Home /News /tech /Redmi Note 11 Pro સિરીઝ ભારતમાં લોન્ચ, 108MP કેમેરા સાથે મળશે આ ખાસ ફીચર્સ, જાણો કિંમત
Redmi Note 11 Pro સિરીઝ ભારતમાં લોન્ચ, 108MP કેમેરા સાથે મળશે આ ખાસ ફીચર્સ, જાણો કિંમત
Redmi Note 11 Pro સિરીઝ ભારતમાં લોન્ચ કરવામાં આવી છે.
Redmi Note 11 Pro Series: Redmi Note 11 Pro સિરીઝમાં Note 11 પ્રો અને Note 11 પ્રો પ્લસ સામેલ છે. આ બંને સ્માર્ટફોન્સમાં 6.67 ઇંચની ફુલ એચડી પ્લસ પંચ હોલ ડિસ્પ્લે જોવા મળશે. તે એક AMOLED ડિસ્પ્લે હશે જેમાં 120Hz રિફ્રેશ રેટ છે.
Redmi Note 11 Pro Series: Xiaomiની Redmi Note 11 Pro સિરીઝની તેના ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. Redmi Note સિરીઝમાં કંપનીએ તેના Pro વેરિઅન્ટમાં ઓછી કિંમતે વધુ ફીચર્સ આપ્યા છે. આ જ કારણ છે કે Redmi Note 11 Pro સિરીઝ પર સ્માર્ટફોન માર્કેટની નજર હતી. કંપની દ્વારા Redmi Note 11 Pro સિરીઝ ભારતમાં લોન્ચ કરવામાં આવી છે. આ પહેલા કંપની Redmi Note 11 અને Redmi Note 11S લૉન્ચ કરી ચૂકી છે.
Redmi Note 11 Pro Series Display
Redmi Note 11 Pro સિરીઝમાં નોટ 11 પ્રો અને નોટ 11 પ્રો પ્લસ સામેલ છે. આ બંને સ્માર્ટફોન્સમાં 6.67 ઇંચની ફુલ એચડી પ્લસ પંચ હોલ ડિસ્પ્લે જોવા મળશે. તે એક AMOLED ડિસ્પ્લે હશે જેમાં 120Hz રિફ્રેશ રેટ હોઈ શકે છે. ડિસ્પ્લેની સુરક્ષા માટે કોર્નીંગ ગોરિલા ગ્લાસ 5 લગાવવામાં આવ્યો છે. Redmi Note 11 Pro અને Redmi Note 11 Pro Plusમાં Android 11 ઓપરેટિંગ સિસ્ટમ પર આધારિત MIUI 13 વર્ઝન મેળવે છે.
રેડમી નોટ 11 પ્રોમાં 4 કેમેરા સેટઅપ છે, જે 108MP + 8MP + 2MP + 2MP ક્વાડ રિયર કેમેરા સેટઅપ સાથે આવે છે. તો રેડમી નોટ 11 પ્રો પ્લસમાં ટ્રિપલ રિયર કેમેરા સેટઅપ છે, જે 108MP + 8MP + 2MP સાથે આવે છે. આ બંને ફોનમાં ફ્રન્ટ કેમેરા 16 મેગાપિક્સલનો છે.
Redmi Note 11 Pro Series Battery
Redmi Note 11 Pro અને Redmi Note 11 Pro Plusમાં 5000 mAh બેટરી આપવામાં આવી છે. આ બંને સ્માર્ટફોન 67W ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ સાથે આવે છે. આ ફોન સાથે ચાર્જર પણ આપવામાં આવી રહ્યું છે. ફોન સાથે મળેલા ચાર્જરથી ફોન ખૂબ જ ઓછા સમયમાં ફુલ ચાર્જ થઈ જશે.
Redmi Note 11 Proમાં મીડિયાટેક હેલિયો G96 (MediaTek Helio G96) પ્રોસેસર છે. જ્યારે Redmi Note 11 Pro Plusમાં સ્નેપડ્રેગન 695 પ્રોસેસર (Snapdragon 695 Processor) છે. Redmi Note 11 Proને બે રેમ વેરિઅન્ટ સાથે રજૂ કરવામાં આવ્યો છે. તેમાં 6GB રેમ અને 128GB સ્ટોરેજ છે, જેની કિંમત 17,999 રૂપિયા છે. જ્યારે તેના બીજા વેરિઅન્ટમાં 8GB રેમ અને 128GB સ્ટોરેજ આપવામાં આવ્યું છે, જેની કિંમત 19,999 રૂપિયા છે.
જો વાત કરીએ Redmi Note 11 Pro Plusની, તો તે ત્રણ રેમ વેરિઅન્ટ સાથે પણ આવે છે. તેના 6GB + 128GB વેરિઅન્ટની કિંમત 20,999 રૂપિયા છે. તો 8GB + 128GB વેરિઅન્ટની કિંમત 22,999 રૂપિયા છે. જ્યારે, 8GB + 256GB વેરિઅન્ટની કિંમત 24,999 રૂપિયા છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર