Home /News /tech /

Reliance Jio 1 Rupee Plan: જિયોનો ધડાકો, 1 રૂપિયાના રિચાર્જમાં મળશે 30 દિવસની વેલિડિટી અને ડેટા

Reliance Jio 1 Rupee Plan: જિયોનો ધડાકો, 1 રૂપિયાના રિચાર્જમાં મળશે 30 દિવસની વેલિડિટી અને ડેટા

રિલાયન્સ જિયો પ્લાન

Reliance Jio 1 Rupee Plan: આ રિચાર્જ પ્લાન જિયોનો સૌથી સસ્તો પ્લાન છે. હાલ એરટેલ, વોડાફોન-આઇડિયા, BSNL કે MTNL, કોઈ પણ ટેલિકોમ કંપની આટલો સસ્તો પ્લાન ઑફર નથી કરી રહી.

    નવી દિલ્હી. Reliance Jio 1 Rupee Plan: રિલાયન્સ જિયો (Reliance Jio) તરફથી સૌથી રસ્તો પ્રીપેડ રિચાર્જ પ્લાન (Prepaid recharge plan) રજૂ કરવામાં આવ્યો છે. આ પ્લાન ફક્ત 1 રૂપિયામાં મળી રહ્યો છે. આ પ્લાન માય જિયો (My Jio) એપ પર લિસ્ટ કરી દેવામાં આવ્યો છે. જિયોએ આ પ્લાન ડેટાનો ઓછો ઉપયોગ કરતા લોકો માટે લૉંચ કર્યો છે. જિયોના 1 રૂપિયાના પ્લાનમાં 30 દિવસની વેલિડિટી (Validity) મળે છે. ઉલ્લેખનીય છે કે થોડા સમય પહેલા જ જિયોએ 119 રૂપિયાનો એક રિચાર્જ પ્લાન (Jio 119 rupees recharge plan) રજૂ કર્યો હતો. આ પ્લાનમાં યૂઝરને દરરોજ 1.5 GB ડેટા મળે છે.

    પ્લાનના ફીચર

    આ પ્લાનમાં 30 દિવસની વેલિડિટી ઉપરાંત 100 MB હાઈ સ્પીડ ડેટા મળે છે. એક વખત 100 MB ડેટા ખતમ થયા બાદ સ્પીડ લિમિટ ઘટીને 60 kbps થઈ જશે. આ પ્લાનમાં કૉલિંગ અને મેસેજિંગની સુવિધા નહીં મળે. એટલે કે આ પ્લાન મારફતે તમે તમારા સિમકાર્ડને એક્ટિવેટ રાખી શકો છો. જે લોકોએ પોતાનું સિમકાર્ડ સક્રિય રાખવું હોય તેમના માટે આ ઉત્તમ પ્લાન છે.

    આ રિચાર્જ પ્લાન જિયોનો સૌથી સસ્તો પ્લાન છે. હાલ એરટેલ, વોડાફોન-આઇડિયા, BSNL કે MTNL, કોઈ પણ ટેલિકોમ કંપની આટલો સસ્તો પ્લાન ઑફર નથી કરી રહી.

    જિયોનો 119 રૂપિયાનો રિચાર્જ પ્લાન

    Reliance Jio તરફથી ઓછી કિંમતનો પ્રીપેડ પ્લાન રજૂ કરવામાં આવ્યો છે. રિલાયન્સ જિયો ગ્રાહકોને ખુશ કરવા માટે ખૂબ જ શાનદાર પ્લાન લાવી છે, જે સસ્તો હોવાની સાથે સાથે તમારા માટે કામનો સાબિત થઈ શકે છે. જિયોના આ પ્લાનમાં દરરોજ 1.5GB ડેટા તેમજ અન્ય ફાયદા પણ મળે છે. રિલાયન્સ જિયો (Reliance Jio Rs 119 Prepaid Plan)ના આ પ્લાનની કિંમત 119 રૂપિયા છે. આ પ્લાનમાં ગ્રાહકોને ફ્રી SMSનો વિકલ્પ પણ મળે છે. જિયોના આ શાનદાર પ્લાન વિશે વધુ માહિતી મેળવીએ.

    આ પણ વાંચો: Airtel vs Jio plan: જાણો એરટેલ અને જિયોના વિવિધ પ્લાનની વેલિડિટી અને કિંમત, કઈ કંપનીનો પ્લાન પડશે સસ્તો?

    Jio 119 રૂપિયા પ્રીપેડ પ્લાન

    રિલાયન્સ જિયોના 119 રૂપિયાના પ્લાનની વેલિડિટી 14 દિવસ છે. આ પ્લાનમાં દરરોજ 1.5GB ઇન્ટરનેટ ડેટા મળે છે. એટલે કે 14 દિવસમાં યૂઝર્સને કુલ 21GB ડેટા મળશે. સાથે જ કોઈ પણ નેટવર્ક પર અનલિમિડેટ ફ્રી કૉલિંગ સુવિધા પણ મળશે. આ પ્લાનમાં દરરોજ 300 ફ્રી SMS પણ મળશે. સાથે જ જિયો એપ્સ જેવી કે JioTV, JioCinema, JioSecurity અને JioCloudનું સબ્સક્રિપ્શન પણ મળે છે. આ પ્લાન તમારા માટે ખૂબ જ કામનો સાબિત થઈ શકે છે. જિયોની જેમ અન્ય કંપનીઓના સસ્તા પ્લાન વિશે જોઈએ તો એરટેલ અને વોડાફોનના પ્લાન સામેલ છે. જે નીચે પ્રમાણે છે.
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: Jio, Prepaid, Recharge, મોબાઇલ, રિલાયન્સ

    આગામી સમાચાર