Home /News /tech /

ભારતમાં આજે લૉન્ચ થશે Redmi Note 10 Series સ્માર્ટફોન્સ, પહેલા જ લીક થઈ ગઈ કિંમત અને ફીચર્સ

ભારતમાં આજે લૉન્ચ થશે Redmi Note 10 Series સ્માર્ટફોન્સ, પહેલા જ લીક થઈ ગઈ કિંમત અને ફીચર્સ

શિયોમી ઈન્ડિયાના હેડ મનુ કુમાર જૈને કન્ફર્મ કર્યું છે કે રેડમી નોટ 10 સીરીઝમાં સુપર AMOLED ડિસ્પ્લે આપવામાં આવશે

શિયોમી ઈન્ડિયાના હેડ મનુ કુમાર જૈને કન્ફર્મ કર્યું છે કે રેડમી નોટ 10 સીરીઝમાં સુપર AMOLED ડિસ્પ્લે આપવામાં આવશે

    શિયોમી (Xiaomi) આજે (4 માર્ચ) ભારતમાં પોતાના નવા સ્માર્ટફોન સીરીઝ રેડમી નોટ 10 (Redmi Note 10 Series) લૉન્ચ કરવા માટે તૈયાર છે. આ સીરીઝમાં કંપની રેડમી નોટ 10, રેડમી નોટ 10 પ્રો અને રેડમી નોટ 10 પ્રો મેક્સ સામેલ હશે. સીરીઝનું લૉન્ચિંગ બપોરે 12 વાગ્યે શરુ થશે અને અમેઝોન ઈન્ડિયા પર તેનું માઇક્રો પેજ લાઇવ થઈ ગયું છે. લૉન્ચ પહેલા શિયોમી ઈન્ડિયાના હેડ મનુ કુમાર જૈન (Manu Kumar Jain)એ કન્ફર્મ કર્યું છે કે રેડમી નોટ 10 સીરીઝમાં સુપર AMOLED ડિસ્પ્લે આપવામાં આવશે. આવું પહેલી વાર થઈ રહ્યું છે કે જ્યારે કોઈ રેડમી નોટ મોડલને આવું ડિસ્પ્લે આપવામાં આવી રહ્યું છે. રેડમી નોટ 10 સીરીઝમાં પંચ હોલ ડિઝાઇન આપવામાં આવશે, જેની સાથે ફોનની સાઇડમાં ફિંગરપ્રિન્ટ સ્કેનર મળશે.

    6.43 ઇંચની ફુલ HD+ સ્ક્રીન વેનીલા નોટ 10 મોડેલમાં આપવામાં આવશે, જ્યારે 6.67 ઇંચની ડિસ્પ્લે નોટ 10 પ્રો અને મેક્સ વેરિએન્ટમાં આપવામાં આવશે. લીક થયેલા અહેવાલો અનુસાર સ્નેપડ્રેગન 678 પ્રોસેસર રેડમી નોટ 10માં આપી શકાય છે, જેની સાથે એવી પણ જાણ કરવામાં આવી છે કે તેમાં 6 GB RAM છે. ડિવાઇસમાં 64 GB ઇન્ટરનલ સ્ટોરેજ આપવામાં આવી શકે છે, સાથે સાથે તેમાં માઇક્રો એસડી કાર્ડ સ્લોટ પણ મળશે.

    આ પણ વાંચો, આ બિઝનેસમાં કરો માત્ર 50 હજાર રૂપિયાનું રોકાણ, 10 વર્ષ સુધી થશે લાખોની કમાણી

    ફોનનું ડિસ્પ્લે 120 હર્ટ્ઝ રિફ્રેશ રેટ સાથે આવી શકે છે. સેલ્ફી કેમેરા માટેનું કટઆઉટ પણ ફોનના આગળના ભાગમાં આપવાની અપેક્ષા છે. બીજી તરફ, તેના પ્રો વેરિએન્ટમાં યૂઝર્સને તેમાં 108 મેગાપિક્સલનો કેમેરો આપી શકાય છે, અને એવું કહેવામાં આવી રહ્યું છે કે તેના સ્ટાન્ડર્ડ વેરિએન્ટમાં 48 મેગાપિક્સલનો કેમેરો આપવામાં આવશે. ટીઝરમાં કંપનીએ રેડમી નોટ 10માં સુપર-મેક્રો કેમેરા આપવાનું કહ્યું છે. શાઓમીના જણાવ્યા અનુસાર, તેનો નવો 5 મેગાપિક્સલનો મેક્રો બમણા ક્લોઝર શોટ્સ પ્રદાન કરશે.

    તેના બીજા ફીચર્સની વાત કરીએ તો તેમાં 3.5mm હેડફોન જેક, IR બ્લાસ્ટર, USB ટાઇપ-C પોર્ટ અને 5,000mAhની બેટરી આપવામાં આવી શકે છે. બેટરીને લઈ અનેક રિપોર્ટમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે તે 33Wના ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટની સાથે આવશે. સાથોસાથ તેના એન્ડ્રોઇડ 11 પર આધારિત MIUI 12 સોફ્ટવેર હોવાની વાત સામે આવી છે.

    Note 10 સીરીઝની કિંમત લીક થઈ

    રેડમી નોટ 10 સિરીઝની કિંમત લીક થઈ ગઈ છે. તાજેતરમાં જ રેડમી નોટ 10નો રિટેલ બોક્સ સામે આવ્યો છે, જેમાં ફોનના 6GB+64GB સ્ટોરેજની કિંમત જોઇ શકાય છે. યુટ્યુબર Sistech Banna દ્વારા શેર કરેલા રિટેલ બોક્સ પર રેડમી નોટ 10ની કિંમત 15,999 રૂપિયા જણાવી રહી છે. જો કે, લીકરનું કહેવું છે કે આ ફોનની 6 GB RAM ફક્ત 14,999 રૂપિયામાં ઉપલબ્ધ કરવામાં આવશે.

    આ પણ વાંચો, 6 કરોડ લોકો માટે મોટા સમાચાર! આજે સરકાર ઘટાડી શકે છે PF પર વ્યાજ દર

    આ ઉપરાંત, લીક્સ્ટરનું એવું પણ કહેવું છે કે રેડમી નોટ 10ના 4 GB વેરિએન્ટને તેનાથી 1 અથવા 2 હજાર ઓછા એટલે કે 12,499 રૂપિયા અથવા 13,999 રૂપિયામાં રજૂ કરવામાં આવશે. નોંધનીય છે કે આ માહિતી લીક થયેલા સમાચાર પર આધારિત છે, તેથી ફોનની અસલ કિંમત તેના લોન્ચિંગ પછી જ સામે આવશે.
    Published by:Mrunal Bhojak
    First published:

    Tags: Redmi, Xiaomi redmi, ટેક ન્યૂઝ, શ્યાઓમી, સ્માર્ટફોન

    આગામી સમાચાર