14 દિવસ સુધી ચાલશે Redmi સ્માર્ટ બેન્ડની બેટરી, ભારતમાં 30 નવેમ્બર થશે લૉંચ

રેડમી સ્માર્ટ બેન્ડ પ્રો

Redmi smart band: એવું કહેવામાં આવે છે કે રેડમી સ્માર્ટ બેન્ડ પ્રો Samsung Galaxy Fit અને Huawei Watch Fitને ટક્કર આપશે.

  • Share this:
    મુંબઈ: ગત મહિને રેડમી સ્માર્ટ બેન્ડ પ્રો અને રેડમી વૉચ 2 લાઇટ બંનેનું લૉન્ચિંગ ચીનમાં કરવામાં આવ્યું હતું. 91mobiles તરફથી જાહેર કરવામાં આવેલા એક રિપોર્ટ પ્રમાણે ટિપ્સ્ટર મુકુલ શર્મા (Tipster Mukul Sharma)એ ખુલાસો કર્યો છે કે રેડમી સ્માર્ટ બેન્ડ પ્રો (Redmi smart band pro) ભારતમાં બહુ ઝડપથી લૉંચ થઈ શકે છે. રેડમી સ્માર્ટ બેન્ડ પછી હવે રેડમી સ્માર્ટ બેન્ડ પ્રોનો વારો છે. તમને જણાવી દઈએ કે રેડમી સ્માર્ટ બેન્ડ, રેડમી સ્માર્ટ બેન્ડ પ્રોના પહેલાનું મોડલ છે. બેન્ડને પહેલા જ BIS સર્ટિફિકેશનમાં જોવામાં આવી છે. જેનાથી એ માલુમ પડે છે કે વૉચ બહુ ઝડપથી લૉંચ થશે.

    જોકે, હજુ સુધી રેડમીના નવા ફિટનેસ ટ્રેકરને લૉંચ નથી કરવામાં આવ્યું. પરંતુ એવું માનવામાં આવી રહ્યું છે કે રેડમી સ્માર્ટ બેન્ડ પ્રો Samsung Galaxy Fitની સાથે સાથે Huawei Watch Fitને ટક્કર આપશે. રેડમી સ્માર્ટ બેન્ડ પ્રોમાં યૂઝર્સને 1.47 ઇંચ AMOLED ટચસ્ક્રીન મળશે.

    આવા ફીચર્સ હશે

    રેડમી સ્માર્ટ બેન્ડ પ્રોનું રિઝોલ્યૂશન 194×368 પિક્સલનું છે. પાવર માટે બેન્ડમાં 200mAhની ક્ષમતાની બેટરી આપવામાં આવી છે. એક વખત ચાર્જ કર્યાં બાદ તેની બેટરી 14 દિવસ સુધી ચાલે છે. એટલું જ નહીં, જો આ ફિટનેસ બેન્ડને પાવર સેવિંગ મોડમાં વાપરવામાં આવે તો તેની બેટરી 20 દિવસ સુધી ચાલી શકે છે.

    આ સ્માર્ટ બેન્ડમાં યૂઝર્સને ટ્રેડમિલ, સાઇકક્લિંક, આઉટડોર વૉકિંગ, હાઇકિંગ, ઇન્ડોર સાઇક્લિંગ, ટ્રેલ રન, એલિપ્ટિકલ મશીન, રોઇંગ મશીન સાથે સાથે 110 અને વર્કઆઉટ મોડ મળશે.

    આ પણ વાંચો: 30 નવેમ્બરે ભારતમાં લોન્ચ થશે Redmi Note 11T 5G, રેડમી નોટ 11નું રિબ્રાન્ડિંગ હશે આ સ્માર્ટફોન

    વધારાના ફીચર્સ

    રેડમી સ્માર્ટ બેન્ડ પ્રોના એક વધારના ફીચરમાં હાર્ટ રેટ મૉનિટરિંગ સામેલ છે, જે યૂઝર્સના હૃદયના ધબકારા પર નજર રાખશે. આ ઉપરાંત તેમા તમને SpO2 મૉનિટરિંગ અને સ્લીપ ક્વૉલિટી ટ્રેકિંગ જેવા ફીચર્સ પણ મળશે.

    અલગ અલગ વર્કઆઉટ મોડ અને વર્કઆઉટ ટ્રેકિંગની સાથે સાથે આ ડિવાઇસમાં અન્ય ફીચર્સ જેવા કે ડીપ બ્રીથિંગ એક્સરસાઇઝ, સ્ટ્રેસ લેવલ મૉનિટરિંગ, મેન્સ્ટ્રૂઅલ મૉનિટરિંગ વગેરે સામેલ છે.

    આ પણ વાંચો:  કામ દરમિયાન વારંવાર હેંગ થાય છે લેપટોપ? આ ટીપ્સ દ્વારા વધારી શકો છો સ્પીડ

    સ્માર્ટ બેન્ડની કિંમત

    ભારતમાં હાલ રેડમી સ્માર્ટ પ્રોની કિંમત શું હશે તેના વિશે કોઈ જાણકારી નથી મળી. રેડમી બેન્ડની વાત કરવામાં આવે તો 1,599 રૂપિયા સાથે લૉંચ કરવામાં આવી હતી. આથી અંદાજ લગાવી શકાય કે ભારતમાં તેની કિંમત 2000 રૂપિયાથી ઓછી હોઈ શકે છે.
    Published by:Vinod Zankhaliya
    First published: