રિલાયન્સ જિયો બની નંબર-1, ઑક્ટોબરમાં જોડાયા 91 લાખ નવા ગ્રાહક

રિલાયન્સ જિયો બની નંબર-1, ઑક્ટોબરમાં જોડાયા 91 લાખ નવા ગ્રાહક
Reliance Jio

IUC ચાર્જ વધારવાં છતાંય ગ્રાહકોએ રિલાયન્સ જિયોનું સીમ ખરીદ્યું, 2020 હેપ્પી ન્યૂ યર ઑફરને લઈ ગ્રાહકોમાં ઉત્સાહ

 • Share this:
  મુંબઈ : રિલાયન્સ જિયો (Reliance Jio customers)એ ઑક્ટોબર મહિનામાં સૌથી વધુ ગ્રાહક જોડ્યા છે. મળતી જાણકારી મુજબ, ઑક્ટોબરમાં રિલાયન્સ જિયો (Reliance Jio)એ 91 લાખ નવા ગ્રાહક જોડ્યા છે. તેનાથી એ સ્પષ્ટ થાય છે કે IUC ચાર્જ વધારવાં છતાંય ગ્રાહકોએ રિલાયન્સ જિયોનું સીમ ખરીદ્યું છે. કંપનીએ બીજા નેટવર્ક પર કૉલ કરવા માટે યૂઝર્સ પાસે 6 પૈસા ચાર્જ લેવાની જાહેરાત કરી હતી. મળતી માહિતી મુજબ ઑક્ટોબરમાં કુલ મોબાઇલ ગ્રાહકોની સંખ્યા 1,195.24થી વધીને 1,204.85 મિલિયન થઈ ગઈ છે.

  આંકડાઓ જોઈએ તો પહેલા નંબર પર Reliance Jioના 91, 01, 934 Bharti Airtelના 81, 974, Vodafone Ideaના 1, 89, 901 ગ્રાહક છે. વોડાફોનનો માર્કેટ શૅર 31.49%, રિલાયન્‍સ જિયોનો માર્કેટ શૅર 30.79% અને ભારતી એરટેલનો માર્કેટ શૅર 27.52% છે.  એક્ટિવ યૂઝર્સમાં એરટેલનો શૅર 31.5%, રિલાયન્સ જિયોનો 31%, વોડાફોનનો શૅર 30.8 % છે. વોડાફોન આઈડિયાના 18 મહિનામાં 12 કરોડ એક્ટિવ યૂઝર્સ ઘટી ગયા છે. બ્રૉડબેન્ડમાં કંપનીની પાસે 56.69% બજારનો હિસ્સો છે.

  1 ઑક્ટોબરે રિલાયન્‍સ જિયોએ પોતાનો ફીચર ફોન 699 રૂપિયામાં આપવાની જાહેરાત કરી હતી. જણાવવામાં આવ્યું કે 5 સર્કલમાં રિલાયન્સ જિયો નંબર વન કંપની બની ગઈ છે. આંધ્ર પ્રદેશ, કોલકાતા, મધ્ય પ્રદેશ, પંજાબ અને રાજસ્થાન સર્કલમાં કંપનીના ગ્રાહક સૌથી વધુ જોડાયા છે.

  Reliance Jio


  લૉન્ચ થઈ હેપ્પી ન્યૂ યર ઑફર

  રિલાયન્સ જિયો નવા વર્ષના અવસરે દિગ્ગજ કંપનીની ગ્રાહકો માટે 2020 હેપ્પી ન્યૂ યર ઑફર (2020 Happy New Year Offer) લઈને આવ્યું છે. આ ઑફર હેઠળ યૂઝર્સ માત્ર એકવાર રિચાર્જ કરાવીને સમગ્ર વર્ષ સુધી મફત અનલિમિટેડ સર્વિસનો ફાયદો મેળવી શકશે. જિયોના 2020 Happy New Year ઑફરમાં યૂઝરને 2020 રૂપિયાના રિચાર્જ પર એક વર્ષ સુધી અનલિમિટેડ સર્વિસિસ મળશે. આ ઑફરની વૅલિડિટી 365 દિવસ એટલે કે એક વર્ષની છે.

  ડિસ્ક્લેમર : ન્યૂઝ18 ગુજરાતી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની કંપની નેટવર્ક18 મીડિયા એન્ડ ઇન્વેસ્ટમેન્ટ લિમિટેડનો હિસ્સો છે. નેટવર્ક18 મીડિયા એન્ડ ઇન્વેસ્ટમેન્ટ લિમિટેડનું સ્વામિત્વ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની પાસે જ છે.)

  આ પણ વાંચો, સરકારી કર્મચારીઓને નવા વર્ષે ગિફ્ટ આપી શકે છે મોદી સરકાર, 10 હજાર રૂપિયા સુધી વધી શકે છે પગાર
  Published by:Mrunal Bhojak
  First published:December 31, 2019, 11:18 am

  ટૉપ ન્યૂઝ