સારા સમાચાર! 6000mAhની બેટરીવાળા રેડમીના બજેટ સ્માર્ટફોનને વધુ સસ્તામાં ખરીદવાની તક

રેડમી 9 પાવરમાં 6.53 ઇંચની ફુલ HD+ ડોટ નોચ ડિસ્પ્લે છે. આ ફોન લેટેસ્ટ MIUI 12 ઓપરેટિંગ સિસ્ટમ પર કામ કરે છે.

રેડમી 9 પાવરમાં 6.53 ઇંચની ફુલ HD+ ડોટ નોચ ડિસ્પ્લે છે. આ ફોન લેટેસ્ટ MIUI 12 ઓપરેટિંગ સિસ્ટમ પર કામ કરે છે.

 • Share this:
  જો તમે શાઓમી (Xiaomi)નો 6000mAh સ્માર્ટફોન ખરીદવાનું પ્લાન કરી રહ્યા છો, તો તમારા માટે એમેઝોન પર સારી તક છે. એમેઝોન પર એક દમદાર સ્માર્ટફોન રેડમી 9 પાવર (Redmi 9 Power) પર 1,000 રૂપિયાની છૂટ આપવામાં આવી રહી છે. ફ્લિપકાર્ટ પર આપેલી માહિતી અનુસાર, જો ગ્રાહકો ICICI બેંકના ક્રેડિટ અથવા ડેબિટ કાર્ડ દ્વારા ચુકવણી કરે છે, તો તેમને 1000 રૂપિયાની છૂટ મળશે. સેલમાં 4GB + 64GB સ્ટોરેજવાળો રેડમી 9 પાવર 10,999 રૂપિયાની પ્રારંભિક કિંમતે ઉપલબ્ધ છે.

  રેડમી 9 પાવરમાં 6.53 ઇંચની ફુલ HD+ ડોટ નોચ ડિસ્પ્લે છે. આ ફોન લેટેસ્ટ MIUI 12 ઓપરેટિંગ સિસ્ટમ પર કામ કરે છે. આપને જણાવી દઈએ કે, રેડમી 9 પાવર સ્માર્ટફોન નોટ 9 4Gનું રીબેઝડ વર્ઝન છે, જે ગત મહિનાના અંતમાં ચીનમાં લોન્ચ કરવામાં આવ્યું હતું. શાઓમીના આ સ્માર્ટફોનમાં ડ્યુઅલ નેનો સિમ પોર્ટ્સ મળશે. જ્યારે, આ સ્માર્ટફોન Android 10 પર આધારીત MIUI 12 પર કામ કરે છે.

  ઓછી કિંમતમાં 6000mAh બેટરી

  કેમેરા વિશે વાત કરવામાં આવે તો, તમને 48 મેગાપિક્સલનો પ્રાઇમરી કેમેરા સેન્સર, 8 મેગાપિક્સલનો સેકન્ડરી સેન્સર અલ્ટ્રા વાઇડ-એંગલ લેન્સ, 2 મેગાપિક્સલનો મેક્રો શૂટર અને 2 મેગાપિક્સલનો ડેપ્થ સેન્સર મળશે.

  આ સાથે સેલ્ફી માટે આ સ્માર્ટફોનની આગળ 8 મેગાપિક્સલનો કેમેરો મળશે. કનેક્ટિવિટી માટે આ ફોનમાં 4G VoLTE, ડ્યુઅલ-બેન્ડ વાઇ-ફાઇ, બ્લૂટૂથ Bluetooth v5.0, GPS/ A-GPS, infrared (IR) blaster, USB Type-C, અને 3.5mm હેડફોન જેક છે
  Published by:Kaushal Pancholi
  First published: