Jioનો 'ડબલ ધમાકો', હવે દરેક રિચાર્જ પર પ્રતિદિવસે એક્સ્ટ્રા 1.5GB ડેટા

News18 Gujarati
Updated: June 13, 2018, 6:31 PM IST
Jioનો 'ડબલ ધમાકો', હવે દરેક રિચાર્જ પર પ્રતિદિવસે એક્સ્ટ્રા 1.5GB ડેટા
News18 Gujarati
Updated: June 13, 2018, 6:31 PM IST
હાલમાં બધા જ ટેલિકોમ ઓપરેટર્સ ગ્રાહકોને પોતાની તરફ વાળવા માટે નવી-નવી ઓફર્સ અને પ્લાન રજૂ કરી રહી છે. હવે આ સ્પર્ધામાં રિલાયન્સ જિયોએ પણ પોતાના ગ્રાહકો માટે શાનદાર ઓફર રજૂ કરી છે. આ ઓફરનું નામ જિયો ડબલ ધમાકા છે જેમાં કંપની પોતાના ગ્રાહકોને બધા જ રિચાર્જ પર પ્રતિદિવસ 1.5 જીબી એક્સ્ટ્રા ડેટા પણ આપી રહી છે. ગ્રાહક 149થી 799 રૂપિયા સુધી રિચાર્જ પર આ ઓફરનો લાભ ઉઠાવી શકે છે.

આ ઓફરથી જિયો યૂઝર્સ જૂન મહિનામાં કરાવવામાં આવતા બધા જ રિચાર્જ પર પ્રતિદિવસ એક્સ્ટ્રા ડેટાનો લાભ ઉઠાવી શકે છે. આ ઓફર હેઠળ યૂઝર્સને પોતાના પ્લાન અનુસાર પ્રતિદિવસે 1.5 જીબી એક્સ્ટ્રા ડેટા મળશે.

જો તમારા માટે આ પ્લાન પણ ઓછો પડી રહ્યો છે તો તમે રિલાયન્સ જિયો કેસ ડિસ્કાઉન્ટ ઓફરનો લાભ ઉઠાવી શકો છો. આમાં જો તમે 300 અથવા તેનાથી વધારે રિચાર્જ કરાવો છો તો તમારે 100 રૂપિયા ડિસ્કાઉન્ટ મળશે. જ્યારે 300 રૂપિયાથી ઓછાના રિચાર્જ પર તમને 20 ટકા ડિસ્કાઉન્ટ મળી શકે છે. આ બંને ડિસ્કાઉન્ટનો લાભ તમે Myjio app પર PhonePe વોલેટ દ્વારા ઉઠાવી શકે છે.

જો સબ્સક્રાઈબર્સ myjio app અને Phonepe વોલેટનો પ્રયોગ કરે છે તો jio બે અને એક્સક્લૂસિવ ઓફર આપી રહી છે જેમાં 149 રૂપિયાનો પ્લાન તમને માત્ર 120 રૂપિયામાં મળશે.

તે ઉપરાંત 84 દિવસવાળો પ્લાન તમને 399 રૂપિયાની જગ્યાએ માત્ર 299 રૂપિયામાં મળશે. આમાં તમને પ્રતિદિવસ 3 જીબી ડેટા, અનલિમિટેડ કોલ્સ અને SMSનો લાભ ઉઠાવી શકો છો.

 

 
First published: June 13, 2018
વધુ વાંચો
अगली ख़बर