રિલાયન્સે તેમના કર્મચારીઓ માટે લોન્ચ કર્યુ ‘રિલાયન્સ કવચ’, જાણો શું થશે ફાયદો

 • Share this:
  રિલાયન્સે પોતાના ગ્રાહકોને ફરી એકવાર ભેટ આપી છે, જો કે કંપનીએ આ ગિફ્ટ જિયોના ગ્રાહકોને નહીં પણ પોતાના કર્મચારીઓને આપી છે. દુનિયામાં સૌથી વધારે રોડ અકસ્માત ભારતમાં થાય છે. રોજ 400થી વધારે ટુ વ્હીલ વાહન ઘટનાના શિકાર બને છે એટલે કે કલાકમાં લગભગ 16 ઘટનાઓ. આ ઉપરાંત રોડ સેફ્ટીને લઈ ગંભીરતા દેખાતી નથી.

  રિલાયન્સ ઈન્ડસ્ટ્રીએ આ મુદ્દે પહેલ કરતા પોતાના કર્મચારીઓને ‘રિલાયન્સ કવચ’ આપવાની જાહેરાત કરી છે. અકસ્માતની સ્થિતીમાં ‘રિલાયન્સ કવચ’ 2 વ્હીલર સવારોની સુરક્ષા કરશે. ‘રિલાયન્સ કવચ’ એ એક સુરક્ષા કિટ છે, જેમા DOT સર્ટિફાઈડ હેલ્મેટ, ખભા અને કોણીઓને સુરક્ષા આપનારી જેકેટ, હથેળીઓને બચાવવા માટે ગ્લબ્સ અને ઘુંટણોને સુરક્ષા આપનારા ગાર્ડનો સમાવેશ છે.

  ‘રિલાયન્સ કવચ’સુરક્ષા કીટમાં રહેલા સુરક્ષા ગિયર ઈન્ટરનેશનલ સ્ટાંડર્ડના છે. આ સુરક્ષા કીટની માર્કેટ વેલ્યુ 50 હજાર રૂપિયાની આસપાસ છે. જેને રિલાયન્સ પોતાના કર્મચારીઓને 12 હજાર રૂપિયામાં ઉપલબ્ધ કરાવી રહી છે. 1 હજારથી વધારે ઓર્ડર મળવા પર તેની કિંમતને ઓછી કરવામાં આવશે.

  કર્મચારીઓ તેને જીરો ટકા ઈન્ટરેસ્ટ ઈએમઆઈ પર પણ ખરીદી કરી શકે છે. રિલાયન્સ તેના માટે કર્મચારીઓને સોફ્ટલોન પણ આપશે. 2 વ્હીલર વાહન ચાલકોની સુરક્ષા માટે રિલાયન્સની આ પહેલ બાદ ઘણી બીજી કંપનીઓને પણ આ મુદ્દે આગળ આવવાની આશા રહેલી છે.
  Published by:Bhoomi Koyani
  First published: