Home /News /tech /Redmiનો એન્ટ્રી લેવલ ફોન ભારતમાં આ તારીખે થશે લોન્ચ, 10 હજારથી ઓછી કિંમતમાં ખરીદો
Redmiનો એન્ટ્રી લેવલ ફોન ભારતમાં આ તારીખે થશે લોન્ચ, 10 હજારથી ઓછી કિંમતમાં ખરીદો
Redmi A1 Plus 14 લોન્ચ તારીખ
Redmi A1 Plus: Xiaomi વેબસાઇટ પર પ્રકાશિત માઇક્રોસાઇટ અનુસાર, Redmi A1 Plus ત્રણ કલર વેરિઅન્ટ બ્લુ, ગ્રીન અને બ્લેકમાં ઓફર કરવામાં આવશે. ફોન વિશે કેટલીક માહિતીની પુષ્ટિ થઈ છે અને ઘણી વિગતો પણ લીક થઈ છે.
રેડમીએ પોતાનો એન્ટ્રી લેવલ સ્માર્ટફોન Redmi A1 Plus લોન્ચ કરવાની જાહેરાત કરી છે. કંપની આ ફોન ભારતમાં 14 ઓક્ટોબરે લોન્ચ કરશે. કંપનીએ આ અપકમિંગ ફોનના કેટલાક ફીચર્સ અને ડિઝાઇન વિશે જાણકારી આપી છે. કંપનીની લોન્ચ ઈવેન્ટ ઓફિશિયલ યુટ્યુબ પેજ અને સોશિયલ મીડિયા ચેનલ પર લાઈવ કરવામાં આવશે. Xiaomi વેબસાઇટ પર પ્રકાશિત માઇક્રોસાઇટ અનુસાર, Redmi A1 Plus ત્રણ કલર વેરિઅન્ટ બ્લુ, ગ્રીન અને બ્લેકમાં રજુ કરવામાં આવશે.
ફોન વિશે કેટલીક માહિતીની પુષ્ટિ કરવામાં આવી છે, અને જાણવા મળ્યું છે કે ફોનમાં ડ્યુઅલ રિયર કેમેરા સેટઅપ અને વોટર ડ્રોપ નોચ ડિસ્પ્લે આપવામાં આવશે. એવી અપેક્ષા છે કે આ ફોનમાં 6.52-ઇંચની એલસીડી ડિસ્પ્લે છે, જે 1600×700 પિક્સેલ સાથે આવી શકે છે. આ ફોન પાછળના માઉન્ટેડ ફિંગરપ્રિન્ટ સ્કેનર સાથે આવે છે.
પાવર માટે, Redmi A1 Plus માં 5000mAh બેટરી આપવામાં આવશે, જે 10W ચાર્જિંગ સપોર્ટ સાથે આવશે. કહેવામાં આવી રહ્યું છે કે આ ફોન એન્ડ્રોઇડ 12 પર કામ કરશે.
એવી અપેક્ષા છે કે આ ફોન MediaTek HelioA22 ચિપસેટ સાથે આવશે, અને તેમાં 3 GB રેમ અને 64 GB ઇન્ટરનલ સ્ટોરેજ આપવામાં આવી છે.
કેમેરા તરીકે આ ફોનમાં ડ્યુઅલ રીઅર કેમેરા સેટઅપ હશે, જે 8 મેગાપિક્સલ પ્રાઈમરી સેન્સર અને 2 મેગાપિક્સલ ડેપ્થ સેન્સર સાથે આવશે. સેલ્ફી માટે આ ફોનમાં 5 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરો આપવામાં આવશે.