આ ઝોનમાં રહેતા લોકો કરી શકશે ઑનલાઇન શૉપિંગ, મોબાઇલ, ફ્રિજ, AC સહિતનો સામાન ખરીદી શકાશે

આ ઝોનમાં રહેતા લોકો કરી શકશે ઑનલાઇન શૉપિંગ, મોબાઇલ, ફ્રિજ, AC સહિતનો સામાન ખરીદી શકાશે
પ્રતિકાત્મક તસવીર

લૉકડાઉન પાર્ટ 3માં ઈ-કોમર્સ કંપનીઓને અમુક ઝોનમાં જીવનજરૂરી ન હોય તેવી વસ્તુઓ વેચવાની છૂટ આપવામાં આવી છે.

 • Share this:
  નવી દિલ્હી : ઈ-કોમર્સ કંપનીઓ (E-commerce)ને લૉકડાઉન દરમિયાન ઑરેન્જ (orange Zone) અને ગ્રીન ઝોન (Green Zone)માં લેપટૉપ, મોબાઇલ અને રેફ્રિજરેટર જેવી બીન-જીવનજરૂરી (non-essentials) સહિત તમામ પ્રકારનો સામાન વેચવાની મંજૂરી આપવામાં આવતા લોકોને રાહત મળશે. કંપનીઓના કહેવા પ્રમાણે આ નિર્ણયથી લાખો નાના અને મધ્યમ ઉદ્યોગો અને વેપારીઓને ફરીથી બિઝનેસ શરૂ કરવામાં મદદ મળશે. ઉદ્યોગ જગત તરફથી બુધવારે આ પ્રતિક્રિયા આપી હતી.

  સરકારે હવાઈ યાત્રા, ટ્રેન અને આંતરરાજ્ય પરિવહન પર પ્રતિબંધ સાથે લૉકડાઉનને 17મી મે સુધી વધારે દીધું છે. જોકે, કોરોના વાયરસના સંક્રમણના ઓછા વિસ્તારો (ગ્રીન અને ઑરેન્જ ઝોન)માં વિવિધ વેપારી ગતિવિધિ અને લોકોની આવજાને છૂટછાટ આપવામાં આવી છે.  નવા નિયમ પ્રમાણે સૌથી વધારે સંક્રમિત ઝોન એટલે કે રેડ ઝોનમાં ઈ-કૉમર્સ કંપનીઓ ફક્ત જીવન-જરૂરી વસ્તુઓની જ ડિલિવરી કરી શકશે. જોકે, ઑરેન્જ અને ગ્રીન ઝોનમાં જીવન-જરૂરી અને જીવનજરૂરી ન હોય તેવા તમામ સામાનની ડિલિવરી કરી શકાશે.

  આ પણ વાંચો : UAEએ કર્યો સારવારનો દાવો, કહ્યું - સ્વસ્થ થયા 73 કોરોના વાયરસ સંક્રમિત દર્દી

  દિલ્હી અને મુંબઈ સહિત મુખ્ય શહેરોને રેડ ઝોનમાં સમાવવામાં આવ્યા છે. આથી આવા શહેરમાં કોઈ છૂટ ન આપી શકાય. Amazo ઇન્ડિયાના પ્રવક્તાએ કહ્યું કે, "અમે ઑરેન્જ અને ગ્રીન ઝોનમાં ઈ-કૉમર્સને છૂટછાટ આપવાના સરકારના નિર્ણયનું સ્વાગત કરીએ છીએ. લાખો નાના અને મધ્યમ વ્યવસાય બિઝનેસમેન અને વેપારીઓ હવે પોતાનો બિઝનેસ ફરીથી શરૂ કરવા સક્ષમ બનશે." પ્રવક્તાએ કહ્યું કે, તેમની કંપની રેડ ઝોનમાં તમામ દિશાનિર્દેશનું પાલન કરશે.

  પેટીએમ મૉલના વરિષ્ઠ ઉપાધ્યક્ષ શ્રીનિવાસ મોથે કહ્યું કે, "સરકારે ગ્રીન અને ઑરેન્જ ઝોનમાં બીન-જીવનજરૂરી ઈ-કૉમર્સને છૂટ આપીને યોગ્ય નિર્ણય કર્યો છે."

   

  લેપટોપ, મોબાઇલ ફોન, કોમ્પ્યુટર હાર્ડવેર ખરીદી શકાશે

  શ્રીનિવાસ મોથે કહ્યુ કે, ગ્રાહકો એર કન્ડીશનર્સ, રેફ્રિજરેટર અને ત્યાં સુધી ગરમીના કપડાં જેવા ઉત્પાદનો ખરીદવા માટે લૉકડાઉન દિશાનિર્દેશોમાં અમુક રાહત મળે તેની રાહ જોઈ રહ્યા હતા. લોકો ઘરેથી કામ અને અભ્યાસ શરૂ રાખવા માટે લેપટોપ, મોબાઇલ ફોન અને કોમ્પ્યુટર હાર્ડવેર અને લેખન સામગ્રી ખરીદવા માટે પણ ઉત્સુક છે. આ પગલાંથી લોકોને રાહત મળશે.

  આ પણ વાંચો :  લૉકડાઉન: ચાર વર્ષની બાળકીનું દુઃખ સાંભળીને પરેશાન થયા કલેક્ટર, માસૂમની મદદ માટે ઘરે પહોંચ્યા

  સ્નેપડીલના પ્રવક્તાએ કહ્યુ કે, ગૃહ મંત્રાલયની જાહેરાત બાદ દેશના અલગ અલગ વિસ્તારમાં ઈ-કૉમર્સ સહિત વિવિધ આર્થિક ગતિવિધિની ધીમે ધીમે શરૂઆત કરવાનો રસ્તો મોકળો થશે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે દેશના જિલ્લાઓને ગ્રીન, ઑરેન્જ અને રેડ ઝોનમાં વહેંચી દીધા છે. જેમાંથી 130 જિલ્લા રેડ ઝોનમાં, 284 જિલ્લો ઑરેન્જ ઝોનમાં અને 319 જિલ્લાઓને ગ્રીન ઝોનમાં રાખ્યા છે.
  Published by:News18 Gujarati
  First published:May 02, 2020, 09:22 am

  ટૉપ ન્યૂઝ