શિયોમીએ રેડમી નોટ ડેઝ સેલ શરૂ કર્યો છે જેની શરુઆત 10 મી જુલાઇ એટલે કે આજથી શરુ કરી છે. ગ્રાહકો એમ.આઈ. કોમ પર આ સેલનો લાભ લઈ શકે છે. 11 જુલાઇ સુધી ચાલનારા આ સેલમાં ગ્રાહક શિયોમી રેડમીના નોટ સીરીઝના ફોન ઓફર્સ સાથે ખરીદી શકે છે. ચાલો જાણીએ કે ફોન પર તમે કેટલી ઓફર્સ મેળવી શકો છો.
Redmi Note 7 Pro
આ ફોનની ખરીદી પર ગ્રાહકોને 1120GB 4 જી ડેટા અને એરટેલ તરફથી અનલિમિટેડ કૉલિંગ લાભ મળી રહ્યો છે. રેડમી નોટ 7 પ્રોની કિંમત વિશે વાત કરીએ તો કંપનીએ તેની શરુઆતી કિંમત 13,999 રુપિયા નક્કી કરી છે, જેમાં 4 જીબી રેમ + 64 જીબી ઇન્ટરનલ સ્ટોરેજ છે. 6 જીબી રેમ અને 128 જીબી ઇન્ટરનલ સ્ટોરેજ સાથે રેડમી નોટ 7 પ્રોની કિંમત 16,999 રૂપિયા છે.
Redmi Note 7 Proનr ફિચર્સ
ફોનમાં 6.3 ઇંચ (16 સેન્ટિમીટર) નોચ ડિસ્પ્લે છે. ફોનની સૌથી વિશેષ વસ્તુ તેની પાછળની પેનલ પર ઔરા ડિઝાઇન છે, જે દેખાવમાં જુદી જુદી રીત આપે છે. આ ઉપરાંત કૉર્નિંગ ગોરિલા ગ્લાસ 5 પ્રોટેક્શન ફોનની બંને બાજુએ આપવામાં આવ્યું છે.
Redmi Note 7S
નોટ ડેઝ સેલમાં આ ફોનની ખરીદી પર ગ્રાહકો 4 જી ડેટાનો લાભ મેળવી શકે છે અને એરટેલ તરફથી 1120GB સુધી અનલિમિટેડ કૉલિંગનો ફાયદોમળી રહ્યો છે. આ ઉપરાંત, એમઆઈ એક્સચેન્જ હેઠળ 1000 રુપિયાનું વધારાનું ડિસ્કાઉન્ટ આપવામાં આવશે. કંપનીએ આ ફોનને બે વેરિયેન્ટ રજૂ કર્યા છે. તેમાં 3 જીબી રેમ અને 32 જીબી ઇન્ટરનલ મેમરીના વેરિયેન્ટની કિંમત 10,999 રુપિયા છે. અન્ય 4 જીબી રેમ અને 64 જીબી ઇન્ટરનલની કિંમત 12,999 રૂપિયા છે.
Redmi Note 7Sની લાક્ષણિકતાઓ
આ ફોનમાં 6.3-ઇંચની પૂર્ણ એચડી + ડિસ્પ્લે છે, જેનું રીઝોલ્યુશન 2340 x 1080 પિક્સેલ્સ છે. ફોનનો ડોટ નોચ ડિસ્પ્લે આ ફોનને શ્રેષ્ઠ લૂક આપે છે. ફોનમાં ફ્રન્ટ અને બેક પેનલને કોર્નિંગ ગોરિલા ગ્લાસ 5 થી સુરક્ષિત કરવામાં આવ્યું છે. આ ફોનની સૌથી વધુ સ્પેશિયલ વસ્તુ તેના 48 મેગાપિક્સલનો કેમેરો છે, ફોનમાં સેલ્ફી માટે 13 મેગાપિક્સેલનો કેમેરો છે,
Published by:Bhoomi Koyani
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર