Home /News /tech /

Redmi Note 11 Pro બની શકે છે તમારી પરફેક્ટ ચોઈસ, લોન્ચ પહેલા જાણી લો Price અને Features

Redmi Note 11 Pro બની શકે છે તમારી પરફેક્ટ ચોઈસ, લોન્ચ પહેલા જાણી લો Price અને Features

Redmi Note 11 Pro સ્માર્ટફોનની બેટરી 5,000 mAhની છે

Redmi Note 11 Pro ફોનમાં ક્વોડ-રિયર કેમેરા સેટઅપ છે જેમાં 108MP પ્રાઇમરી કેમેરા, 8MP અલ્ટ્રા-વાઇડ-એંગલ લેન્સ, 2MP મેક્રો અને 2MP ડેપ્થ સેન્સરનો સમાવેશ થાય છે. આ સ્માર્ટફોન ત્રણ કલર ઓપ્શનમાં લોન્ચ કરવામાં આવશે.

    Redmi Note 11 Pro Series: સસ્તા અને ટકાઉ સ્માર્ટફોન બનાવતી કંપની રેડમી (Redmi) આજે ભારતમાં તેનો નવો મોબાઈલ ફોન Redmi Note 11 Pro લોન્ચ કરવા જઈ રહી છે. આ ફોનને ચીનમાં Redmi Note 11 સાથે લોન્ચ કરવામાં આવ્યો છે. 108 મેગાપિક્સલ કેમેરાવાળા Redmi Note 11 Pro ફોનમાં MediaTek ડાયમેન્સિટી 920 પ્રોસેસર છે. Redmi Note 11 Pro Plus 5G અને Redmi Note 11 Proમાં એકથી એક જોરદાર ફીચર્સ છે અને તે ખરેખર પોતાના પ્રાઈસ સેગમેન્ટમાં ગેમચેન્જર સાબિત થવાના છે.

    Redmi Note 11 Pro સ્માર્ટફોનની બેટરી 5,000 mAhની છે, જેની સાથે 67W Sonic Charge 3.0 સપોર્ટ મળે છે. Redmi Note 11 Proમાં જોરદાર AMOLED સ્ક્રીન છે. એનાથી સ્ક્રીન પર કલર્સથી જોડાયેલો તમારો અનુભવ જબરદસ્ત બની જાય છે.

    આ પણ વાંચો: ઓપ્પોના ફોન થઈ જશે અપગ્રેડ, આવી ગયું ColorOS 12 બીટા વર્ઝન, મળશે આ ફીચર્સ

    ડ્યુઅલ સ્ટીરિયો સ્પીકર્સ

    Redmi Note 11 Pro ફોનમાં ઓક્ટા-કોર મીડિયાટેક ડાયમેન્સિટી 920 પ્રોસેસર છે અને તેમાં 5G કનેક્ટિવિટી મળે છે. આ ફોનમાં 6.67 ઇંચની સુપર એમોલેડ ડિસ્પ્લે (120Hz Super Amoled) છે, જેની સાથે 120Hz રિફ્રેશ રેટ, 8 GB રેમ અને 256 GB સ્ટોરેજ છે. ફોનમાં બેસ્ટ સાઉન્ડ ક્વોલિટી માટે ડ્યુઅલ સ્ટીરિયો સ્પીકર્સ આપવામાં આવ્યા છે.

    Redmi-Note-11-Pro-Series

    આ હોઈ શકે છે કિંમત

    જાણકારી અનુસાર, Redmi Note 11 Pro બે વેરિઅન્ટમાં આવશે. પહેલો વેરિઅન્ટ 6GB રેમ અને 128GB સ્ટોરેજવાળો હશે. બીજા વેરિઅન્ટમાં 8GB રેમ અને 128GB સ્ટોરેજ હશે. બેસ મોડલની કિંમત 16,999 રૂપિયા હોઈ શકે છે અને ટોપ મોડલની કિંમત 18,999 રૂપિયા હોવાનું કહેવાય છે. આ સ્માર્ટફોન ત્રણ કલર ઓપ્શનમાં લોન્ચ કરવામાં આવશે જેમાં ફેન્ટમ વ્હાઇટ, સ્કાય બ્લુ અને સ્ટીલ્થ બ્લેક કલરનો સમાવેશ થાય છે.

    Redmi-Note-11-Pro-Series

    દમદાર કેમેરા

    Redmi Note 11 Pro ફોનમાં ક્વોડ-રિયર કેમેરા સેટઅપ છે જેમાં 108MP પ્રાઇમરી કેમેરા, 8MP અલ્ટ્રા-વાઇડ-એંગલ લેન્સ, 2MP મેક્રો અને 2MP ડેપ્થ સેન્સરનો સમાવેશ થાય છે. સેલ્ફી અને વીડિયો કોલિંગ માટે ફ્રન્ટમાં 16MP કેમેરા છે.

    આ પણ વાંચો: આકર્ષક સેલ્ફી અને શાનદાર ડિઝાઇન ખુબજ, અદ્ધભૂત છે Vivoનો આ લેટેસ્ટ ફોન

    રેડમી નોટ પ્રો સિરીઝ લિક્વિડ કૂલિંગ ટેક્નોલોજી સાથે રજૂ કરવામાં આવશે. આ ટેક્નોલોજી સ્માર્ટફોનના તાપમાનને કંટ્રોલ કરવામાં મદદ કરે છે.
    Published by:Nirali Dave
    First published:

    Tags: Gujarati tech news, Mobile and Technology

    આગામી સમાચાર