નવી દિલ્હી: શું તમે નેટફ્લિક્સનું સબ્સ્ક્રિપ્શન (Netflix Subscription) લેવાનું વિચારી રહ્યાં છો? શું તમે જાણો છો કે તમે નેટફ્લિક્સ સબ્સ્ક્રિપ્શન ફ્રીમાં પણ મેળવી શકો છો. જોકે તે માટે તમારે રિલાયન્સ જિયોના પ્લાન (Reliance Jio Plan) લેવા પડશે. જિયો સાથે જોડાતા તમને માત્ર નેટફ્લિક્સ જ ફ્રીમાં નહિ મળે, પરંતુ અન્ય અનેક ફાયદાઓ પણ મળી શકે છે. ભારતની સૌથી મોટી ટેલિકોમ કંપની રિલાયન્સ જિયો પોસ્ટપેઈડ પ્લાનની સાથે નેટફ્લિક્સ સબસ્ક્રિપ્શન ફ્રીમાં મેળવી શકો છો. નેટફ્લિક્સ સબ્સ્ક્રિપ્શન સિવાય Jio પોસ્ટપેડ પ્લાન્સ ડિઝની+ હોટસ્ટાર અને એમેઝોન પ્રાઇમ (Amazon Prime) જેવા અન્ય OTT પ્લાન માટે પણ ફ્રી સબ્સ્ક્રિપ્શન ઑફર કરે છે. જેથી ગ્રાહકો તેમના પ્લાનથી ક્યારેય કંટાળી ન જાય. ચાલો તો આવા જ કેટલાક Jio પ્લાન પર એક નજર કરીએ. જે તમને મફત Netflix સબ્સ્ક્રિપ્શન આપે છે. રિલાયન્સ જિયો હાલ આવા કુલ 5 પ્લાન ઓફર કરી રહ્યું છે.
399 રૂપિયાનો પ્લાન
Jio પોસ્ટપેડ પ્લાન 75 GB ડેટા ઓફર કરે છે અને ડેટા લિમિટ ખતમ થઈ ગયા પછી યુઝર્સ પાસેથી રૂ. 10/GB વસૂલવામાં આવે છે. પ્લાનના અન્ય ફાયદામાં 200GB સુધીનો ડેટા રોલઓવર, અનલિમિટેડ વૉઇસ કૉલ્સ, પ્રતિ દિવસ 100 SMS, JioTV સહિતની એપ્સના Jio Suiteની ઍક્સેસ છે. આ પ્લાનમાં ફ્રી Netflix, Disney+ Hotstar અને Amazon Prime સબ્સ્ક્રિપ્શન્સ જેવા OTT લાભ પણ આપે છે.
499 રૂપિયાનો પ્લાન
આ પોસ્ટપેડ પ્લાનમાં 100GB ડેટા મળ છે. આ ડેટાની લિમિટ પૂરી થયા બાદ યુઝર્સ પાસેથી રૂ. 10/GB વસૂલવામાં આવે છે. પ્લાનના અન્ય ફાયદાની વાત કરીએ તો 200GB સુધીનો ડેટા રોલઓવર, 1 Additional SIM Card, અનલિમિટેડ વૉઇસ કૉલ્સ, દરરોજ 100 SMS, JioTV સહિતની એપ્સના Jio Suiteની ઍક્સેસ જેવી સુવિધાઓ મળે છે. આ પ્લાનમાં ફ્રી Netflix, Disney+ Hotstar અને Amazon Prime સબ્સ્ક્રિપ્શન્સ જેવા OTT લાભનો સમાવેશ થાય છે.
આ પોસ્ટપેડ પ્લાનમાં 150GB ડેટા આવે છે, આ ડેટાની લિમિટ પૂરી થયા પછી, યુઝર્સ પાસેથી રૂ. 10/GB વસૂલવામાં આવે છે. પ્લાનના અન્ય ફાયદાની વાત કરીએ તો 200GB સુધીનો ડેટા રોલઓવર, 1 Additional SIM Card, અનલિમિટેડ વૉઇસ કૉલ્સ, દરરોજ 100 SMS, JioTV સહિતની એપ્સના Jio Suiteની ઍક્સેસ મળે છે. આ પ્લાન ફ્રી Netflix, Disney+ Hotstar અને Amazon Prime સબ્સ્ક્રિપ્શન્સ જેવા OTT લાભ આપે છે.
999 રૂપિયાનો પ્લાન
આ પોસ્ટપેડ પ્લાનમાં ગ્રાહકને 200GB ડેટા મળે છે અને ડેટાની લિમિટ પૂરી થયા પછી, ગ્રાહક પાસેથી રૂ. 10/GB વસૂલવામાં આવે છે. પ્લાનના અન્ય ફાયદામાં 500GB સુધીનો ડેટા રોલઓવર, 3 વધારાના સિમ કાર્ડ્સ, અનલિમિટેડ વૉઇસ કૉલ્સ, દરરોજ 100 SMS, JioTV સહિતની એપ્સના Jio Suiteની ઍક્સેસ મળે છે. આ પ્લાન ફ્રી Netflix, Disney+ Hotstar અને Amazon Prime સબ્સ્ક્રિપ્શન્સ જેવા OTTના લાભ પણ આપે છે.
આ પોસ્ટપેડ પ્લાનમાં 300GB ડેટા ઉપલબ્ધ છે અને એકવાર ડેટા લિમિટ પૂરી થઈ જાય પછી, ગ્રાહક પાસેથી રૂ. 10/GB વસૂલવામાં આવે છે. પ્લાનમાં 500GB સુધીનો ડેટા રોલઓવર, અમર્યાદિત વૉઇસ કૉલ્સ, પ્રતિ દિવસ 100 SMS, JioTV સહિતની એપ્સના Jio Suiteની ઍક્સેસ પણ મળે છે. આ પ્લાનમાં ફ્રી Netflix, Disney+ Hotstar અને Amazon Prime સબ્સ્ક્રિપ્શન્સ જેવા OTT લાભો પણ આપે છે.
Published by:Vinod Zankhaliya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર