રૂ.10,000થી ઓછી કિંમતમાં મળી રહ્યા છે Redmi 9A Sport અને Redmi 9i Sport

Redmi 9A Sport અને Redmi 9i Sport ફોન.

Xiaomi Latest smartphone: આ ફોન કંપનીની સત્તાવાર વેબસાઈટ mi.com પરથી ખરીદી શકાય છે. જેમાં તમને 2,000 રૂપિયાના મેજીક પોઇન્ટ મળશે.

  • Share this:
મુંબઈ: શાઓમી દ્વારા Redmi 9A Sport અને Redmi 9i Sport થોડા સમય પહેલા જ લોન્ચ કરવામાં આવ્યા હતા. આ સ્માર્ટફોનનું વેચાણ Amazon અને Flipkart પર થવા લાગ્યું છે. ત્યારે આ ફોનના સ્પેસિફિકેશન અને કિંમત સહિતની જાણકારી માટે લોકોમાં ઉત્સુકતા છે. જેથી અહીં Redmi 9A Sport અને Redmi 9i Sport અંગે જાણકારી આપવામાં આવી છે.

Redmi 9A Sportનું સ્પેસિફિકેશન

- 1600x720 રિજોલ્યુશન સાથે 6.53 ઇંચની HD+ ડિસ્પ્લે
- TFT IPS અને 20:9 સ્ક્રીન ટુ બોડી ડિસ્પ્લે
- MediaTek Helio G25 પ્રોસેસર
- 5000mAhની બેટરી અને 10Wનું ફાસ્ટ ચાર્જર
- 13MP રિયર અને 5MP સેલ્ફી કેમેરા
- 2GB+32GB અને 3GB+32GB વેરિઅન્ટ
- AI Face Unlock

Redmi 9i Sportનું સ્પેસિફિકેશન

- 1600x720 રિજોલ્યુશન સાથે 6.53 ઈંચની HD+ ડિસ્પ્લે
- TFT-IPS અને 20:9 સ્ક્રીન ટુ બોડી
- ઓક્ટાકોર MediaTek Helio G25 પ્રોસેસર
- 5000mAhની બેટરી સાથે 10Wનું ફાસ્ટ ચાર્જર
- 13 MP રિયર અને 5MP સેલ્ફી કેમેરો
- 4GB+64GB અને 4GB+128GB વેરિયન્ટ
- AI Face Unlock

Redmi 9A Sportની કિંમત

2GB રેમ અને 32GB સ્ટોરેજ વેરિએન્ટની કિંમત 6,999 રૂપિયા છે. જ્યારે 3GB રેમ અને 32GB સ્ટોરેજ વેરિઅન્ટ 7,999 રૂપિયામાં મળે છે. આ ફોનમાં તમને કાર્બન બ્લેક, કોરલ ગ્રીન અને મેટાલિક બ્લુ કલર જેવા વિકલ્પ મળે છે. આ ફોનનું વેચાણ Amazon પર થાય છે.

આ પણ વાંચો: Flipkart Big Billion Days Saleની તારીખમાં ફેરફાર, Amazon Saleને ટક્કર આપવાની તૈયારી, મળશે 80% સુધીની છૂટ

Redmi 9i Sportની કિંમત

4GB રેમ અને 64GB સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત 8,799 રૂપિયા છે. જ્યારે 3GB રેમ અને 32GB સ્ટોરેજ વેરિઅન્ટ 9,299 રૂપિયામાં મળે છે. આ ફોનમાં કાર્બન બ્લેક, કોરલ ગ્રીન અને મેટાલિક બ્લુ કલર જેવા કલર વિકલ્પ મળે છે. આ ફોનનું વેચાણ ફ્લિપકાર્ટ પર થાય છે.

આ પણ વાંચો: ખૂબ ઓછી કિંમતમાં મળી રહ્યો છે 108MP કેમરા, 8GB સુધી RAM અને 5G કનેક્ટિવિટી સાથેનો આ સ્માર્ટફોન

આવી ઑફરનો લાભ લઇ શકાય

આ ફોન કંપનીની સત્તાવાર વેબસાઈટ mi.com પરથી ખરીદી શકાય છે. જેમાં તમને 2,000 રૂપિયાના મેજીક પોઇન્ટ મળશે. બીજી તરફ MobiKwik દ્વારા પેમેન્ટ કરો તો કેશબેક મળશે. આ ઉપરાંત તમે Flipkart Axis ક્રેડિટ કાર્ડના કેશબેક તેમજ EMI વિકલ્પનો લાભ પણ લઈ શકાય છે.
First published: