48 મેગાપિક્સલ કેમેરા સાથે Redmi 9 power ભારતમાં થયો લોન્ચ, કિંમત જાણીને થઇ જશો ખુશ

રેડમી 9 પાવર

રેડમી 9 પાવર તે રેડમી નોટ 9 4જીનું રિબ્રાન્ડ થયેલું વર્ઝન છે જેને ગયા મહિને ચીનમાં લોન્ચ કરવામાં આવ્યો હતો.

 • Share this:
  રેડમી 9 પાવર (redmi 9 power) આજે ભારતમાં (India) લોન્ચ થઈ રહ્યો છે. શાઓમીએ તાજેતરમાં કેટલાંક ટીઝર્સ પોસ્ટ કર્યા હતા જેમાં રેડમી 9 પાવરના ફિચર્સ વિશે જણાવાયું હતું. જેમાં 48 મેગાપિક્સલ પ્રાયમરી કેમેરા મહત્વનું ફિચર છે. એવુ માનવામાં આવે છે કે, રેડમી 9 પાવર તે રેડમી નોટ 9 4જીનું રિબ્રાન્ડ થયેલું વર્ઝન છે જેને ગયા મહિને ચીનમાં લોન્ચ કરવામાં આવ્યો હતો. બન્નેમાં ઘણાં ઓછા તફાવત જોવા મળે છે અને સામ્યતાઓ વધારે છે.

  શાઓમી તેની સોશ્યલ મિડીયા ચેનલ્સ પર વર્ચ્યુઅલી રેડમી 9 પાવર લોન્ચ કરવા જઈ રહ્યું છે. તો આ સ્માર્ટફોનની સંભવિત કિંમત અને બીજા સ્પેક્યુલેશન્સ વિશે પણ જાણી લઈએ.

  રેડમી 9 પાવર કિંમત

  આજે બપોરે 12 વાગ્યે રેડમી 9 પાવર લોન્ચ કરવામાં આવ્યો છે. તેની કિંમત વિશે હજુ કોઈ જાણકારી આપવામાં આવી નથી. પણ એવુ માનવામાં આવી રહ્યું છે તેની કિંમત 11,300 જેટલી હોઇ શકે છે. તે 4GB+ 128GB સ્ટોરેજ સાથે ઉપલબ્ધ થશે.

  1 જાન્યુઆરી 2021થી આ સ્માર્ટફોનમાં બંધ થઈ જશે WhatsApp,લિસ્ટમાં જુઓ તમારો ફોન નથીને

  48 મેગાપિક્ચલ પ્રાયમરી કેમેરા

  રેડમી 9 પાવરના મહત્વના ફિચર્સ છે 48 મેગાપિક્ચલ પ્રાયમરી કેમેરા અને ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ. શાઓમી તરફથી વધુ કોઈ જાણકારી આપવામાં આવી નથી. પણ તેને ચીનમાં લોન્ચ થયેલા રેડમી નોટ 4જીનું રિબ્રાન્ડેડ વર્ઝન માનવામાં આવે છે.

  ખૂબ જ સસ્તામાં મળી રહ્યો છે 5000mAh બેટરીવાળો Pocoનો આ સ્માર્ટફોન, 6,999 રૂપિયામાં મેળવો ખાસ ફીચર્સ

  તેને જોતા આ ફોનમાં પણ 6.67 ઇંચ ફૂલ એચડી ડિસ્પ્લે, Qualcomm Snapdragon 662 soc, 18w ફાસ્ટ ચાર્જિંગ સાથે 6,000 mAh બેટરી.  ફક્ત કેમેરાના ફિચર્સ રેડમી 9 પાવર અને ચીનમાં લોન્ચ થયેલા રેડમી નોટ 4જીમાં અલગ-અલગ છે. વધુ સારા કેમેરા ફિચર્સ આ ફોનમાં જોવા મળશે. ફોનમાં MIUI 12 આઉટ ઓફ ધ બોક્સ અને વોટરડ્રોપ સ્ટાઈલ ડિસપ્લે નોચ પણ જોવા મળશે.
  Published by:Kaushal Pancholi
  First published: