Redmi Note 7નો પહેલો સેલ આજે, Jio આપી રહ્યું છે ડબલ ડેટા અને રૂ.2400નું કેશબેક

News18 Gujarati
Updated: March 6, 2019, 9:44 AM IST
Redmi Note 7નો પહેલો સેલ આજે, Jio આપી રહ્યું છે ડબલ ડેટા અને રૂ.2400નું કેશબેક
ગ્રાહક આ ફોનના ખરીદવા પર જિયો ઓફર હેઠળ ડબલ ડેટાનો ફાયદો ઉઠાવી શકે છે

ગ્રાહક આ ફોનના ખરીદવા પર જિયો ઓફર હેઠળ ડબલ ડેટાનો ફાયદો ઉઠાવી શકે છે

  • Share this:
શિયોમી હાલમાં જ લોન્ચ થયેલા Redmi Note 7નો આજે એટલે કે 6 માર્ચે સેલ શરૂ કરવાનો છે. આજે આ ફોનની પહેલો સેલ છે, જેની શરૂઆત બપોરે 12 વાગ્યાથી ફ્લિપકાર્ટ પર થશે. ગ્રાહક આ ફોનની ખરીદી પર જિયો ઓફરનો ફાયદો ઉઠાવી શકે છે. જેમાં જિયોના 398ના રિચાર્જ કરાવવા પર આપને ડબલ ડેટા આપવામાં આવશે, જેમાં 70 દિવસો માટે આપને રોજ 4GB ડેટા આપવામાં આવશે. ડબલ ડેટા પ્લાન 280 દિવસો માટે વેલિડ રહેશે, જેમાં આપને 1592 રૂપિયામાં 280 દિવસો માટે ડબલ ડેટા મળશે. આ ઉપરાંત 299 રૂપિયાના રિચાર્જ પર ગ્રાહકોને 2400 રૂપિયાના કેશબેક વાઉચર મળશે. ગ્રાહકોને 198 કે તેનાથી ઉપરના તમામ રિચાર્જ પર ડબલ ડેટાનો લાભ મળશે.

Redmi Note 7ના ફીચર્સ


આ ફોનમાં 6.3 ઇંચનો ફુલ HD+ છે, જે કોર્નિંગ ગોરિલ્લાસ ગ્લાસ 5 પ્રોટેક્શનની સાથે આવશે. આ ઉપરાંત તેમાં સ્નેપડ્રેગન 660 પ્રોસેસર છે. કંપનીએ પોતાના આ સ્માર્ટફોનને બે વેરિઅન્ટમાં લોન્ચ કર્યા છે, જેમાં 3GB RAM+32GB સ્ટોરેજવાળા ફોનની કિંમત 9,999 રૂપિયા અને 4GB RAM+64GB સ્ટોરેજવાળા ફોનની કિંમત 11,999 રૂપિયા છે. 

ફોનમાં લાગેલા કેમેરાની વાત કરીએ તો તેમાં ડ્યુઅલ રિયર કેમેરા સેટઅપ હશે, જેનો પહેલો કેમેરા 12 મેગાપિક્સલનો છે, જ્યારે બીજો કેમેરા 2 મેગાપિક્સલ છે. આ ઉપરાંત સેલ્ફી માટે તેમાં 13 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરા છે. ફોનમાં ટાઇપ સી ચાર્જિંગ, 3.5 એમએમ હેડફોન જેક, ફિંગરપ્રિન્ટ સેન્સર જેવા ફીચર્સ સામેલ છે.

ફોનને પાવર આપવા માટે તેમાં 4,000 mAhની બેટરી છે. કંપનીએ દાવો કરતા કહ્યું છે કે તેને એક વાર ચાર્જ કરતાં તેની બેટરી 2 દિવસ સુધી ચાલશે.આ પણ વાંચો, આ 6 સ્ટેપ્સ ફોલો કરી મોબાઇલમાં ડાઉનલોડ કરો E-Aadhaar કાર્ડ
First published: March 6, 2019
વધુ વાંચો
अगली ख़बर