સાવધાન: Jio Coin નામવાળી આ એપ્સને ભૂલથી પણ ના કરો ડાઉનલોર્ડ

Mujahid Tunvar | News18 Gujarati
Updated: January 30, 2018, 4:25 PM IST
સાવધાન: Jio Coin નામવાળી આ એપ્સને ભૂલથી પણ ના કરો ડાઉનલોર્ડ

  • Share this:
કેટલાક સમય પહેલા રિપોર્ટ સામે આવી હતી કે, જિયો 'જિયોકોઈન' નામની પોતાની ખુદની ક્રિપ્ટોકરન્સી લાવવાની તૈયારીમાં છે. આના કેટલાક સમય બાદ તે ન્યૂઝ પણ સામે આવી કે, કરન્સી ઉપલબ્ધ કરાવવા માટે કેટલીક ફેક વેબસાઈટ્સ પણ બની ગઈ છે. આ બધા બાદ હવે તેવા સમાચાર મળી રહ્યાં છે કે, ગૂગલ પ્લે સ્ટોર પર Jio Coin સંબંધિત ઘણી બધી એપ જોવા મળી છે.

આ એપની કુલ સંખ્યા લગભગ 22 છે. આ બધી જ એપના નામ જિયો કોઈન છે અને તે પ્લે સ્ટોર પર ડાઉનલોર્ડ માટે ઉપલબ્ધ છે. આ એપ્સના નામ કંઈક આ રીતના છે. Jio Coin, Jio Coin Buy અને Jio Coin Crypto Currency.જોકે, આ બધી જ એપ્સ હજું 1000 ડાઉનલોર્ડ જ થઈ છે. આ એપ્સમાં ત્રણ એવી છે, જેમને 1000 અને 5000 વખત જ્યારે બેને 10,000 અને 50,000 વખત ડાઉનલોર્ડ કરવામાં આવી છે.

આ ફેક એપ્સના પેજમાં જાણકારી આપવામાં આવી છે કે, તેઓ કંઈક ટાસ્ક કરવાના બદલામાં જિયોકોઈન આપશે. જોકે, જાન્યુઆરીમાં રિપોર્ટ સામે આવ્યા બાદથી જ અટકળો લગાવવામાં આવી રહી છે. જિયો 2018માં પોતાની ક્રિપ્ટોકરન્સી લાવવાની તૈયારીમાં છે. જોકે, કંપની તરફથી આ વિશે કોઈ જ સત્તાવાર રીતે નિવેદન આપવામાં આવ્યા નથી.

સિક્યોરિટી એક્સપર્ટનું આ સંદર્ભમાં કહેવું છે કે, લોકોને આવી એપ્સ ડાઉનલોર્ડ કરતા બચવું જોઈએ. પહેલા આવી એપ્સ લોકોની પર્સનલ જાણકારીની ચોરી કરતાં હતા, પરંતુ હવે ખતરો બીજી રીતનો પણ હોઈ શકે છે. ઈટીએ પોતાની રિપોર્ટમાં એક સિક્યોરિટી એક્સપર્ટના હવાલાથી કહ્યું છે કે, આમાંથી કેટલીક એપ્સમાં નવી રીતના કેટલાક મેલવેયર છુપાયેલા હોઈ શકે છે. જે તમારા ફોનના પ્રોસેસિંગ પાવરને બ્રેકગ્રાઉન્ડમાં ક્રિપ્ટ કરન્સી માઈન કરવા માટે ઉપયોગ કરી શકે છે.

 

  

 

 
First published: January 30, 2018, 4:25 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading