લોન્ચિંગ પહેલા જ RedmiBook 15ના ફીચર્સ અને કિંમત લીક, 3 ઓગસ્ટે થશે ભારતમાં લોન્ચ

પ્રતિકાત્મક તસવીર

શાઓમી રેડમીના RedmiBook 15ની કિંમત અને સ્પેસિફિકેશન લીક થઈ ગયા છે. આ લેપટોપ ચારકોલ ગ્રે કલરમાં હશે

  • Share this:
Tech News : શાઓમી રેડમીના RedmiBook 15ની કિંમત અને સ્પેસિફિકેશન લીક થઈ ગયા છે. આગામી તા.3 ઓગસ્ટના રોજ રેડમી દ્વારા ભારતમાં પોતાના પ્રથમ લેપટોપની RedmiBook સિરીઝ લોન્ચ કરવામાં આવનાર છે.

રેડમીના લેપટોપમાં 11મી જનરેશનનું ટાઇગર લેક પ્રોસેસર મળશે. આ લેપટોપ ચારકોલ ગ્રે કલરમાં હશે. અન્ય જાણકારીની સત્તાવાર પુષ્ટિ કરવાનું બાકી છે. ત્યારે મીડિયા રિપોર્ટમાં RedmiBookના સ્પેસિફિકેશન અને કિંમત લીક થઈ હોવાનો દાવો કરવામાં આવે છે.

આ રિપોર્ટમાં જણાવાયું છે કે, Redmi દ્વારા લેપટોપ લોન્ચ કરવામાં આવશે. જેમાં 15.6 ઇંચના ડિસ્પ્લે અને ફૂલ HD રિજોલ્યુશન મળશે. આ લેપટોપ LCD પેનલ સપોર્ટ સાથે આવી શકે છે. ઉપરાંત 11 જનરેશન કોર i3 અને કોર i5 વેરિયન્ટમાં 8 GB સાથે આવશે. આ લેપટોપ PCIe SSD અને અન્ય 256GB તથા 512GB વિકલ્પમાં મળશે. તે વિન્ડોઝ 10ને આઉટ ઓફ ધી બોક્સ બુટ કરશે.

આ પણ વાંચોરોજ 12 કલાક કામ કરવા પર મળશે અઠવાડીયામાં 3 રજા, મોદી સરકાર 1 ઓક્ટોબરથી નિયમોમાં કરશે ફેરફાર

• અન્ય ફીચર્સ આ પ્રમાણે હશે

- ડ્યુલ બેન્ડ વાઈફાઈ અને બ્લુટુથ 5.0

- 2Wના બે સ્પીકર

- USB ટાઈપ સી 3.1, USB ટાઈપ એ, USB 2.0, HDMI અને એક 3.4 MM ઓડિયો જેક

આ પણ વાંચોMicrosoft Surface Duo 2: લીક ફોટામાં ખુલાસો, આ ફિચરથી સજ્જ હશે આ શાનદાર ફોન

- HD વેબ કેમરો

- 65Wનું ચાર્જ સપોર્ટ કરતી બેટરી મળશે તેવું માનવામાં આવે છે.

• કિંમત શું રહેશે?

કંપની દ્વારા ભારતમાં RedmiBookનું 14 ઇંચનું વેરિયન્ટ પણ લોન્ચ કરવામાં આવે તેવી શક્યતા છે. જોકે, તેની સત્તાવાર જાહેરાત થઈ નથી. ભારતમાં RedmiBook 15ની કિંમત રૂ.50,000થી ઓછી રહે તેવી આશા છે. જો આવું થશે તો આ લેપટોપની એસર સ્વીફ્ટ 3, આસુસ વીવોબુક અને શાઓમીના પોતાના Mi નોટબુક 14 હોરાઇજન એડિશન સાથે ટક્કર થઈ શકે છે.
Published by:kiran mehta
First published: