Home /News /tech /

Redmi K50 સિરીઝ: 120Wના સુપરફાસ્ટ ચાર્જિંગ સાથે લોંચ થશે સ્માર્ટફોન

Redmi K50 સિરીઝ: 120Wના સુપરફાસ્ટ ચાર્જિંગ સાથે લોંચ થશે સ્માર્ટફોન

રેડમી કે50 સિરીઝ

Redmi K50 Series Launch: ટિપ્સર ડિજીટલ ચેટ સ્ટેશને Weibo પર Redmi K50 મોડલ વિશેની જાણકારી શેર કરી છે. આ જાણકારી મુજબ આ ફોન હાઈ ક્વોલિટી સ્ક્રિન સાથે માર્કેટમાં લોન્ચ થશે.

મુંબઇ: Redmi K50 series. જો તમે સ્માર્ટફોન ખરીદવાનું વિચારી રહ્યાં છો, તો તમારે વધુ રાહ નહીં જોવી પડે. Redmi K50 સિરીઝનો આ સ્માર્ટફોન તેના દમદાર ફીચર્સ સાથે માર્કેટમાં લોન્ચ થવા માટે રેડી છે. ટિપ્સર ડિજીટલ ચેટ સ્ટેશને Weibo પર Redmi K50 મોડલ વિશેની જાણકારી શેર કરી છે. આ જાણકારી મુજબ આ ફોન હાઈ ક્વોલિટી સ્ક્રિન સાથે માર્કેટમાં લોન્ચ થશે. આ સાથે જ તેમાં સ્નેપડ્રેગન 8 સિરીઝ ચિપ સ્ટેશન પણ આપવામાં આવી શકે છે. સ્માર્ટફોનની લીક થયેલી માહિતી મુજબ, Redmi K50 ઇ સ્પોર્ટસ વર્ઝન છે.

ફોનના ફીચર્સ

ટિપસ્ટરે દાવો કર્યો હતો કે, આ ફોનમાં સ્નેપડ્રેગન 8 સિરીઝ ચીપસેટ પણ આપવામાં આવી શકે છે. Redmi K 50 સિરીઝનાં સ્માર્ટફોનમાં JBLના ડ્યુઅલ સ્પીકર્સ, AAC 1016 અલ્ટ્રાવાઇડ-બેન્ડ x-axis મોટર પણ આપવામાં આવી શકે છે.

4700mAh બેટરી ક્ષમતા

ટિપસ્ટરે ખુલાસો કર્યો છે કે, Redmi K50 ગેમિંગ 162. x 76.8 x 8.45mm અને વજન 210 ગ્રામ જેટલું હશે. આ હેન્ડસેટ 6.67-ઇંચ OLED 2K ડિસ્પ્લેથી સજ્જ હશે, આ સ્માર્ટફોનમાં 4,700mAh બેટરી હશે, તેમજ 120Wની સુપરફાસ્ટ ચાર્જિંગ સાથે આ સ્માર્ટફોન લોન્ચ થશે.

ટ્રિપલ કેમેરા સેટઅપ

ગ્રાહકોને સૌથી ખાસ આકર્ષતું હોય તો તે સ્માર્ટફોનના કેમેરા હોય છે, આ સ્માર્ટફોનમાં 64-મેગાપિક્સલ + 13-મેગાપિક્સલ + 2-મેગાપિક્સલ ટ્રિપલ કેમેરા યુનિટ છે, જેમાં ફ્રન્ટ કેમેરા યુનિટ 16-પિક્સલનો હશે. આ સાથે જ સાઇડ-ફેસિંગ ફિંગરપ્રિન્ટ સ્કેનર પણ ફોનમાં મળી શકે છે.

K50 સિરીઝના ત્રણ મૉડલ

ડિજિટલ ચેટ સ્ટેશન પરથી લીક થતી માહિતીમાં વધુમાં જણાવવામાં આવ્યુ છે કે, K50 લાઇનઅપના અન્ય ત્રણ એન્જિનિયરિંગ મોડલ સ્નેપડ્રેગન 870, ડાયમેન્સિટી 8000 અને ડાયમન્સિટી 9000 ચિપસેટ્સથી સજ્જ છે. આ મોડલ્સના એક જ સમયે લોન્ચ થશે તેની કોઇ માહિતી મળી નથી.

Redmiએ અધિકારીક રીતે જણાવી દીધુ છે કે તે, ફેબ્રુઆરીમાં Redmi K50 સિરીઝ લૉન્ચ ઇવેન્ટ યોજશે. આવતા મહિને લૉન્ચ થનારા K50 સિરીઝના ઉપકરણોમાંથી એકમાં સ્નેપડ્રેગન 8 સિરીઝ ચિપ, 120W ફાસ્ટ ચાર્જિંગ સાથે 4,700mAh બેટરી અને ડ્યુઅલ VC લિક્વિડ-કૂલિંગ છે. K50 મોડલ MIUI 13 ફ્લેવર્ડ એન્ડ્રોઇડ 12 લોન્ચ થવાની આશા છે.

આ પણ વાંચો: Xiaomi 11T Pro 5G: શાઓમીનો 11T Pro 5G ભારતમાં લોન્ચ, 17 મિનિટમાં થશે ફૂલ ચાર્જ

K50 મોડલ MIUI 13 ફ્લેવર્ડ એન્ડ્રોઇડ 12 સાથે આવી શકે છે. તેમજ K50 મોડલ સિરીઝ ડાયમેન્સિટી 8000 સંચાલિત પ્રારંભિક વેરિએન્ટ હોઈ શકે છે, જે 1,999 યુઆનથી શરૂ થઈ શકે છે.
Published by:Vinod Zankhaliya
First published:

Tags: Redmi, મોબાઇલ, શ્યાઓમી, સ્માર્ટફોન

આગામી સમાચાર