આ તારીખે લોન્ચ થશે 48 મેગાપિકેસલ કેમેરા ધરાવતો Redmi Note 7s

એમઆઈ ઇન્ડિયાના ચાહકો માટે SUPER Redmi Note આવી રહ્યો છે.

એમઆઈ ઇન્ડિયાના ચાહકો માટે SUPER Redmi Note આવી રહ્યો છે.

 • Share this:
  શિયોમીએ તેના આવનાર ફોનના નામની પુષ્ટિ કરી છે. કંપનીના સત્તાવાર પેઇઝમાં એક નવું સેકશન ઉમેરવામાં આવ્યું છે, જેમા લખ્યુ છે કે 'રેડમી નોટ 7 ટૂંક સમયમાં આવી રહ્યો છે'. પેઇઝની ડાબી સાઇડમાં તેનો કેમેરા માર્ક પણ દેખાઇ રહ્યો છે. જેના પર લખ્યુ છે ‘Redmi Note 7S 48MP Dual Camera’. તેથી તે સ્પષ્ટ થઈ ગયું છે કે સેમસંગનો આવનાર 48-મેગાપિક્સલ ફોનનું નામ રેડમી નોટ 7 એસ હશે.

  આ ફોનને લઇને શિયોમીના મનુકુમાર જૈનએ પણ ટ્વીટ કર્યુ હતુ. એમઆઇ ઇન્ડિયાના ચાહકો માટે 'સુપર રેડમી નોટ આવશે. આ ફોન 20 મે પર લોન્ચ થશે.' ટ્વીટમાં પણ જાણવા મળ્યું કે 20 મી મે ના રોજ ફોન લોન્ચ થશે.   વેન્ડિંગ મશીનથી ખરીદી શકશો શિયોમી ફોન્સ

  શિમીયોએ તાજેતરમાં જ જાહેરાત કરી છે કે તે ભારતમાં માય કિયોસ્ક એક્સપ્રેસ ઇનિશિયેટિવ શરૂ કરશે. આ કિઓસ્કમાં વેન્ડિંગ મશીન હશે જેમાં તમે શિોમીના સ્માર્ટફોન અને એસેસરીઝ ખરીદી શકો છો. કંપનીના આ પ્રોડક્ટના આગમનથી કંપનીના સેલની રાહ જોવી પડશે નહીં. અત્યાર સુધી તમે વેન્ડિંગ મશીનથી ચોકલેટ કાઢીને ખાતા હતા, પરંતુ હવે તમે પૈસા, નાખશો, બટનો દબાવો અને Xiaomi વેન્ડિંગ મશીનથી શિયોમીનો ફોન નિકળશે.

  ક્રેડિટ અને ડેબિટ કાર્ડ સાથે પણ કરી શકશો ચુકવણી

  શિયોમીના ગ્લોબલ વીપી મનુકુમાર જૈને બેંગલુરુના માન્યતા ટેક પાર્કમાં પહેલા કિયોસ્કનું ઉદ્ઘાટન કર્યું. આ કિયોસ્કમાં કોઈપણ રીતે ચૂકવણી કરી શકાય છે. ગ્રાહકો ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ, રોકડ અથવા યુપીઆઈથી પેમેન્ટ કરીને વેન્ડિંગ મશીનથી કોઇપણ સામાન સરળતાથી ખરીદી શકે છે.
  Published by:Bhoomi Koyani
  First published: