Home /News /tech /

Note 6 Proથી સસ્તુ હોઇ શકે છે Redmi Note 7, ડિઝાઇન છે અફલાતુન

Note 6 Proથી સસ્તુ હોઇ શકે છે Redmi Note 7, ડિઝાઇન છે અફલાતુન

Redmi Note 7 લોન્ચિંગને લઇને ખૂબ જ ચર્ચામાં છે

કંપનીએ જણાવ્યું હતું કે, Redmi Note 7 ભારતમાં 28 ફેબ્રુઆરીએ લોન્ચ થશે

    ન્યૂઝ18 ગુજરાતી: Redmi Note 7 લોન્ચિંગને લઇને ખૂબ જ ચર્ચામાં છે. હાલમાં જ કંપનીએ જણાવ્યું હતું કે, Redmi Note 7 ભારતમાં 28 ફેબ્રુઆરીએ લોન્ચ થશે. કંપનીએ લોન્ચિંગનું ટીઝર ફ્લિપકાર્ડ પર રજૂ કર્યું છે. જેમાં ફોનને દરેક એંગલથી બતાવવામાં આવ્યો છે. ફીચરની સાથે તેનો દેખાવ પણ સારો છે. આ ફોન પહેલાં ચીનમાં લોન્ચ કરવામાં આવ્યો હતો. કંપનીના આંકડા પ્રમાણે મહિનામાં ફોનના 10 લાખ યુનિટ્સ વેચાયા છે. આમાં 6.3 ઇંચની ફુલ એચડી એલટીપીએસ ડિસ્પ્લે છે, જેનો રેસિયો 19:5:9 છે.

    આમાં 450 નિટ્સ બ્રાઇટનેસ, 84 ટકા એનટીએસસી કલર ગેમટ, કોર્નિંગ ગોરિલ્લા ગ્લાસ 5 અને 2.5 કર્વ ગ્લાસ પ્રોટેક્શન છે. તે Qualcomm Snapdragon 660 octa-core SoC પર કામ કરશે. આમાં 3 જીબી, 4 જીબી અને 6 જીબી રેમનો વિકલ્પ મળશે. જેમાં 32 જીબી અને 64 જીબી સ્ટોરેજ હશે.


    આમાં 48 મેગાપિક્સલ ડ્યુઅલ કેમેરા છે. જેમાં સોની IMX586 સેન્સર પણ છે. આમાં 5 મેગાપિક્સલનો સેન્સર પણ છે. આ શિયોમીને પહેલો 48 મેગાપિક્સલ સ્માર્ટ હશે, જેને લઇને મજુ જૈને પહેલાં ટ્વિટર પર ટીઝ પણ કર્યું છે. આ ફોનમાં 13 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરો હશે.


    આ પણ વાંચો: આજે લોન્ચ થશે Galaxy S10 સિરીઝના ત્રણ નવા સ્માર્ટફોન, જાણો ફિચર્સ

    આ ઉપરાંત ફોનમાં 4000 mAh બેટરી છે અને ક્વિક ચાર્જ સપોર્ટનો વિકલ્પ પણ છે. રેડમી નોટ 7 ચીનમાં પહેલાં જ લોન્ચ થયો હતો. ચીનમાં 3GB રેમ અને 32 GB સ્ટોરેજવાળા Redmi Note 7ની કિંમત 999 યુઆન, જે લગભગ 10,541 રૂપિયા છે.
    Published by:Azhar Patangwala
    First published:

    Tags: 28 february, Features, Launch, Price, Redmi note 7, ભારત

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन