First Day First Show: હવે રિલીઝ બાદ તરત જ ઘરે બેઠા જોઈ શકશો ફિલ્મ

તેના માટે 700 રૂપિયાથી 10 હજાર રૂપિયા સુધીના અલગ-અલગ મંથલી પ્લાન હશે

તેના માટે 700 રૂપિયાથી 10 હજાર રૂપિયા સુધીના અલગ-અલગ મંથલી પ્લાન હશે

  • Share this:
    રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની 42મી એજીએમમાં જિયો સેટ ટોપ બોકસની ડિઝાઇન પરથી પડદો હટી ગયો છે. એજીએમમાં આરઆઈએલના ચેરમેન મુકેશ અંબાણીએ કહ્યું કે Jio Fiberનું કોમર્શિયલ લોન્ચિંગ 5 સપ્ટેમ્બરે થશે. ખાસ વાત એ છે કે આવતા વર્ષે તેના પ્રીમિયમ ગ્રાહક સિનેમા હોલમાં રીલીઝ થવાના એક દિવસમાં જ તેનો દ્વારા મૂવી જોઈ શકશે. તેના માટે 700 રૂપિયાથી 10 હજાર રૂપિયા સુધીના અલગ-અલગ મંથલી પ્લાન હશે. ફાઇબર માટે અત્યાર સુધી 1.5 કરોડ રજિસ્ટ્રેશન થઈ ચૂક્યું છે. મુકેશ અંબાણીએ એજીએમમાં કહ્યું કે ડિજિટલ ઇન્ફ્રા પર 3.5 લાખ કરોડ રૂપિયા ખર્ચ કરવાની યોજના છે.

    આ પણ વાંચો, Jio GigaFiber : 5 સપ્ટેમ્બરથી શરૂ, વાર્ષિક પ્લાન સાથે HD/4K ટીવી અને 4K સેટ ટોપ બોક્સ મફત

    મુકેશ અંબાણીએ એજીએમમાં કહ્યું કે, Jio GigaFiber માટે અત્યાર સુધી 5 કરોડથી વધુ રજિસ્ટ્રેશન થઈ ચૂક્યા છે. તે અત્યાર સુધી 50 લાખ ઘરોમાં પહોંચી ચૂક્યું છે. 1 વર્ષથી Jio GigaFiber સમગ્ર દેશમાં પહોંચશે.


    તેઓએ જણાવ્યું કે જિયોના પ્રીમિયમ ગ્રાહકોને એક ખાસ સુવિધા પણ મળશે એટલે કે હવે તેઓ રીલીઝના તરત જ ઘરે બેઠા પોતાની મનપસંદ ફિલ્મ જોઈ શકશે.

    આ પણ વાંચો, RIL ઓઇલ એન્ડ કેમિકલ બિઝનેસનો 20% હિસ્સો ARAMCO ખરીદશે

    કેવી રીતે કરશો જિયો ફાઇબર માટે રજિસ્ટ્રેશન?

    જો તમે ગીગાફાઇબરની સર્વિસ લેના માંગો છો તો સૌથી પહેલા આપને કંપનીની ઓફિશિયલ વેબસાઇટ પર જઈને રજિસ્ટર કરવું પડશે. આપને પોતાના ઘર કે ઓફિસનું સરનામું, ઈમેલ આઈડી અને ફોન નંબર આપવો પડશે. આપના ફોન નંબર પર એક OTP આવશે. તેના દ્વારા રજિસ્ટ્રેશન વેરિફિકેશન થયા બાદ જ તમે તેની સર્વિસ લઈ શકશો.

    ડિસ્ક્લેમેર: ગુજરાતી ન્યૂઝ 18 ડોટ કોમ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની કંપની નેટવર્ક 18 મીડિયા એન્ડ ઇન્વેસ્ટમેન્ટ લિમિટેડનો હિસ્સો છે. નેટવર્ક 18 મીડિયા એન્ડ ઇન્વેસ્ટમેન્ટ લિમિટેડનું સ્વામિત્વ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની પાસે જ છે.
    Published by:Mrunal Bhojak
    First published: