લોન્ચિંગ ઇવેન્ટના બે દિવસ પહેલા જ લીક થઇ Redmi Watch 2ની કિંમત, જાણો ફીચર્સ

રેડમી વોચ 2

રેડમી નોટ 11 સિરીઝ (Redmi Note 11 Series)ની સાથે જ વોચ 2 (Redmi Watch 2) લોન્ચ થશે. જેની ચીનમાં ઓફિશિયલ લોન્ચિંગ ડેટ 28 ઓક્ટોબર છે.

  • Share this:
મુંબઈ: ચાઇનીઝ સ્માર્ટફોન કંપની Xiaomi ટૂંક સમયમાં જ પોતાની નવી સ્માર્ટવોચ (New Smartwatch) લોન્ચ કરવાની તૈયારી કરી રહી છે. રેડમી નોટ 11 સિરીઝ (Redmi Note 11 Series)ની સાથે જ વોચ 2 (Redmi Watch 2) લોન્ચ થશે. જેની ચીનમાં ઓફિશિયલ લોન્ચિંગ ડેટ 28 ઓક્ટોબર છે. પરંતુ લોન્ચિંગના માત્ર 2 દિવસ પહેલા જ આ સ્માર્ટવોચ વિશે અમુક જાણકારી લીક (Price and Features Leak) થઇ છે. જેવી કે વોચની સાઇઝ અને તેની કિંમત શું રહેશે વગેરે. ચીનની કોમર્સ સાઇટ jd.com પર તેની કિંમતો સામે આવી છે. બે દિવસ પહેલા જ રેડમી નોટ 11ની કિંમતો પણ આ પ્રકારે ચાઇનીઝ ટિપ્ટસ્ટરે લીક કરી હતી.

GizmoChinaએ રેડમી વોચ 2ની કિંમત jd.com સ્પોટ કરી હતી. તેના એક રિપોર્ટ અનુસાર રેડમી વોચ 2ની કિંમત 399 ચાઇનીઝ યુઆન હોઇ શકે છે, જે રૂપિયામાં ગણીએ તો કિંમત લગભગ 4,600ની આસપાસ થાય છે. વેબસાઇટના Guess You Like વિજેટમાં સ્પોટ કરાયેલી વોચ પર જ્યારે ક્લિક કર્યુ તો મેસેજ બોક્સ આવ્યું કે આ સ્માર્ટવોચ હજુ સુધી લોન્ચ થઇ નથી.

ઉલ્લેખનીય છે કે રેડમી વોચ 2ની આ લીક થયેલી કિંમતો હજુ સુધી ઓફિશિયલ નથી. તેની કિંમતો અને ફીચર્સ જાણવા માટે આપણે ગુરૂવાર એટલે કે 28 ઓક્ટોબરે યોજાનાર લોન્ચિંગ ઇવેન્ટની રાહ જોવી પડશે.

આ પણ વાંચો: Amazon પર આ બ્રાન્ડેડ Smartwatch પર મળી રહ્યું છે બમ્પર Discount, ઓક્સિજન લેવલ અને બીપી પણ કરશે ટ્રેક

મોટી ડીસ્પ્લે સાઇઝ

અત્યારસુધીમાં સામે આવેલી જાણકારી અનુસાર આ વોચમાં 1.6 ઇંચની ડિસ્પ્લે મળશે, જ્યારે ઓરિજીનલ રેડમી વોચમાં 1.4 ઇંચ ડિસ્પ્લે હતી. નવી વોચમાં LCDની જગ્યાએ AMOLED ડિસ્પ્લે હશે. જો આ નવી વોચની સરખાણી જૂની વોચના મોડલ સાથે કરીએ તો આ નવી વોચની ડિસ્પ્લે વધુ સારી હશે. એટલું જ નહીં AMOLED ડિસ્પ્લેના કારણે તેની બેટરી પણ વધુ સમય સુધી ચાલશે.

આ પણ વાંચો: ખૂબ સસ્તામાં મળી રહ્યું છે 42 ઈંચનુ બ્રાન્ડેડ Smart TV, મળશે 30W સાઉન્ડ અને બીજી અનેક ખાસિયતો

Jd.comમાં રેડમી Y2ને ફ્રી સેલ રજીસ્ટ્રેશન માટે ખુલ્લો મૂક્યો છે. તેના માટે તમારે 50 ચીની યુઆન એટલે કે લગભગ 600 રૂપિયા ચૂકવવાના રહેશે. તેને 3 અલગ અલગ રિસ્ટ સ્ટ્રેપ કલરમાં લોન્ચ કરાયા છે, જેમાં Elegant Black, Ivory અને Space Blue. આપને જણાવી દઇએ કે આ રંગ ચાઇનીઝ ભાષામાં હતા, જેને ટેક્નીકલી ટ્રાન્સલેટ કરી અંગ્રેજીમાં લખવામાં આવ્યા છે. માનવામાં આવી રહ્યું છે કે આ વોચને ફોસ સાથે કનેક્ટ કર્યા દરમિયાન રિયલ ટાઇમ નોટિફિકેશન આપશે અને સાથે જ ફિટનેસ ટ્રેકિંગ ફીચર પણ હશે.
First published: