Reliance AGM 2020: JioMeet એપને 14 દિવસમાં 50 લાખથી વધારે વખત ડાઉનલોડ કરાઈ

News18 Gujarati
Updated: July 15, 2020, 6:49 PM IST
Reliance AGM 2020: JioMeet એપને 14 દિવસમાં 50 લાખથી વધારે વખત ડાઉનલોડ કરાઈ
ફાઈલ તસવીર

JioMeetને 3 જુલાઈએ લોન્ચ કરી હતી. આ એપનો ઉપયોગ કરવો એકદમ સરળ છે. આનો ઉપયોગ સ્માર્ટફોન અને લેપટોપ જેવા કોઈપણ ડિવાઈસમાં કરી શકાય છે. આ એપ એચડી વીડિયો કોલિંગ પણ આપે છે.

  • Share this:
નવી દિલ્હીઃ બુધવારે Reliance Industries Limitedની 43મી એજીએમ 2020 યોજાઈ હતી. જેમાં કંપનીના ચેરમેન મુકેશ અંબાણીએ પોતાની JioMeet સર્વિસ અંગે મોટી જાહેરાત કરી હતી. તેમણે જણાવ્યું હતુંકે, કંપનીની વીડિયો કોન્ફર્સિંગ એપ જિયોમીટના લોન્ચના થોડા દિવસની અંદર 50 લાખ લોકો દ્વારા ડાઉનલોડ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે મહિનાની શરુઆતમાં રિલાયન્સ જિયોએ Zoomને ટક્કર આપવા માટે પોતાની પહેલી વીડિયો કોન્ફર્સિંગ સર્વિસ JioMeetને લોન્ચ કરી હતી. વેબ સર્વિસ, વિન્ડોઝ, મેકઓએસની સાથે સાથે JioMeetને એન્ડ્રોઈડ અને આઈઓએસ યુઝર્સ પણ ઉપયોગ કરી શકે છે.

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝની 43મી એન્યુઅલ જનરલ મીટિંગમાં અંબાણીએ કહ્યું હતું કે, JioMeetને લોન્ચ બાદ 50 લાખથી વધારે વખત ડાઉનલોડ કરવામાં આવી છે. JioMeetને 3 જુલાઈએ લોન્ચ કરી હતી. આ ડાઉનલોડ માટે એન્ડ્રોઈડ અને આઈઓએસ બંને પ્લેટફોર્મ ઉપર ઉપલબ્ધ છે. આ ઉપરાંત આ વીડિયો કોન્ફેર્સિંગ સર્વિસને Windows, MacOS અને વેબ થકી એક્સેસ કરવામાં આવી શકે છે.

ઉલ્લેખનીય છે કે JioMeet ડોયરેક્ ટોલ (1:1 કોલિંગ)ની સાથે સાથે 100 લોકો સાથે મીટિંગ આયોજિત કરવાની ક્ષમતા રાખે છે. Reliance Jio અનુસાર એપ એન્ટરપ્રાઈઝ- ગ્રેડ હોસ્ટ કંટ્રોલ આપે છે. તમે તમારા ફોન નંબર અથવા ઈમેઈલ આઈડીની સાથે સાઈન-અપ કરી શકો છો. એચડી ક્વોલિટીમાં પોતાની મીટિંગ્સ કરી શકે છે. આનો ઉપયોગ ફ્રીમાં કરી શકાય છે અને પ્રતિ દિવસ અનલિમિટેડ મીટિંગ્સ કરી શકાય છે. આ ઉપરાંત આ મિટિંગ્સ પાસવર્ડથી સુરક્ષિત પણ થઈ શકે છે. આ ઝૂમ જેવા વેટિંગ રૂમના ફીચરનું સમર્થન પણ કરે છે.

આ પણ વાંચોઃ-RIL AGM 2020 Key Highlights: રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની 43મી એજીએમની 5 મોટી વાતો

આ પણ વાંચોઃ-RILની 43મી એજીએમ આજે! જાણો ક્યારે શરૂ થશે અને ક્યાંય LIVE જોઈ શકાશે

આ પણ વાંચોઃ-મુકેશ અંબાણીની મોટી જાહેરાત : Jio Platformsમાં ગૂગલ 33,737 કરોડ રૂપિયાનું રોકાણ કરશેJioMeetનું કહેવું છે કે એપ પાંચ ડિવાઈસો ઉપર મલ્ટી ડિવાઈસ લોગ ઈન સપોર્ટ કરે છે. અને કોલ કરતા સાથે ડિવાઈસ વચ્ચે સરળતાથી સ્વિચ પણ કરી શકાય છે. જેમાં સેફ ડ્રાઈવિંગ મોડ નામનો એક ફિચર પણ છે. સાથે જ સ્ક્રીન શેયરિંગ જેવી બેસિક સુવિધાઓ પણ છે.

ઉલ્લેખનીય છે કે Jio Meet વીડિયો કોન્ફેર્સિંગ એપ Zoom અને Google Meet જેવી લોકપ્રિય એપ્સને ટક્કર આપી શકે છે. આ એપની લોકપ્રિયતા યુઝર્સ વચ્ચે સતત વધી રહી છે. આ એપનો ઉપયોગ કરવો એકદમ સરળ છે. આનો ઉપયોગ સ્માર્ટફોન અને લેપટોપ જેવા કોઈપણ ડિવાઈસમાં કરી શકાય છે. આ એપ એચડી વીડિયો કોલિંગ પણ આપે છે.
Published by: ankit patel
First published: July 15, 2020, 6:49 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading