JIoનો મોટો ધમાકો, લોન્ચ કર્યા 4 નવા ધમાકેદાર પ્લાન- મળશે 64GB ડેટા
News18 Gujarati Updated: January 29, 2018, 10:50 PM IST

- News18 Gujarati
- Last Updated: January 29, 2018, 10:50 PM IST
કેટલાક દિવસ પહેલા રિલાયન્સ જિયોએ જિયોફોન માટે 49 રૂપિયાવાળો ટેરિફ પ્લાન સાથે ચાર નવા ડેટા એડ-ઓન ટેરિફ પ્લાનને લોન્ચ કર્યો હતો. પરંતુ કંપનીએ ડેટા ઓફર્સની જાણકારી આપી નહતી. આ ડેટા પેક 11 રૂપિયા, 21 રૂપિયા, 51 રૂપિયા અને 101 રૂપિયાના હતા. જોકે હવે ટેલિકોમ ઈન્ફોએ માહિતી આપી છે કે, આ પ્લાન્સને ટૂંક સમયમાં જ લાઈવ કરી દેવામાં આવશે. એટલે ગ્રાહકો આ પ્લાનનો લાભ જિયોના અધિકારીક પોર્ટલ અને એપથી ઉઠાવી શકાશે.
સમાચાર લખાય ત્યાર સુધીમાં આ પ્લાન જિયોની સાઈટ પર લાઈવ કરવામાં આવ્યા નહતા. આ પ્લાન્સમાં માત્ર ડેટાનો લાભ ગ્રાહકોને મળશે. આમાં જુના પ્લાન્સની જેમ વોઈસ કોલનો ફાયદો મળશે નહી. 11 રૂપિયાવાળા ઓડ-ઓન પ્લાનમાં 400MB ડેટા, 21 રૂપિયાવાળા પ્લાનમાં 1GB 4G ડેટા, 51 રૂપિયાવાળા પ્લાનમાં 3GB 4G ડેટા અને 101 રૂપિયાવાળા એડ-ઓન પ્લાનમાં 64GB 4G ડેટા ગ્રાહકોને આપવામાં આવશે. આ એડ-ઓન પ્લાનની કોઈ વેલિટિડી આપવામાં આવશે નહી. આ તમારા પ્રાઈમરી રિચાર્જ સુધી વેલિડ રહેશે.
પહેલા કંપની પાસે 11 રૂપિયા, 51 રૂપિયા, 91 રૂપિયા, 201 રૂપિયા અને 301 રૂપિયાના 5 બૂસ્ટર પ્લાન્સ હતા. જોકે કંપનીની ઈચ્છા આને વધુ સસ્તા બનાવવાની છે. આ પ્લાન્સન લાભ ગ્રાહકોને કંઈક આવી રીતે મળશે, જેવી રીતે જો તમે 149 રૂપિયાના રિચાર્જ સાથે 101 રૂપિયાનો ડેટા એડ-ઓન પ્લાન ખરીદશો તો તમને પ્રતિદિવસ 1.5 ડેટા સાથે અતિરિક્ત 6GB ડેટાનો લાભ પણ મળશે.આ પહેલા રિલાયન્સ જિયોએ જાહેરાત કરી હતી કે, જિયોફોન યૂઝર્સ અનલિમિટેડ કોલ અન 1GB 4G ડેટાનો ઉપયોગ 28 દિવસો માટે માત્ર 49 રૂપિયા આપીને કરી શકશે.

Loading...