Home /News /tech /Redmi Note 11T 5G ભારતમાં લૉંચ, કિંમત 20 હજારથી ઓછી, જાણો ફોનના ફીચર્સ વિશે

Redmi Note 11T 5G ભારતમાં લૉંચ, કિંમત 20 હજારથી ઓછી, જાણો ફોનના ફીચર્સ વિશે

તસવીર: Redmi Note 11T 5G

Redmi Note 11T 5G: આ ફોન માટે 1,000 રૂપિયાનું શરૂઆતનું ડિસ્કાઉન્ટ આપવામાં આવશે. જે બાદમાં આ ફોનની કિંમત ઘટીને ક્રમશ: 15,999 રૂપિયા, 16,999 રૂપિયા અને 18,999 રૂપિયા થઈ જશે.

    મુંબઈ: Xiaomiનો બજેટ 5G સ્માર્ટફોન રેડમી નોટ 11ટી (Redmi Note 11T 5G) ભારતમાં લૉંચ થઈ ગયો છે. આ ફોનની કિંમત 20,000 રૂપિયાથી ઓછી છે. આ ફોન Redmi Note 11નું રિવાઇઝ્ડ વર્ઝન છે. આ ફોનમાં 50MP કેમેરાનું સેટઅપ અને મિડ રેન્જ પ્રોસેસર છે. આ ઉપરાંત યૂઝર્સને રેડમી નોટ 11ટી સ્માર્ટફોનમાં ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરતી 5000mAHની બેટરી મળશે. ભારતીય સ્માર્ટફોન બજારમાં આ ફોનની સ્પર્ધા Vivo, Realme અને Samsungના સ્માર્ટફોન સાથે થશે.

    Redmi Note 11T 5Gની કિંમત

    Xiaomi તરફથી ભારતમાં Redmi Note 11T 5Gના ત્રણ વેરિઅન્ટ લૉંચ કરવામાં આવ્યા છે. જેમાં 6GB + 64GB વેરિઅન્ટની કિંમત ભારતમાં 16,999 રૂપિયા છે. 6GB + 128GB સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત 17,999 રૂપિયા છે. કંપનીએ 128GB ઇન્ટરનલ સ્ટોરેજ સાથે 8GB RAM વેરઅન્ટની કિંમત 19,999 રૂપિયા રાખી છે. આ ફોનનું વેચાણ સાતમી ડિસેમ્બરથી થશે. આ ફોનની ખરીદી અમેઝોન ઇન્ડિયા, Mi.com, Mi Home Stores પરથી કરી શકાશે.

    1000 રૂપિયાનું ડિસ્કાઉન્ટ

    આ ફોન માટે 1,000 રૂપિયાનું શરૂઆતનું ડિસ્કાઉન્ટ આપવામાં આવશે. જે બાદમાં આ ફોનની કિંમત ઘટીને ક્રમશ: 15,999 રૂપિયા, 16,999 રૂપિયા અને 18,999 રૂપિયા થઈ જશે. જો તમે આ ફોનની અમેઝોન પરથી ખીરીદી કરો છે અને ICICI બેંકના ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરો છો તો તમને 1000 રૂપિયાાનું કેશબેક મળશે. આ સ્માર્ટફોન ત્રણ કલર Stardust White, Aquamarine Blue, Matte Black સાથે આવશે.

    ફોનના ફીચર્સ

    Redmi Note 11T 5G સ્માર્ટફોન 6.67 ઇંચની HD+ IPS LCD ડિસ્પ્લે સાથે આવે છે. જેનો રિફ્રેશ રેટ 90Hz છે. ફોનમાં સેલ્ફી માટે 16MP કેમેરો આપવામાં આવ્યો છે. આ ફોનમાં કનેક્ટિવિટી માટે વાઈ-ફાઈ, GPS, બ્લૂટૂથ, હેડફોન જેક, અને યૂએસપબી ટાઈપ-સી પોર્ટ જેવા ફીચર્સ છે.

    આ પણ વાંચો: દમદાર કેમેરા સાથેના 10 સ્માર્ટફોન, કિંમત 15 હજારથી પણ ઓછી, તમે પણ કરી લો એક નજર

    કેમેરાની વાત કરીઓ તો પાછળની બાજુએ 50 મેગાપિક્સલનો પ્રાઇમરી કેમેરો 8 મેગાપિક્સલનો અલ્ટ્રાવાઇડ સેકન્ડરી લેન્સ આપવામાં આવ્યો છે. સેલ્ફી અને વીડિયો કૉલ માટે ફોનમાં 16 મેગાપિક્સલનો લેન્સ આપવામાં આવ્યો છે.

    ફોનની બેટરી

    આ ફોનમાં 5000mAhની બેટરી આપવામાં આવી છે, જે 33W ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરશે. એવો દાવો કરવામાં આવ્યો છે કે આ સ્માર્ટફોન કલાકમાં ફૂલ ચાર્જ થઈ જશે.
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: Redmi, ભારત, મોબાઇલ, શ્યાઓમી, સ્માર્ટફોન

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन