Home /News /tech /

Redmi Smart Band Pro: આકર્ષક ફીચર્સ સાથે મળશે 110 Workout મોડ, જાણો તેની Price

Redmi Smart Band Pro: આકર્ષક ફીચર્સ સાથે મળશે 110 Workout મોડ, જાણો તેની Price

Redmi Smart Band Proમાં મળશે આકર્ષક ફીચર્સ

Redmi Smart Band Pro: Xiaomi ની સબ-બ્રાન્ડનું નવું સ્માર્ટ બેન્ડ ઘણાં દમદાર ફીચર્સ સાથે આવે છે, જેમાં AMOLED ડિસ્પ્લે, વોટર રેઝિસ્ટન્સ અવેલેબલ છે. ભારતમાં Redmi Smart Band Proની કિંમત 3,999 રૂપિયા હશે.

    Redmi Smart Band Pro Details: શિયોમી (Xiaomi)એ પોતાના ઘણા આકર્ષક પ્રોડક્ટ્સ સાથે રેડમી સ્માર્ટ બેન્ડ પ્રો (Redmi Smart Band Pro) પણ લોન્ચ કર્યો છે, જેની કિંમત માત્ર 3,999 રૂપિયા છે. Xiaomi ની સબ-બ્રાન્ડનું નવું સ્માર્ટ બેન્ડ ઘણાં દમદાર ફીચર્સ સાથે આવે છે, જેમાં AMOLED ડિસ્પ્લે, વોટર રેઝિસ્ટન્સ અવેલેબલ છે. ચાલો જાણીએ Redmi Smart Band Pro વિશે, અને તે કેવી રીતે તમારી લાઈફને હેલ્ધી રાખી શકે છે. ભારતમાં Redmi Smart Band Proની કિંમત 3,999 રૂપિયા હશે. જો કે શરૂઆતમાં આ ઇન્ટ્રોડક્ટરી કિંમત 3,499 રૂપિયામાં ઉપલબ્ધ કરાવવામાં આવશે. એવું કહેવામાં આવી રહ્યું છે કે તેને 14 ફેબ્રુઆરીએ સેલ માટે Xiaomiની ઓફિશિયલ વેબસાઇટ અને Mi India પર ઉપલબ્ધ કરાવવામાં આવશે.

    Redmi Smart Band Pro Specifications

    હવે તેના સ્પેસિફિકેશન વિશે વાત કરીએ તો, Redmi Smart Band Proમાં 1.47-ઇંચનું AMOLED ડિસ્પ્લે આપવામાં આવ્યું છે, જે 368 x 194 પિક્સેલ રિઝોલ્યુશન અને 450nit બ્રાઇટનેસ સાથે આવશે. આ મોટી સાઈઝની વોચનું વજન પણ થોડું વધારે છે, જે 15 ગ્રામ છે. Redmi Smart Band 10.15mm જાડું અને 24.45mm પહોળું છે.

    આ પણ વાંચો: લોન્ચ પહેલા Samsung Galaxy S22 Ultraનો વીડિયો થયો લીક, જુઓ કંપનીનો સૌથી પાવરફુલ ફોન

    તેનું AMOLED ડિસ્પ્લે 2.5D ટેમ્પર્ડ ગ્લાસ છે. બેન્ડનો સ્ટ્રેપ TPU મટીરિયલથી બનેલો છે. Xiaomi કહે છે કે Redmi Smart Band Pro 5 ATM સુધીના વોટરપ્રૂફ સાથે આવે છે.

    મળશે 14 દિવસનું બેટરી બેકઅપ

    Xiaomiના સ્માર્ટબેન્ડમાં Apollo 3.5 પ્રોસેસર મળશે અને તે Android 6.0 અને iOS 10.0 અને તેનાથી ઉપરના વર્ઝનને સપોર્ટ કરશે. તેની 200mAh મેગ્નેટિક ચાર્જિંગ સાથે આવે છે અને તે 14 દિવસના બેકઅપ સાથે આવે છે. પાવર સેવિંગ મોડમાં બેટરી 20 દિવસ સુધી ચાલશે. રેડમી સ્માર્ટ બેન્ડ પ્રો સાથે LifeQ હેલ્થ ટ્રેકિંગ અલ્ગોરિધમ મળશે અને તેમાં PPG હાર્ટ રેટ સેન્સરનો પણ સપોર્ટ છે. કનેક્ટિવિટી માટે તેમાં બ્લૂટૂથ v5.0 છે.

    આ પણ વાંચો: ડિજિટલ દુનિયામાં રહો સુરક્ષિત, ઓનલાઇન ફ્રોડથી બચવા માટે અપનાવો આ 6 ઉપાયો

    110 વર્કઆઉટ મોડ

    રેડમી સ્માર્ટ બેન્ડ પ્રો (Redmi Smart Band Pro features) 110 વર્કઆઉટ મોડ્સ (workout modes) કરતાં વધુ મોડ્સ સાથે આવે છે, અને તેમાં બ્લડ ઓક્સિજન સેચ્યુરેશન અને SpO2 ટ્રેકિંગ મળે છે. આ સાથે, તેમાં હાર્ટ રેટ મોનિટરિંગ ફીચર, ઓલવેઝ ઓન ડિસ્પ્લે જેવા સ્પેસિફિકેશન ઉપલબ્ધ છે.
    Published by:Nirali Dave
    First published:

    Tags: Gujarati tech news, Mobile and Technology, Redmi, શ્યાઓમી

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन