Home /News /tech /બેસ્ટ ડીલ પર મળી રહ્યું છે Redmiનું 8GB RAM સાથેનું પાવરફુલ Laptop, 10 કલાક ચાલશે તેની બેટરી
બેસ્ટ ડીલ પર મળી રહ્યું છે Redmiનું 8GB RAM સાથેનું પાવરફુલ Laptop, 10 કલાક ચાલશે તેની બેટરી
RedmiBook 15 Pro પર ઓફર મળી રહી છે.
Mi Fan Festival: RedmiBook 15 Proમાં 15.6-ઇંચની LCD પેનલ છે, જેનું રિઝોલ્યુશન 1920×1080 પિક્સેલ છે. આમાં ગ્રાફિક્સ માટે ઇન્ટેલ Irix X આપવામાં આવી રહ્યું છે. લેપટોપ 512 GB SSD સ્ટોરેજ સાથે આવે છે.
Mi Fan Festival: શિયોમીનો Mi Fan Festival સેલ લાઇવ છે અને અહીં ગ્રાહકોને ફોનથી લઈને લેપટોપ અને અન્ય પ્રોડક્ટ્સ સસ્તામાં ખરીદવાની તક આપવામાં આવી રહી છે. ગ્રાહકો અહીંથી પ્રીમિયમ ફોન પણ ખૂબ જ સારા ડિસ્કાઉન્ટમાં ખરીદી શકે છે, અને લેપટોપની વાત કરીએ તો, જે લોકો લેપટોપ ખરીદવાનું વિચારી રહ્યા છે, તેઓને પણ સેલમાં ઘણું ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. આ સેલમાં રેડમીબુક 15 Pro પર સારી ડીલ મળી શકે છે.
Mi.com પર આપવામાં આવેલી માહિતી અનુસાર રેડમીબુક 15 પ્રોને 42,999 રૂપિયામાં ઉપલબ્ધ કરાવવામાં આવી રહ્યું છે, અને ખાસ વાત એ છે કે ગ્રાહકોને તેના પર 500 રૂપિયાનું ડિસ્કાઉન્ટ કૂપન આપવામાં આવશે. સેલ પેજ પર આ ઓફર સાથે લખવામાં આવ્યું છે, 'Best Offer in Town', જેનો સ્પષ્ટ અર્થ છે કે આ એક ખૂબ જ સારી ઓફર છે. તો જો તમે પણ નવું લેપટોપ ખરીદવાનું વિચારી રહ્યા છો, તો જાણી લો રેડમીબુક 15 પ્રોના ફુલ સ્પેસિફિકેશન્સ.
RedmiBook 15 Proમાં 15.6-ઇંચની LCD પેનલ છે, જેનું રિઝોલ્યુશન 1920×1080 પિક્સેલ છે. આમાં ગ્રાફિક્સ માટે ઇન્ટેલ Irix X આપવામાં આવી રહ્યું છે. સ્ટોરેજ તરીકે લેપટોપ 512 GB SSD સાથે આવે છે. તે 8 જીબીના DDR 3200 Mhz RAM સાથે આવે છે, અને આ લેપટોપમાં 11th જનરેશન Intel Core i5-11300H CPU આપવામાં આવ્યું છે.
RedmiBook 15 Pro
RedmiBook 15 પ્રોમાં છે દમદાર બેટરી
આ દમદાર લેપટોપ 10 કલાકના બેટરી બેકઅપ સાથે આવે છે. અને તે 65Wના ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ સાથે આવે છે. કનેક્ટિવિટી માટે લેપટોપમાં ડ્યુઅલ-બેન્ડ Wi-Fi 5, બ્લૂટૂથ 5.0, બે USB 3.2 પોર્ટ, એક USB 2.0 પોર્ટ, એક HDMI સ્લોટ, એક ઇથરનેટ પોર્ટ, એક SD કાર્ડ રીડર અને 3.5mm હેડફોન જેક છે.
ઓપરેટિંગ સિસ્ટમની વાત કરીએ, તો આ લેપટોપ વિન્ડોઝ 10 હોમ પર કામ કરે છે અને તેમાં MS Office Home and Student Edition 2019 અને Mi Smart Share આપવામાં આવી રહ્યું છે. આ લેપટોપમાં દમદાર સાઉન્ડ માટે 2 વોટના સ્ટીરિયો આઉટપુટ સ્પીકર આપવામાં આવ્યા છે, જે ડીટીએસ ઓડિયો ટેક્નોલોજીને સપોર્ટ કરે છે.
Published by:Nirali Dave
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર