રિલાયન્સ ડિજિટલ (Reliance India) પર ડિજિટલ ઈન્ડિયા સેલ (Digital India Sale)ના પ્રી-બુકિંગ ઓફર્સ (pre-booking offers)ની જાહેરાત થઈ ગઈ છે. આ વખતે સેલમાં ગ્રાહકોને ડબલ બેનેફિટ્સ (double benefits)ની સાથે પહેલાથી વધુ સારા ફાયદા મળશે. ગ્રાહક 18થી 20 જાન્યુઆરીની વચ્ચે ચાલનારા પ્રી-બુકિંગ પીરિયડમાં પોતાના પસંદગીના ઇલેક્ટ્રોનિકને 1,000 રૂપિયા એડવાન્સ આપીને બુક કરી શકો છો. ત્યારબાદ તે ‘Digital India Sale’માં ઇન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટની સાથે એડિશનલ છૂટ સહિત 1,000 રૂપિયાની છૂટ મેળવી શકશે.
ગ્રાહક પ્રી-બુકિંગ માટે 2,000 રૂપિયાનું એડવાન્સ આપવાનું ઓપ્શન પણ સિલેક્ટ કરી શકે છે, ત્યારબાદ તેમને EMI પર 2,000 રૂપિયાની છૂટ અને એડિશનલ ઓફર્સ પણ આપવામાં આવશે. માહિતી માટે જણાવી દઈએ કે જે ગ્રાહકોએ પ્રી-બુકિંગ કરાવ્યું છે, તેઓ જ ઓફર્સનો ફાયદો Digital India Saleમાં ઉઠાવી શકે છે. Digital India Saleની શરૂઆત 22 જાન્યુઆરીએ થશે અને તે 26 જાન્યુઆરી સુધી ચાલશે.
આ પણ વાંચો, અત્યાર સુધી આપનું Tax Refund નથી થયું? આવી રીતે ચેક કરો સ્ટેટસ, જાણો ક્યારે આવશે નાણા!
આ તમામ ઓફર્સ Reliance Digital, My Jio Stores અને ઓનલાઇન reliabncedigital.in પર ઉપલબ્ધ કરાવવામાં આવી છે. મોટી ઓફર્સ અને ઇલેક્ટ્રોનિક પર ડીલની સાથોસાથ આ વખતે Republic Dayના ‘Digital India Sale’ સેલમાં અનેક મોટી બેંક અને ફાઇનાન્સિયલ ઇન્સ્ટિટ્યૂશન તરફથી ઇન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ પણ આપવામાં આવશે.
આ પણ વાંચો, લોકોની નારાજગીથી ડરી ગયું WhatsApp! પહેલીવાર જાતે Status મૂકીને કરી સ્પષ્ટતા
ગ્રાહક રિલાયન્સ ડિજિટલ સ્ટોર્સ પર સુરક્ષિત રીતે ખરીદી કરી શકે છે કે પછી ફાસ્ટેસટ ડિલીવરી માટે www.reliancedigital.in પર ઓનલાઇન ખરીદી કરી શકે છે. આ ઉપરાંત પોતાના નજીકના સ્ટોરથી ખરીદી કરી શકાય છે.
(ડિસ્ક્લેમર: ન્યૂઝ18 ગુજરાતી, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની કંપની નેટવર્ક 18 મીડિયા એન્ડ ઇન્વેસ્ટમેન્ટ લિમિટેડનો હિસ્સો છે. નેટવર્ક 18 મીડિયા એન્ડ ઇન્વેસ્ટમેન્ટ લિમિટેડનું સ્વામિત્વ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ પાસે છે.)Published by:Mrunal Bhojak
First published:January 18, 2021, 14:17 pm