Redmi note 11 Pro અને Pro+ આ તારીખથી માર્કેટમાં થશે ઉપલબ્ધ, જાણો કિંમત અને ફીચર વિશે

રેડમી નોટ 11 સિરીઝ લૉંચ

Redmi note 11 series: આ ત્રણ સ્માર્ટફોનનું બેઝિક મોડલ Redmi Note 11 5Gને સપોર્ટ કરે છે. આ સ્માર્ટફોનમાં 6.6 ઈંચની ડિસપ્લે આપવામાં આવી છે, જે 90Hz રિફ્રેશ રેટને સપોર્ટ કરે છે.

  • Share this:
નવી દિલ્હી: ચાઈનીઝ સ્માર્ટફોન મેકર Xiaomiએ અધિકૃત રીતે નવી Redmi Note 11 સિરીઝ લોંચ કરી છે. જેમાં Note 11, Note 11 પ્રો અને Note 11 પ્રો+ સ્માર્ટફોન લૉંચ કરવામાં આવ્યા છે. મિડ સેગમેન્ટ સ્માર્ટફોન્સમાં 120Hz રિફ્રેશ રેટ, 120W ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ અને પંચ હોલ ડિસપ્લે જેવા લેટેસ્ટ ફીચર આપવામાં આવ્યા છે. આ સ્માર્ટફોર્ટ ફોનનું ચાઈના માર્કેટમાં લોન્ચિંગ કરવામાં આવ્યું હતું. લૉંચ કરવામાં આવેલા તમામ સ્માર્ટફોન્સમાં મીડિયાટેક ડાઈમેન્શન ચિપસેટ આપવામાં આવી છે.

ફોનનાં ફીચર

આ ત્રણ સ્માર્ટફોનનું બેઝિક મોડલ Redmi Note 11 5Gને સપોર્ટ કરે છે. આ સ્માર્ટફોનમાં 6.6 ઈંચની ડિસપ્લે આપવામાં આવી છે, જે 90Hz રિફ્રેશ રેટને સપોર્ટ કરે છે. આ મીડિયાટેક ડાઈમેન્શન 810 SoC દ્વારા સંચાલિત છે, જેમાં 8GB RAM અને 128GB ઈન્ટરનલ સ્ટોરેજ આપવામાં આવ્યું છે.

Note 11માં ડ્યુઅલ રિઅર કેમેરા સેટઅપ છે, જેમાં 50MPનો મેઈન કેમેરા અને 8MPનો સેકન્ડરી લેન્સ છે. સ્માર્ટફોનમાં 16MP સેલ્ફી કેમેરા પણ છે. Note 11માં 5,000mAh બેટરી સાથે 33W ચાર્જર, 3.5mm ઓડિયો જેક અને USB ટાઈપ સી પોર્ટ આપવામાં આવ્યો છે, જે IP53 રેટેડ છે.

રેડમી નોટ 11 પ્રો અને પ્રો+માં 6.67 ઈંચની પંચ હોલ AMOLED ડિસપ્લે સાથે 120Hz રિફ્રેશ રેટ આપવામાં આવ્યો છે. રેડમી નોટ 11 પ્રો અને રેડમી નોટ 11 પ્રો+ ઓક્ટા કોર મીડિયાટેક ડાઈમેન્શન 920 SoC દ્વારા સંચાલિત છે, જેમાં 8GB RAM અને 256GB ઈન્ટરનલ સ્ટોરેજ આપવામાં આવ્યું છે.

Redmi Note 11 Pro+ માં 4,500mAh બેટરી સાથે 120W ચાર્જિંગ સપોર્ટ આપવામાં આવ્યો છે. Redmi Note 11 Proમાં 5,000mAh બેટરી સાથે 67W ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ આપવામાં આવ્યો છે.

આ પણ વાંચો: Diwali Shopping: દિવાળીના તહેવારોમાં ઘરે લઈ આવો આ જોરદાર ગેજેટ્સ, લોકો બોલી ઉઠશે વાહ ભાઈ વાહ!

ઓપ્ટિક્સમાં રેડમી નોટ 11 પ્રો અને રેડમી નોટ 11 પ્રો+માં ક્વેડ રિઅર કેમેરા સેટઅપનું ફીચર આપવામાં આવ્યો છે, જેમાં f/1.89 અપાર્ચરવાળુ 108MP સામેલ છે.

1 નવેમ્બર 2021થી આ ત્રણ નવા સ્માર્ટફોન ઉપલબ્ધ થશે

Redmi Note 11 5G

નવો 4GB RAM અને 128GB સ્ટોરેજ ધરાવતા Redmi Note 11 5Gની કિંમત CNY 1,199 (રૂ. 14,000)થી શરૂ થાય છે. આ સ્માર્ટફોન 6GB + 128GB, 8GB + 128GB, and 8GB + 256GB મોડલમાં પણ ઉપલબ્ધ છે. જેની કિંમત અનુક્રમે CNY 1,299 (રૂ. 16,400), CNY 1,499 (રૂ. 18,700) અને CNY 1,699 (રૂ. 21,100) છે. Note 11 5G બ્લેક, શેલો ડ્રિમી ગેલેક્સી અને સ્લાઈટ મિન્ટ કલરમાં ઉપલબ્ધ છે.

આ પણ વાંચો: Budget Smartphones: આ દિવાળીએ ખરીદો રૂ. 10 હજારથી પણ ઓછી કિંમતે શ્રેષ્ઠ સ્માર્ટફોન્સ

Redmi Note 11 pro

6GB RAM અને 128GB સ્ટોરેજ ધરાવતા Redmi Note 11 પ્રોની રિટેઈલ પ્રાઈસ CNY 1,599 (અંદાજે રૂ. 18,700) હશે. 8GB + 128GB સ્ટોરેજ ધરાવતા મોડલની કિંમત CNY 1,899 (રૂ. 22,300) અને 8GB + 256GB સ્ટોરેજ ધરાવતા મોડલની કિંમત CNY 2,099 (રૂ. 24,500) છે.

Redmi Note 11 Pro+

6GB RAM અને 128GB સ્ટોરેજ ધરાવતા Redmi Note 11 પ્રો+ની કિંમત CNY 1,899 (રૂ. 22,200) છે. આ સ્માર્ટફોન 8GB RAM + 128GB સ્ટોરેજમાં પણ ઉપલબ્ધ છે, જેની કિંમત CNY 2,099 (રૂ. 24,500) છે. 8GB + 256GB સ્ટોરેજ ધરાવતા વર્ઝનની કિંમત CNY 2,299 (રૂ. 26,900) છે. આ સ્માર્ટફોન મિસ્ટી ફોરેસ્ટ, મિસ્ટીરિઅસ બ્લેક, શેલો ડ્રિમી ગેલેક્સી અને ટાઈમ ક્વાઈટ પર્પલ હ્યુસ કલરમાં ઉપલબ્ધ છે.
Published by:Vinod Zankhaliya
First published: