8 માર્ચથી શરૂ થશે Redmi Note 5ની ઓફલાઈન ડિલીવરી, પ્રી-બુકિંગ શરૂ

ભારતમાં લોન્ચ કરતા સમયે શિયોમીએ રેડમી નોટ 5, રેડમી નોટ 5 પ્રો, Mi ટીવી સાથમાં રજૂ કર્યું હતું...

ભારતમાં લોન્ચ કરતા સમયે શિયોમીએ રેડમી નોટ 5, રેડમી નોટ 5 પ્રો, Mi ટીવી સાથમાં રજૂ કર્યું હતું...

 • Share this:
  ચીનની સ્માર્ટફોન અને ઈલેક્ટ્રોનિક ગેજેટ્સ કંપની શિયોમીએ ગત મહિને ચર્ચિત સ્માર્ટફોન રેડમી નોટ સીરિઝનો અગામી સ્માર્ટફોન રેડમી નોટ 5 બારતમાં લોન્ચ કર્યો હતો. અગામી રેડમી નોટ 4ની તુલનામાં આ ફોનમાં કેટલાક નવા ફિચર્સ આપવામાં આવ્યા છે. શિયોમીના રેડમી નોટ 5ની ઓફલાઈન સ્ટોર પરથી ખરીદી કરનાર ગ્રાહકો માટે આની પ્રી-બુકિંગ શરૂ થઈ ગઈ છે, જેની ડિલેવરી 8 માર્ચથી શરૂ કરવામાં આવશે. ઓફલાઈન સ્ટોરથી ખરીદી કરનાર ગ્રાહકોને ઓનલાઈન કિંમત કરતા 500 રૂપિયા વધારે કિંમત ચુકવવી પડશે.

  ઓનલાઈન બજારમાં સિયોમી રેડમી નોટ 5નું વેંચાણ 22 ફેબ્રુઆરીથી કરવામાં આવ્યું હતું. સેલ શરૂ કરતાના કેટલાક સમયમાં જ ફોન આુટ ઓફ સ્ટોક થઈ ગયો હતો. ઓનલાઈન સ્ટોર્સ સાથે શિયોમીએ આ ફોન માટે ઓપલાઈન સ્ટોર્સમાં પણ પ્રી-બુકિંગ શરૂ થઈ ગયું છે. પોતાનું બુકિંગ કન્ફર્મ કરવા માટે ગ્રાહકોએ 2000ની કિંમત ચુકવવી પડશે.

  પાર્ટનર સ્ટોર્સ પરથી ફોનની ખરીદી પર ગ્રાહકોએ રૂ, 500 વધારે ચુકવવા પડશે. થર્ડ પાર્ટી રિટેલ સ્ટોર પર રેડમી નોટ 5(3જીબી રેમ, 32જીબી) વેરિએંટની કિંમત રૂ. 10,499 છે અને રેડમી નોટ 5 (4જીબી રેમ, 64જીબી) વેરિએંટની કિંમત રૂ. 12499 છે. આ સાથે ગ્રાહકો બુકિંગ સમયે 2000 રૂપિયા સાથે પોતાની બુકિંગ કન્ફર્મ કરાવવી પડશે.

  ભારતમાં લોન્ચ કરતા સમયે શિયોમીએ રેડમી નોટ 5, રેડમી નોટ 5 પ્રો, Mi ટીવી સાથમાં રજૂ કર્યું હતું. જે ઓનલાઈન સેલમાં આવવાની સાથે થોડા જ કલાકમાં આુટ ઓફ સ્ટોક થઈ ગયો હતો. શિયોમીના જણાવ્યા અનુસાર, Mi ટીવી 4.9એમએમ થિકનેસ સાથે દુનિયાની સૌથી પાતળી ટીવી છે, જે આઈફોન કરતા પણ પતલું છે.
  Published by:kiran mehta
  First published: