્સ આપ્યા છે.

હવે યૂઝર્સને માત્ર પેઇડ પ્લાન મળશે

જિયો ફાઇબર પ્રિવ્યૂ ઑફર હેઠળ ગ્રાહકો કનેક્શન લીધા પછી આવતા બે મહિના માટે મફત સેવા મળતી હતી. પ્રિવ્યૂ ઑફર હેઠળ ગ્રાહકોએ કોઈ પ્લાન લેવો પડlતો ન હતો. ગ્રાહકોએ ફક્ત 2,500 રૂપિયામાં કનેક્શન મેળવવું પડતું, પરંતુ હવે તે થશે નહીં. હવે ગ્રાહકોએ કનેક્શનની સાથે બ્રોન્ઝ, સિલ્વર, ગોલ્ડ, ડાયમંડ, પ્લેટિનમ અને ટાઇટેનિયમનો એક પ્લાન લવો પડશે. જિયો ફાઇબરના કનેક્શન સાથે પહેલાની જેમજ Wi-Fi રાઉટર, બૉક્સ હજી પણ પહેલાની જેમ ઉપલબ્ધ થશે.

રિલાયન્સ જિયો ફાઇબર પ્લાન

જિયો ફાઇબર સેવા ખરીદવા માટે ગ્રાહકોએ 2500 રૂપિયાનો ચાર્જ ચૂકવવો પડશે. કંપની ઇન્સ્ટોલેશન ચાર્જ તરીકે રૂ .1000 અને રિફંડ તરીકે રૂ .1500 લે છે. યૂઝર્સોને નવા કનેક્શનમાં વાઇ-ફાઇ રાઉટર અને ઓએની બૉક્સ મળે છે. આ ઉપરાંત ટૂંક સમયમાં યૂઝર્સને મફતમાં સેટ-ટોપ-બૉક્સ પણ મળશે. જો તમે જિયો ફાઇબર કનેક્શન લો છો, તો તમારે ઓછામાં ઓછા 2500 + 699 = 3199 રૂપિયા ચૂકવવા પડશે.

બ્રોન્ઝ પ્લાનઆ મહિનાના પ્લાનની કિંમત 699 રૂપિયા છે. જો તમે 12 મહિનાનો પ્લાન લો છો, તો તમારે 8,388 રૂપિયા ચૂકવવા પડશે. આમાં તમને 100 એમબીપીએસની ગતિ મળશે. તેમાં કુલ 2400 જીબી ડેટા, અનલિમિટેડ કૉલિંગ અને જિયો એપ સબ્સ્ક્રિપ્શન્સ મળશે. જો તમે 12 મહિનાનો પ્લાન લેશો, તો તમને 6 વોટના બ્લૂટૂથ સ્પીકર, 4 કે સેટેલાઇટ બૉક્સ અને જિયો હોમ ગેટવે મફત મળશે. આ સાથે, તમને બે મહિનાની મફત સેવા મળશે, એટલે કે આ એક વર્ષનો પ્લાન લીધા પછી, તમે તેનો ઉપયોગ કુલ 14 મહિના કરી શકશો.

જિયો ગીગા ફાઇબર સિલ્વર પ્લાન

આ પ્લાનની કિંમત 849 રૂપિયા છે. વાર્ષિક પ્લાનનો ખર્ચ 10,188 રૂપિયા થશે. આ પ્લાનમાં 3,999 રૂપિયાની કિંમતમાં સ્પીકર મફતમાં મળશે. સાથે 4K સેટટોપ બૉક્સ અને જિયો હોમ ગેટવે મફત હશે. આ પ્લાનમાં 100 એમબીપીએસની ડેટા સ્પીડ મળશે.
First published: November 27, 2019, 4:30 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading