Home /News /tech /

મિનિટોમાં જ out of stock થયો Redmi Note 7 Pro

મિનિટોમાં જ out of stock થયો Redmi Note 7 Pro

લગભગ ચાર મિનિટમાં જ ફોન આઉટ ઓફ સ્ટોક થઇ ગયો હતો

શિયોમીના નવા સ્માર્ટફોન Redmi Note 7 Proનો આજે પહેલો સેલ હતો

    ન્યૂઝ18 ગુજરાતી: શિયોમીના નવા સ્માર્ટફોન Redmi Note 7 Proનો આજે પહેલો સેલ હતો. લોકો ઘણા લાંબા સમયથી આ ફોનની રાહ જોઇ રહ્યાં હતાં. જેના કારણે મિનિટોમાં જ આ ફોન out of stock થઇ ગયો હતો.

    સેલની શરૂઆત 12 વાગ્યે થઇ હતી. જેની લગભગ ચાર મિનિટમાં જ ફોન આઉટ ઓફ સ્ટોક થઇ ગયો હતો. રેડમી નોટ 7 પ્રો ફ્લિપકાર્ડ અને mi.com બન્ને પર ઉપલબ્ધ હતો અને બન્ને જગ્યાએ આ ફોન મિનિટોમાં જ વેચાઇ ગયો હતો. હાલ આગામી સેલ અંગે કોઇ માહિતી નથી.

    કિંમતની વાત કરીએ તો કંપનીએ ભારતમાં તેની શરૂઆતી કિંમત 13,999 રૂપિયા નક્કી કરી છે. જેમાં 4GB RAM+64GB ઇન્ટરનલ સ્ટોરેજ છે. ઉપરાંત 6GB RAM અને 128GB ઇન્ટરનલ સ્ટોરેજવાળા Redmi Note 7 Proની કિંમત 16,999 રૂપિયા છે.

    આ પણ વાંચો: Ubonએ ભારતમાં લોન્ચ કર્યુ આ બ્લૂટૂથ સ્પીકર, જાણો કિંમત અને ફિચર્સ

    Redmi Note 7 Proના ફીચર્સ

    ફોનમાં 6.3 (16 સેન્ટીમીટર)ની નોચ ડિસ્પ્લે છે. ફોનની સૌથી ખાસ વાત એ છે કે, બેક પેનલ પર Aura ડિઝાઇન છે. જે જોવામાં અલગ લુક આપે છે. ઉપરાંત ફોનની બન્ને બાજુ કોર્નિંગ ગોરિલ્લા ગ્લાસ 5 પ્રોટેક્શન છે. ફોનમાં ક્વોલકોમ સ્નેપડ્રેગન 675 પ્રોસેસર છે. ફોનના પાવર માટે 4,000 mAhની બેટરી આપવામાં આવી છે. આ દરમિયાન કંપનીએ દાવો કરતાં કહ્યું કે, આને એકવાર ફુલ ચાર્જ કરતાં તેની બેટરી 2 દિવસ સુધી ચાલશે.
    Published by:Azhar Patangwala
    First published:

    Tags: Features, Redmi note 7 pro, શ્યાઓમી

    આગામી સમાચાર