Home /News /tech /

Jio plan: જિયોનો શાનદાર રિચાર્જ પ્લાન, 100GB ડેટા સાથે ફ્રીમાં મળશે Netflix, Disney+ Hotstar સેવા

Jio plan: જિયોનો શાનદાર રિચાર્જ પ્લાન, 100GB ડેટા સાથે ફ્રીમાં મળશે Netflix, Disney+ Hotstar સેવા

જિયોનો શાનદાર રિચાર્જ પ્લાન

Jio plan: રિલાયન્સ જિયો તરફથી 599 રૂપિયાનો પોસ્ટપેડ પ્લાન રજૂ કરવામાં આવ્યો છે. આ પ્લાનમાં તમને દર મહિને 100GB ડેટા મળે છે. આ ઉપરાંત 200GB સુધી ડેટા રોલઓવરની સુવિધા મળે છે.

    મુંબઇ. Reliance Jio: રિલાયન્સ જિયો (Reliance Jio) તરફથી પોતાના ગ્રાહકો માટે શાનદાર પ્લાન રજૂ કરવામાં આવે છે. કંપની પાસે 99 રૂપિયાથી લઈને 3,499 રૂપિયા સુધીના રિચાર્જ પ્લાન (Jio recharge plans) છે. જિયોના અમુક રિચાર્જ પ્લાન ખૂબ જ શાનદાર છે. જેમાં ગ્રાહકોને ખૂબ જ ફાયદો થાય છે. આજે અમે તમને રિલાયન્સ જિયોના એક એક પ્લાન વિશે જણાવી રહ્યા છીએ જેમાં યૂઝર્સને OTT પ્લેટફોર્મના ફાયદા પણ મળે છે. આ પ્લાનમાં તમને નેટફ્લિક્સ (Netflix), ડિઝની પ્લસ હોટસ્ટાર (Disney + Hotstar subscription) અને અમેઝોન પ્રાઇમ (Amazon Prime) ફ્રીમાં મળે છે. આ સાથે જ આ પ્લાનમાં અન્ય લાભ પણ મળે છે. જિયોના શાનદાર પ્લાન વિશે માહિતી મેળવીએ.

    જિયોનો 599 રૂપિયાનો પ્લાન

    રિલાયન્સ જિયો તરફથી 599 રૂપિયાનો પોસ્ટપેડ પ્લાન રજૂ કરવામાં આવ્યો છે. આ પ્લાનમાં તમને દર મહિને 100GB ડેટા મળે છે. આ ઉપરાંત 200GB સુધી ડેટા રોલઓવરની સુવિધા મળે છે. ડેટા ખતમ થયા બાદ પ્રતિ જીબી ડેટા માટે 10 રૂપિયા ચાર્જ લાગે છે. પ્લાનમાં તમને દરરોજ 100 SMS ફ્રી મળે છે. આ સાથે જ જિયો એપ્સનું સબ્સક્રિપ્શન પણ મળે છે.

    અન્ય લાભ

    આ પ્લાનમાં તમે કોઈ પણ નેટવર્ક પર અનલિમિટેડ કૉલિંગ કરી શકો છો. આ ઉપરાંત આ પ્લાનમાં તમને પરિવાર માટે એક વધારાનું સિમકાર્ડ પણ મળે છે.

    OTT પ્લેટફોર્મના ફાયદા

    Jioના 599 રૂપિયાના પ્લાનના ગ્રાહકોને Netflix ઉપરાંત 1 વર્ષ માટે Amazon Prime Video અને Disney + Hotstar સબ્સક્રિપ્શન પણ મળે છે. આ સાથે જ યૂઝર્સ જિયો એપને પણ એક્સેસ કરી શકે છે. આ પ્લાનમાં જિયો પ્રાઇમ માટે 99 રૂપિયા ચાર્જ ચૂકવવો પડશે.

    20% કેશબેક ઑફર

    જો તમે પણ Jio ગ્રાહક છો, તો તમને જણાવી દઈએ કે, આ દરમિયાન રિલાયન્સ જિયો તેના ગ્રાહકોને વધુ એક ખાસ ઑફર આપી રહી છે. Reliance Jio 2,999 રૂપિયાના પ્રીપેડ રિચાર્જ પર 20% કેશબેક સાથે 2.5GB પ્રતિ દિવસ ડેટા પણ ઑફર કરી રહી છે. આ વાર્ષિક પ્રીપેડ ઑફર અમર્યાદિત ફ્રી કોલિંગ અને દરરોજ 100 SMS ઑફર કરે છે.

    આ પણ વાંચો: Airtel, Jioઅને vi કોના રિચાર્જ પ્લાન છે બેસ્ટ, કરી લો એક નજર

    2,999 રૂપિયાના આ પ્રીપેડ રિચાર્જ પર તમને 912.5GB ડેટા મળશે અને તેની વેલિડિટી 365 દિવસની રહેશે. JioMart Wallet પર ઉપલબ્ધ 20 ટકા કેશબેકનો ઉપયોગ તમારા આગળના રિચાર્જ તેમજ JioMart અને રિલાયન્સ સ્ટોર પર કરવામાં આવેલી ખરીદી માટે થઈ શકે છે.
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: Jio, Prepaid, અમેઝોન, મોબાઇલ, રિલાયન્સ

    આગામી સમાચાર